home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે

સદ્‍ગુરુ બ્રહ્માનંદ સ્વામી

સત્સંગના પ્રચારાર્થે શ્રીજી મહારાજ પોતાના પરમહંસોને ગામડે ગામડે વિચરણ કરવાની આજ્ઞા કરતા. ગામડે ગામડે ફરતા જડભરત-શુકજી જેવા સંતોનું શુદ્ધ વર્તન જોઈને જ લોકો સત્સંગાભિમુખ થતા. લાંબા ગાળે વિચરણ ચાલતું ત્યારે સાધુઓને શ્રીજી મહારાજનાં દર્શનની તાલાવેલી લાગતી. પરંતુ આજ્ઞા પાળવામાં સદા તત્પર એવા સંતો શ્રીજીની આજ્ઞા વિના પાછા ફરતા નહીં.

આવા વિચરણમાં એક વખત બ્રહ્માનંદ સ્વામીને શ્રીજીના દર્શનની તિવ્ર ઇચ્છા થઈ. બ્રહ્મનાંદ સ્વામી, જે શ્રીરંગદાસજી તરીખે ઓળખાતા હતા, તેમને નિર્ણય કર્યો કે આજ્ઞા વગર શ્રીજી મહારાજ પાસે ગઢડા પહોંચી જવું. જ્યારે ગઢડાની સીમ સુધી પહોંચ્યા ત્યારે સ્વામીને સીધા શ્રીજી પાસે આજ્ઞા વગર જવું તે યોગ્ય ન લાગ્યું. માટે એક ભરવાડના પુત્ર સાથે સંદેશો મોકલાવ્યો કે બ્રહ્માનંદ સ્વામી આવ્યા છે અને તમારાં દર્શન ઇચ્છે છે. મહારાજે આ સાંભળી પાછો સંદેશો મોકલાવ્યો કે જ્યાંથી આવ્યા છે ત્યાં જ પાછા જાય.

બ્રહ્માનંદ સ્વામીને આવી આજ્ઞા સાંભળીને ઘણું દુઃખ થયું અને એક ઝાડ નીચે બેસીને વિચાર કરતા હતા ત્યારે કીર્તનની કડીયો હોઠે વહેવા લાગી તે એક પત્રમાં લખી દીધી. ત્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાણી પાતો હતો. તેને આ પત્ર મહારાજને મોકલવા કહ્યું. ખેડૂતે કહ્યું, “હું આ પત્ર લઈ જઉં તો મારા ખેતરમાં પાણી કોણ પાસે? મારા દિવસનું કામ બગડે.”

બ્રહ્માનંદ સ્વામી કહે, “તારા ખેતરમાં હું પાણી પાઉં માટે તું આ પત્ર મહારાજને પહોંચાડી દે.” ખેડૂતે મહારાજને પત્ર તેમણી ઓરડીમાં પહોંચાડ્યો. મહારાજને પત્ર વાંચતાં જ આંખમાં આંસુ આવી ગયાં. “જેમણે રાજા-મહારાજાઓએ સન્માન્યા હતા અને વિદ્વાનો પણ પ્રસંસા કરતા એવા બ્રહ્મમુનિને મેં કૂતરાની જેમ તિરસ્કાર કર્યો છતાં તેમનો મારા પ્રત્યે ભાવ સહેજ પણ ઓછો થયો નથી?” આવા વિચારથી મહારાજ માણકી ઉપર સવાર થવા.

આ દરમ્યાન ખેડૂતે બ્રહ્માનંદ સ્વામીને સમાચાર આપ્યા કે મહારાજ પણ તમને મળવા ઇચ્છે છે. બ્રહ્માનંદ સ્વામીનો આનંદ પાર ન રહ્યો. તે પણ મહારાજને મળવા દાદા ખાચરના દરબાર ભણી દોડ્યા. દાદાના દરબારમાં મિલન થતાંવેંત મહારાજ ઘોડી ઉપરથી ઊતરીને બ્રહ્માનંદ સ્વામીને દંડવત્ કરવા લાગ્યા. બ્રહ્મનાંદ સ્વામી સાશ્ચર્યથી બોલ્યા, “મહારાજ! આ શું?” મહારાજે સ્વામીને બાથમાં લઈને ભેટ્યા અને માતાના કરતાં પણ અધિક પ્રેમ વરસાવ્યો.

બાદ સભામાં બ્રહ્માનંદ સ્વામીએ આ કીર્તન ગાઈને મહારાજની પ્રસન્નતા મેળવી કૃતકૃત્ય થઈ ગયા.

History

(1) Suṇo chatur sujāṇ em na ghaṭe re

Sadguru Brahmanand Swami

In order to spread satsang, Shriji Maharaj often had his sadhus travel far and wide. On seeing their pure conduct, people realized the qualities of true sadhus and turned toward satsang. However, when their travels lasted a long time and Maharaj had not given them permission to return, they longed for Maharaj’s darshan.

On one such occassion, Brahmanand Swami, still known as Shri Rangdasji, began to yearn for Maharaj’s darshan. He decided to return to Gadhpur without obtaining his permission. However, when he arrived in Gadhada, he thought it was inappropriate to go meet Maharaj without his approval. He asked a shepherd’s boy to inform Maharaj he had arrived and is wishing for your darshan. Maharaj sent a message back with the boy saying to go back the way he came. Swami was hurt by these words. His had intense love for Maharaj. Thinking of his divine darshan as he sat under a tree in the outskirts of Gadhada, teared flowed from his eyes as he thought to himself that this was a great injustice by Maharaj. Yet Brahmanand Swami knew Maharaj was forever nirdosh - forever innocent. His sorrow took the form of words as a kirtan that he instantly composed. He wrote these words in a letter and asked the farmer, “Take this letter to Maharaj.” The farmer replied, “Swami, I have to irrigate this farm. If I leave my work, I cannot finish my work.”

Swami replied, “I will irrigate your farm while you deliver the letter.” The farmer left to deliver the letter to Maharaj. Maharaj was please reading the letter, “Even though I insulted him like a stray dog - one who has been honored by kings and scholars - Swami has not left me. I must give him my darshan.” So saying, Maharaj saddled Manki Ghodi and headed toward Brahmanand Swami.

Meanwhile, the farmer had returned to Brahmanand Swami and informed him that Maharaj also wishes to see him. Swami became restless to see Maharaj, as much as a hungry man awaiting a meal or thirsty man seeing water. Maharaj saw Shri Rangdasji running toward Dada Khachar’s darbar. Maharaj alighted his Manki and started to prostrate in front of Brahmanand Swami. Swami was shocked with tears. Immediately both embraced each other in their reunion.

Later, a sabha gathered in Dada Khachar’s darbar. In this gathering, Swami sang the kirtan he had written and received blessing from Shriji Maharaj.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase