home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) મારાં ઉદય થયાં છે ભાગ્ય આજ બહુ ભારી

ફતેહસિંહ

દરબાર ફતુભાએ ડંકો માર્યો

એક દિવસ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજ નાહીને પૂજા કરવા બેઠા, એટલે સર્વે સંત-હરિભક્તો સ્વામીશ્રીની આજુબાજુ દર્શન કરતાં બેઠા.

એટલામાં હરિકૃષ્ણદાસે સ્વામીશ્રીને કહ્યું, “સ્વામીજી! દરબાર ફતુભાએ આજે ડંકો માર્યો.”

ત્યારે સ્વામીશ્રીએ હસતાં હસતાં તેમને પૂછ્યું, “શો ડંકો માર્યો?”

એટલે હરિકૃષ્ણદાસે કહ્યું, “ગઈ રાત્રે અહીં મંદિરમાં સૂતા હતા ત્યારે બાર વાગે ગુણાતીતાનંદ સ્વામીએ તથા ગોપાળાનંદ સ્વામીએ તેમને દર્શન દીધાં. ગુણાતીતાનંદ સ્વામી પાટ ઉપર બિરાજ્યા હતા અને ગોપાળાનંદ સ્વામી નીચે ગાદી ઉપર બિરાજ્યા હતા અને ગોપાળાનંદ સ્વામીએ તેમને કહ્યું, ‘તમોએ તમારા કીર્તનમાં મારા નામ આગળ “મૂળ અક્ષરમૂર્તિ” લખ્યું છે, પરંતુ “મૂળ અક્ષર” તો આ પાટ ઉપર બેઠા તે ગુણાતીતાનંદ સ્વામી છે.’ એમ કહી અદૃશ્ય થઈ ગયા! પછી દરબાર જાગી ગયા અને ઊઠીને પોતાનું તાકું ઉઘાડ્યું. એ વખતે હું જાગી ગયો અને પૂછ્યું, ‘કોણ છે એ?’ ત્યારે તેમણે કહ્યું, ‘એ તો હું ફતુભા છું.’ એમ કહીને પછી મને કહ્યું, ‘આજે તો સ્વામીએ મારું કામ કાઢી નાખ્યું ને દર્શન દીધાં.’ પછી દીવો કરીને પોતાની ચોપડીમાં પોતે લખેલી કીર્તનની પંક્તિ ફેરવી અને લખ્યું કે –

મારાં ઉદય થયાં છે આજ ભાગ્ય બહુ ભારી,

શ્રી અક્ષરપુરુષોત્તમ નયણે નિહાળી,

જે છે અનાદિ અક્ષર તે જ ગુણાતીત સ્વામી,

પોતે પૂરણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી.

કેવી સરસ શોભે છે જોડ મહાસુખકારી,

પંડે સ્વામી તે શ્રીજીની પાસ કરી રહ્યા જારી,

એમ સારંગપુરમાં સ્વામિનારાયણ શોભે,

જોઈ જુગલ મૂર્તિનું રૂપ ફત્તેશિંહ લોભે.

“પછી મને કહ્યું, ‘આજે સવારે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થવાં જોઈએ, કારણ કે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે મેં શાસ્ત્રીજી મહારાજને પણ જોયા. એટલે જરૂર દર્શન થવાં જોઈએ.”

એટલી વાત થઈ ત્યારે સ્વામીશ્રી બોલ્યા, “ફતુભાને બોલાવી લાવો. મારે એમના મુખેથી વાત સાંભળવી છે.”

એટલામાં દરબાર તથા મુક્તરાજ મેરુભા બંને આવી પહોંચ્યા. પછી સ્વામીશ્રીએ તેમની પાસે આ વાત વિગત વાર કહેવરાવી. તે સર્વ વાત સાંભળી સ્વામીશ્રી ઘણા જ રાજી થયા અને કહ્યું, “સ્વામીએ તમારી ઉપર દયા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું.” એમ કહી ફતુભાનો વાંસો થાબડ્યો અને સ્વામીશ્રીએ આશીર્વાદ આપી કહ્યું, “તમે ખરો ડંકો માર્યો.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧/૪૪૨]

History

(1) Mārā uday thayā chhe bhāgya āj bahu bhārī

Fatehsinha

Darbār Fatubhā Sounded the Victory Toll

One day, Swamishri Shastriji Maharaj was doing his morning puja. All the sadhus and devotees gathered around Swamishri for his darshan. Harikrishna Swami said, “Swamiji, the darbār Fatubhā sounded the victory tolls today.”

Swamishri laughed and asked, “What victory tolls did he sound?”

Harikrishna Swami explained, “Last night, while sleeping here, Gunatitanand Swami and Gopalanand Swami gave him darshan at midnight. Gunatitanand Swami was seated on a high platform and Gopalanand Swami was seated lower on a cushioned seat. Gopalanand Swami said, ‘In your kirtan, you wrote “Mul Aksharmurti” before my name, but one who is Mul Akshar is Gunatitanand Swami seated here on this platform. ’ Then, they disappeared. The darbār woke up and opened his safe. I woke up and asked, ‘Who is there?’ He replied, ‘It’s me, Fatubhā.’ And then said, ‘Today, Swami put me to task and gave me darshan.’ Then, he lighted a small divo, opened his kirtan book and wrote:”

Mārā uday thayā chhe bhāgya āj bahu bhārī,

 Shrī Akshar Purushottamjī nayaṇe nihāḷī...

Je chhe anādi Akshar te ja Guṇātīt Swāmī,

 Pote Pūraṇ Purushottam Sahajānand Dhāmī... mārā 1

Kevī saras shobhe chhe joḍ mahāsukhkārī,

 Panḍe Swāmī te Shrījīnī pās dharī rahyā jhārī... mārā 2

Mahāmukta koṭinā ādhār Akshar te Swāmī,

 Pote Pūraṇ Purushottam Nārāyaṇ nāmī... mārā 3

Em Sārangpurmā Swāminārāyaṇ shobhe,

 Joī jugaḷ mūrtinu rūp ‘Fatehsih’ lobhe... mārā 4

“Then, he said to me, ‘Today, I should have darshan of Shastriji Maharaj, because I saw Shastriji Maharaj along with Gunatitanand Swami. Therefore, I should certainly have darshan Shastriji Maharaj.’”

Shastriji Maharaj said, “Call Fatubhā. I want to hear this from his own mouth.”

Then, both the darbār and Merubhā arrived. Swamishri had the darbār repeat this incident in detail. Swamishri was very pleased hearing this incident and said, “Swamishri has shown compassion by revealing his form to you.” He patted Fatubhā on the back and blessed him, saying “You have certainly sounded the victory toll.”

[Brahmaswarup Shastriji Maharaj: Part 1/442]