કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) સરલ વર્તવે છે સારું રે મનવા
સરલપણે વર્તવાની વાત પ્રમુખસ્વામી મહારાજ એક સુંદર પ્રસંગમાં વર્ણવે છે.
૫/૩/૧૯૮૭, પુરુષોત્તમપુરા
પ્રશ્ન: આપના ઉપર શાસ્ત્રીજી મહારાજનો બહુ રાજીપો હતો તો આપે આટલો બધો રાજીપો કઈ રીતે પ્રાપ્ત કર્યો?
સ્વામીશ્રી: રાજીપો તો બધા ઉપર હતો જ. કારણ કે બધાએ તન, મન, ધનથી સારી સેવા કરી છે. સ્વામીની આજ્ઞા પાળી છે. છતાં ભગવાન ને સંતનો રાજીપો દરેક ઉપર થાય છે એનું મુખ્ય કારણ એ છે કે એને વિષે અખંડ દિવ્યભાવ રહે અને એમની જે આજ્ઞા છે એમાં સર્વપ્રકારે દૃઢપણે વર્તી શકાય એટલે સહેજે રાજી થઈ જાય. શાસ્ત્રીજી મહારાજનું અંગ હતું કે જે સરળ વર્તે તેના ઉપર રાજી થાય.
વજેશંકર મિસ્ત્રી (શિલ્પી) હતા. ખૂબ બુદ્ધિશાળી. એનો પથ્થર અહીંથી (નીચેથી) ઘડાઈને ગયો હોય તો ત્યાં ઉપર (શિખર ઉપર) ઘડવો ન પડે. ફીટ બેસી જાય. માપ ચોક્કસ. આવીને જુએ ને તરત કહી દે કે ,“તમારો થાંભલો આઉટ છે - પાટ બરાબર બેસતો નથી.” એટલી બુદ્ધિ! ગણતરી ચોક્કસ, પણ શાસ્ત્રીજી મહારાજને જરા ફેરફાર કરાવવો હોય તો ન કરે. “મેં કર્યું એમાં ફેર ન થાય!” જ્યારે લીલાધર મિસ્ત્રી હતા તેના ઉપર સ્વામીનો રાજીપો થઈ ગયો. કારણ કે સરળ! એમને ય જ્ઞાન હતું પણ શાસ્ત્રીજી મહારાજ જેટલી વખત નકશામાં ફેર કરવા માગે તો ફેરવે. મૂળ તો મોટાપુરુષ પાસે સરળ થવું એ મોટામાં મોટી વસ્તુ છે. ત્યાં બુદ્ધિનો ડોળ કે ડહાપણ કરવા જઈએ તો માર્યા જઈએ. ને ભોળપણ કરવા જઈએ તો બીજે ઠેકાણે લપ ચોંટી જાય. આ ય સારા છે ને આ ય સારા છે - એમાં ક્યાંક કુસંગ લાગી જાય. માટે એમની પાસે બધું મૂકીને જેમ કહે તેમ રહે તો રાજીપો સ્વામીનો રહેતો. આજ્ઞા કરે એ ઉમંગથી, પ્રેમથી પાળે તો સ્વામીનો સહેજે રાજીપો થઈ જાય.
[પ્રશ્નોત્તરી]
Nirupan
(1) Saral vartave chhe sāru re manvā
Pramukh Swami Maharaj illustrates what it means to behave in an agreeable manner with an example.
March 5, 1987, Purushottampura
Question: Shastriji Maharaj was immensely pleased with you. How did you earn his rājipo?
Swamishri: Shastriji Maharaj was actually pleased with everyone, because everyone served physically, mentally, and verbally. They all obeyed his commands. However, the main reason God and the Sant are pleased is when one views them as divine and one obeys all of their commands firmly. Shastriji Maharaj was especially pleased when someone behaved in an agreeable manner.
Vajeshankar Mistry was an intelligent artisan. If he sculpted a stone on the ground, it would never have to be adjusted when being fitted in its spot. His measurements were perfect. He takes one look and would say, “This pillar is slightly off.” That’s how intelligent he was. However, if Shastriji Maharaj asked him to make some change, he would not do it. “There can be no changes in what I did!” On the other hand, Shastriji Maharaj was immensely pleased with Liladhar Mistry. Why? He was agreeable. He was also proficient; but whenever Shastriji Maharaj wanted to make adjustments, he agreed. The point is, the greatest characteristic is to become easy-going in front of the Satpurush. If we apply our own intelligence, then we will lose. On the contrary, if we are too naive, we may get attached to someone other than the Satpurush. If one believes - he is also good and he is also good - then one will get stuck with bad company. Therefore, Swami was pleased with those that put aside all of their understanding and obeyed him. When one obeys his commands with enthusiasm and love, Swami easily became pleased with them.
[Prashnottari]