home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) ધીરજ ધર તું અરે અધીરા

સદ્‍ગુરુ દેવાનંદ સ્વામી

નિયમ વિરુદ્ધ કરીએ તો દુઃખ

તા. ૧૩/૧૦/૧૯૯૦ની સવારે પૂજાવિધિ બાદ ‘ધીરજ ધર ને અરે! અધીરા...’ પદ પર મર્મસભર નિરૂપણ કરતાં પ્રમુખસ્વામી મહારાજે કહ્યું:

“આપણને ખોટી ચિંતા બહુ થાય, પણ ભગવાને જનમ આપ્યો છે તે સાચવશે. જન્મ્યા ત્યારે માતાનાં સ્તનમાં દૂધ આવે છે અને બાળક મોટું થાય ત્યારે ચાલ્યું જાય. માતાનું ધાવણ ધાવી મોટો થયો હોય તે પાટુ મારે તો ભીંત પાડી નાંખે. સાત ઘોડિયાં તોડી નાંખે. અત્યારે તો ટોટી ચૂસ-ચૂસ કરે – બેબીસીટરને ત્યાં! તેમાં શું બરકત આવે? ધરતીનું ધાવણ ધાવી છોડ થાય તે મોટો કસવાળો થાય. હવે ફર્ટિલાઈઝર વગેરે નાંખી વર્ણસંકર થાય છે તેમાં બાજરો ફિક્કો આવે. પંખાળીના ભાત એ ડાંગર હોય ત્યારે પણ સુગંધ આવે અને રાંધે ત્યારે તો દસ ઘર સુધી સુવાસ આવતી. હવે તો પંખાળી, બાસમતી બધાની સુગંધ ચાલી ગઈ. માતાને ધાવીને છોકરાં મોટાં ન થયાં હોય તેને મા-બાપ પ્રત્યે, ભાઈઓ પ્રત્યે પ્રેમ ન થાય.

“ભગવાને બધાને જિવાડવાના ઉપાયો શોધી કાઢ્યા છે. ડુંગર પર પણ પાણી ચડાવ્યું. પશુ-પંખી બધાંનો વિચાર કર્યો છે. પ્રેમ આપ્યો છે, જેથી સૌ સાથે રહી શકે. પણ માણસે પ્રેમ તોડી પૈસા માટે પશુ-પંખીને માર્યાં. તો પછી સુખ ક્યાંથી થાય? ભગવાનના કાયદા શાશ્વત છે. એના નિયમ વિરુદ્ધ કરીએ તો દુઃખ. નિયમમાં રહીએ તો સંસારચક્ર ચાલે ને મોક્ષ પણ થઈ જાય.”

જગતની વાસ્તવિકતાનું હૂબહૂ ચિત્રણ કરી સ્વામીશ્રીએ એક ઉપયોગી ઉપદેશ વહાવી દીધો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૬૦૮]

Nirupan

(1) Dhīraj dhar tu are adhīrā

Sadguru Devanand Swami

Misery Follows if One Transgresses Niyams

October 13, 1990. After the morning puja, Pramukh Swami Maharaj explained the meaning of the kirtan ‘Dhiraj dhar ne are! Adhirā’:

“We unnecessarily worry. However, God gave us this birth, so he will take care of us. When a mother gives birth, she starts producing milk, and after the child has grown, she stops producing milk. If one has been breastfed, he becomes strong enough to knock a wall down. Crops that grow on natural soil become strong. Today, they use fertilizer, so the crop that grows is of lower quality. In the past, high quality rice and wheat produced a fragrance, and when cooked, the fragrance would reach as far as 10 houses. Today, rice no longer gives off a good fragrance. If one is breastfed, then they grow to love their parents and their brothers (i.e. siblings).

“God already has the solution for everyone to live. He found a way for water to reach the top of the mountain. He has thought of animals and birds. He has given love so everyone can live together. However, man broke that love and kills animals and birds for money, so how can he be happy? God’s laws are eternal. If one goes against them, one will find misery. If one remains within his rules, then the world will operate properly and one will also attain liberation.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/608]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase