કીર્તન મુક્તાવલી
નિરૂપણ
(૧) અનુભવીને અંતરે રહે રામ વાસે રે
સાંજે ૪-૩૦ વાગે રવિભાઈ પંડ્યાને બંગલે-ઉતારે કથાના પ્રસંગમાં સ્વામીશ્રીએ સંતો પાસે કીર્તન ગવડાવી વાત કરી:
‘અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે...
ભાત દેખી ભૂલે નહિ અનુભવ ઉજાસે રે...’
“ભાત એટલે ભગવાં; કોઈ સંન્યાસી-મહાત્મા હોય, કોઈ સ્વામિનારાયણના સાધુ ભગવાંધારી હોય, તેને દેખી ભૂલો ન પડે. એકબીજાને ઓળખી લ્યે. ‘તુમ ભી આવ જા, તુમ ભી આવ જા,’ – એમ ભૂલો ન પડે.
“કોઈ શ્લોકોના, શબ્દોના ઝપાટા મારે પણ તેમાં ભૂલો ન પડે. તે ગમે તેવું બોલે પણ એકડા વગરનાં મીંડાં. એક મહાત્મા ભગવાનની વાત કરતા હતા, પણ કયા ભગવાન એ વાત ન આવે. (ભગવાનની) આરતી ઉતારવા ન આવ્યા. એમ એવાને દેખીને ભૂલો ન પડે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬/૧૪૪]
Nirupan
(1) Anubhavīne antare rahe Rām vāse re
At 4:30 in the evening, Yogiji Maharaj had sadhus sing a kirtan at Ravibhai Pandya’s bungalow and said:
“‘Anubhavi ānandmā brahmarasnā bhogi re,
Bhāt dekhi bhule nahi anubhav ujāse re...’
“‘Bhāt’ means saffron robes. There may be some sannyāsi or mahātmā or some Swaminarayan sadhu in orange robes; but he does not mistake them (for the Satpurush). He recognizes them. He does not think: ‘You are just as great...’
“If some say shloks from scriptures or proficiently quotes scriptures, he does not fall for that. No matter how greatly one may speak, it is all zeroes without a ‘1’ in front of them. One mahātmā was discoursing on the God, but which God? That was never answered. He never went to do ārti of God. Seeing such people, one would not mistake them for someone great.”
[Brahmaswarup Yogiji Maharaj: Part 6/144]