home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) હાંજી ભલા સાધુ હરિકી સાધ

સદ્‍ગુરુ મુક્તાનંદ સ્વામી

તા. ૨૬/૧૨/૧૯૮૬ મુંબઈમાં સાયંસભામાં ગવાયેલું ભજન ‘હાં જી ભલા સાધુ...’ સાંભળી પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા, “યોગીબાપા આ કીર્તન એવા ભાવથી ગાતા કે નકરી સાધુતાનાં જ દર્શન થાય.”

આ સમયે કોઈકે અરજ ઉચ્ચારી, “સ્વામી! આપ ગાઓ.”

“આપણને આવડે નહીં. આપણે નકલ કરવા જઈએ તોય ચાલે નહીં.”

આ શબ્દો દ્વારા નિખાલસતાને નિતારી કીર્તનનો મર્મ સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:

“જેણે તનની ઉપાધિ તજી હોય તેને જેમ-તેમ, જેવું-તેવું ચાલે. ‘જમવાનું સારું હોય, લેટરીન-બેટરીનની વ્યવસ્થા હોય,’ એવી બધી ગણતરી કરીને જઈએ તો કામ ન થાય. આવું વ્યવસ્થિત હોય ને હજારો બેઠા હોય તો જ પ્રવચન આપીએ એવું નહીં. એક હોય કે હજાર, સુવિધાની વાત જ નહીં. આ સાધુતાની મહેકની વાત છે. શરીર ભગવાન અને સંત માટે ઘસવાનું છે. ગુરુવચનમાં ટૂક-ટૂક થવાનું છે. ગુરુને રાજી કરવામાં તનની ગણતરી મૂકવાની ન હોય.

“ભગવાનની વાતમાં સંશય થયો તો આગળ ઉદ્ધાર ન થાય. જોગી મહારાજને એક વાર રોટલા કરવાનું કહ્યું તો ફરીથી કહેવું ન પડ્યું. આપણે એ ગુરુના શિષ્યો છીએ, તો એમનાથી ચાર આની તો થાય કે નહીં? એટલું કરીએ તોય ઘણું કર્યું કહેવાશે. રાજી કર્યા કહેવાશે. માટે જ્યારે જે આજ્ઞા થઈ એ ઉપાડી જ લેવાની હોય. ‘ફાવશે કે નહીં?’ એવું નહીં. ફાવે જ. કર્મે કરીને જગતમાં નિર્માનીપણે કેટલું કરીએ છીએ! રાત્રે બાર વાગ્યા સુધી કાળી મજૂરી થાય છે. તો ભગવાન અને સંત માટે વિચાર કેમ આવવો જોઈએ?

“હરિભક્તો પણ તનની ઉપાધિ ન તજે તો ભગવાનનું સુખ ન આવે. ગરમ ચા, રોટલી બધી સગવડ જોવા જાય તો એ બધું મંદિરમાં ક્યાંથી મળે? ઘેર જઈને લશ્કરી ચા પાંચ કપ પીજો ને! ગરમ પૂરી અને ગાદલાં એક નહીં, બે ઉપર સૂજો. પણ ભગવાન પાસે ગયા હોય તો ત્યાં આ લોચો રાખવો જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫/૫૫૧]

Nirupan

(1) Hājī bhalā sādhu Harikī sādh

Sadguru Muktanand Swami

On December 26, 1986, after the kirtan ‘Hājī bhalā sādhu’ was sung, Pramukh Swami Maharaj said, “Yogi Bapa sang this kirtan with such heartfelt emotion that one could see saintliness in him.”

At this point, someone made a request, “Swami, sing this kirtan.”

“I do not know how to sing. If I try to copy him, it will not go well.”

Swamishri spoke frankly, but then started explaining the meaning of the kirtan:

“Whoever has abandoned the troubles of this world would have no problem with anything - whether the food is good or the bathroom is up-to-date - if one counts on such things, then one cannot serve. One does not necessarily need a nice place and thousands sitting in the assembly to deliver a speech. Whether there is one or a thousand, one does not look for comforts. These words are about saintliness. One needs to wear the body away for Bhagwan and the Sant. One needs to obey the guru’s commands. To please the guru, one cannot look for comforts of the body.

“If one has doubts in Bhagwan, then one cannot progress. Jogi Maharaj was told to make rotlās (make food for the construction workers) once, and he did not have to be told again. We are the pupils of that guru, so can we not obey at least 25%? If we do that much, it will go a long way. We will have pleased him. Therefore, whatever the command is at the time, it should be followed. One should not doubt if they will be able to or not. Because of our karmas, look at how much we do with humility. We labor away till midnight. So why do we have second thoughts when it comes to doing something for Bhagwan and the Sant?

“If devotees do not abandon the comforts of the body, then one cannot derive bliss in worship of Bhagwan. If one seeks hot tea, good food, etc., how will one find all of that in the mandir? Why not go home and drink five cups of tea. Eat hot meals and sleep on two mattresses at home. But when we go near Bhagwan, one should give up such comforts of the body.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5/551]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase