home share

કીર્તન મુક્તાવલી

નિરૂપણ

(૧) હમ તો એક સહજાનંદ ગાવે

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

અસ્મિતાનું અમૃત

તા. ૨૦/૧૨/૧૯૯૬ની સાંજે સંતો તેમ જ સત્સંગીઓને ઉપયોગી થાય તેવો ઉપદેશ આપતાં પ્રમુખસ્વામી મહારાજે જણાવ્યું:

“પરમહંસોએ કીર્તન બનાવ્યું કે ‘હમ તો એક સહજાનંદ ગાવે...’ જે કંઈ છે એ સહજાનંદ છે. આપણો મોક્ષ, કલ્યાણ એના થકી છે. વેદ-ઉપનિષદોમાં જે કંઈ ભગવાનની વાત આવે છે તે સર્વ આ સહજાનંદ છે. તમને જે મળ્યું તે શ્રેષ્ઠ જ છે. બીજે ફાંફાં ન મારો. તેનાં જ ધ્યાન, ભજન, ભક્તિ બધું કરો. દુનિયામાત્રનાં શાસ્ત્રોનો સાર વચનામૃતમાં આવી ગયો! ‘સ્વામીનો વાતો’માં બધું આવી ગયું! આ અસ્મિતાની વાતો છે.

“નિત્યાનંદ સ્વામીને કેટલી નિષ્ઠા! મહારાજને કહ્યું કે, ‘તમે માંડવીની બજારમાં ભીખ માંગતા હો, પાંચ-સાત છોકરાં હોય તોપણ તમે ભગવાન છો એ નિષ્ઠા ન જાય.’ આ અસ્મિતા. ભગવાન ગમે તેવું મનુષ્યચરિત્ર કરે તોપણ કોઈ ફેરફાર ન થાય એ અસ્મિતા. ભગવાન અંધારામાં બેઠા હોય ને પોતાના અંગૂઠામાંથી તેજ નીકળે તોપણ ‘એમના પ્રતાપે છે’ એમ માને. તે વિના ‘હું’ થઈ જાય. પણ તારામાં પ્રકાશ આવ્યો ક્યાંથી? બજારમાં જઈએ તો પૈસોય આવે એમ નથી. એમનાથી જ સંપ્રદાય ચાલે છે.

“યોગીજી મહારાજે ‘હું’કારો કર્યો નથી. શાસ્ત્રીજી મહારાજ અને શ્રીજીમહારાજની જ વાત. કોઈ પણ આવે તો માનતા આપે, મહાપૂજા કરાવે. દોરા-ધાગા બધું ઉડાડી દીધું. એક જ સહજાનંદ! અસ્મિતા એટલે એમના સિવાય બીજો વિચાર ન થવો જોઈએ.

“સાચી વાત છે તો ડરવાનું શું કામ? ગુણાતીતાનંદ સ્વામીએ અભેસિંહને શું કહ્યું? ‘અમે સાચાબોલા સાધુ તો ખરા ને! બસ, ખરા ને! બસ, અમારા વચને શ્રીજીમહારાજને સર્વોપરી માનો.’ પરંતુ આપણને દૃઢ નથી થયું તેથી સંશય થઈ જાય છે. અસ્મિતા ન હોય તો ખલાસ થઈ ગયું. શાસ્ત્રીજી મહારાજને અસ્મિતા હતી કે ‘વાત સાચી છે’, તો દેહ પડે તો ભલે. ભગવાન માટે કુરબાન. બે હજાર સાધુની સંસ્થા સામે હતી. શાસ્ત્રીજી મહારાજને મારવા માટે પણ પ્રયત્ન થયેલા. એવા સંજોગોમાં મોળી વાત નથી કરી, માતરવાળા એક હરિભક્ત કહેતા ને કે, ‘અમે શાસ્ત્રીજી મહારાજનાં પોટલાં લઈને અહીં-તહીં ફર્યા કરતા.’ પણ એને ક્યાં ખબર હતી કે આ પોટલાં અમેરિકા પહોંચશે! શાસ્ત્રીજી મહારાજ જાણતા હતા. એમને અસ્મિતા હતી કે, ‘ભગવાન સ્વામિનારાયણ સાચા છે ને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે.’ આ અસ્મિતાથી ઝઝૂમ્યા. ખરેખરા ઝઝૂમ્યા.

“અસ્મિતા એટલે જે નક્કી છે તેમાં કાંઈ ફેરફાર ન થાય. ભલે ને ગમે તેટલાં પ્રલોભનો મળે! એની કોઈ જરૂર નથી. ભલે ભિખારી થઈ જવાય તોય શું વાંધો છે? માન-મોટપ, સુખ-દુઃખ મળે કે ન મળે. યોગીજી મહારાજ માટે કોઈ બે મત થઈ શકે નહીં. સુરતી દૂધપાકમાં હાથ પડ્યો છે. સો ટચનું સોનું છે. એમાં ફેરફાર નહીં. શાસ્ત્રીજી મહારાજ એક માણસને વાતો કરવા રાતોરાત જાગતા. કેટલી અસ્મિતા હશે! આપણા માટે અસ્મિતા બતાવી છે. એમનામાં આપણને ક્યારેય પણ, ત્રિકાળમાં એવો સંશય ન થવો જોઈએ કે, ‘આ ખોટું કરી, સમજાઈ ગયા છે.’

“ગમે તેવો વિદ્વાન અક્ષર-પુરુષોત્તમની વાત કાઢી નાંખે તોપણ આપણા મનમાંથી વાત જવી જ ન જોઈએ. ‘અમારી સમજણ બરાબર છે’ એવું છાતી કાઢીને કહેવું જોઈએ. અસ્મિતા હોય તો મન પાછું ન પડે. મોટાપુરુષે ખોટે રવાડે ચડાવ્યા નથી. યોગી મહારાજ જેવા પુરુષ બ્રહ્માંડમાં નથી. આપણને બીજું જોવાનું બહુ મન થાય. કલ્યાણ કરવું, એકાંતિક કરવા, વાસના ટાળવી, એ આ સત્પુરુષના હાથમાં છે. આજે પરદેશમાં યોગનું મહત્ત્વ વધતું જાય છે, પણ કેવળ યોગાસન, પ્રાણાયામ કરવાથી નિર્વાસનિક ન થવાય. આપણા સિદ્ધાંતને મૂકીને આપણે કહીએ કે ‘આનો સિદ્ધાંત સાચો છે’ તો એ અજ્ઞાન છે.

“આપણી વાત કર્યે જ રાખવી. ગામડે ગયા ને સત્સંગ ન થયો તો થાય કે: ‘સ્વામિનારાયણ ભગવાન હશે કે નહીં હોય?’ પણ સ્વામી કહેતા કે, ‘પ્રસાદ ખાય તે કૂકડો થઈને બોલશે.’ એમને એટલી અસ્મિતા કે, ‘બે, ચાર, પાંચ, દસ વર્ષે પણ સત્સંગી થશે.’ માટે કોઈ પણ પ્રકારે એમાં વિચાર ન કરવો. આ વાતમાં ખૂબ દૃઢતાપૂર્વક રહેવું. એમના સ્વરૂપમાં, એમના કાર્યમાં કોઈ શંકા ન થાય. બધી વસ્તુમાં દિવ્યતા, દિવ્યતા, દિવ્યતા, દિવ્યતા, દિવ્યતા, દિવ્યતા!

“આ માર્ગે ચાલ્યા છીએ તો એ ગમે ત્યારે નસ્તર મૂકી દેશે ને આપણામાંથી બધું કાઢી નાંખશે. આપણે અવિશ્વાસ ન લાવવો. એ મળ્યા છે તો સોએ સો ટકા થવાનું જ છે. આવાં ઉત્તમ વચનો ધારવાં, વિચારવાં, તો કોઈ પ્રકારનો વાંધો નહીં આવે. આપણે ભૂલા પડ્યા જ નથી.”

અડતાલીસ મિનિટ સુધી અસ્ખલિત વહેલા આ વાક્‌પ્રવાહમાં સ્વામીશ્રીનું મુખ નહીં, પણ રોમ રોમ બોલતું રહ્યું. તેઓના રૂંવાડે રૂંવાડે રહેલા અક્ષર-પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જ આજે સૌને અસ્મિતાનું અમૃત પિવડાવી ગયા.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૩૦૪]

Nirupan

(1) Ham to ek Sahajānand gāve

Sadguru Premanand Swami

December 20, 1996. Pramukh Swami Maharaj imparted a message useful to sadhus and devotees alike:

“Paramhansas wrote the kirtan ‘Ham to eak Sahajanand gave’ (I only sing of Sahajanand). Our liberation is only through him (Sahajanand, i.e. Shriji Maharaj). The references to God in the Vedas and Upanishads are all of Sahajanand. What you have attained is the greatest. Others are just wandering aimlessly. So, only meditate and worship Sahajanand. The essence of all the scriptures in the world is captured in the Vachanamrut and the Swamini Vato. These talks are about pride (in what we have attained).

“Look how convinced Nityanand Swami was of Maharaj! He said to Maharaj, ‘If you are begging for food in the Mandavi bazaar and have 5 or 7 children, my conviction that you are God will not end.’ No matter what type of human-like action God performs, one would not sway - that is pride. If God is sitting in the dark and light emanates from one’s own toe, one would still believe it is due to Maharaj’s powers. If one does not believe it was due to Maharaj, then one would believe it’s all because of ‘me’. But where did the brightness in you come from?

“Yogiji Maharaj never once said ‘I’. He only gave credit to Shastriji Maharaj and Shriji Maharaj. If anyone came (for blessings), he would tell them to do mahapuja (in Gondal Aksharderi). He had devotees give up superstitions and gave them the refuge of only Sahajanand. Pride means no thoughts other than Shriji Maharaj.

“What we have attained is true, so why fear? Gunatitanand Swami said to Abhaysinha, ‘Am I not an honest sadhu? Then believe my words that Shriji Maharaj is supreme.’ In contrast, we have doubts because this is not firm. Shastriji Maharaj believed (the Aksharpurushottam principle) was true so he sacrificed his life for God, even in the face of death. The Vartal sampraday with 2,000 sadhus were against him. Yet, he never spoke discouraging words.

“Pride means there can be no change in our faith - no matter what incentives we are offered. We have no need for that, even if we become beggars, whether we are honored or insulted, whether we attain happiness or misery. Shastriji Maharaj would stay up all night to speak to one person. What pride! He has shown pride for us. Therefore, we should never - in the past, present, or future - have doubts that he told us wrong and gave us the wrong beliefs.

“Even if a great scholar discredits the principle of Akshar-Purushottam, we should not forsake it. We should bravely say our belief is correct. If we have pride, our mind will not back down. The Mota-Purush has not lead up on the wrong path. There is no Purush in the universe like Yogiji Maharaj. To liberate us, make us ekantik, destroy our desires is all in the Satpurush’s hands.”

As Swamishri spoke for 48 minutes continuously, pride in Akshar-Purushottam Maharaj, his guru Shastriji Maharaj and Yogiji Maharaj oozed from his every word.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8/304]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase