home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) કેને દુઃખ દેવાનો દિલમાં રે ભૂલ્યે ભૂંડો ભાવ નથી

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

ઑગસ્ટ, ૧૯૫૬. આ વખતે સ્વામીશ્રી સાથે ફરતા એક ડોળી સંતની માથાની ગરમ ટોપીમાં કોઈ ટીખળી યુવકે કૌચ ભભરાવી. તે સંતને આ ખબર પડી એટલે તેણે કોઈ ન જાણે તેમ સ્વામીશ્રીની ટોપી સાથે પોતાની કૌચવાળી ટોપી બદલી નાખી. ટોપી પહેરવા જતાં સ્વામીશ્રીને માથામાં ખૂબ જ ખૂચવા લાગ્યું ને ખંજવાળ આવવા લાગી. સ્વામીશ્રીની ચામડી અતિ કોમળ તેથી લાલઘૂમ થઈ ગઈ. પછી તો છાણ વગેરેથી માથું ધોયું અને ખંજવાળ કંઈક ઓછી થઈ.

આ વાતની મોટેરા હરિભક્તોને ખબર પડી. તેઓ તે સંત પર પગલાં લેવા વિચારવા લાગ્યા. તે જાણી સ્વામીશ્રીએ કહ્યું, “એમને કોઈએ કાંઈ કરવાનું નથી. આ વાત સંભારવી જ નહિ. આપણને કાંઈ થયું જ નથી અને થવાનું નથી.”

સ્વામીશ્રીના મુખ પર કોઈ પ્રકારની ગ્લાનિનાં ચિહ્ન નહોતાં. આવા પ્રસંગોમાં એમને ક્યારેય રોષ કે વેરની રંચમાત્ર લાગણી ઉદ્‌ભવી નહોતી. કૃતઘ્ની જીવો ઉપર પણ કેવળ દયા જ વરસાવી છે. સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીનાં વચનો એમને સહજ સિદ્ધ હતાં:

‘કેને દુઃખ દેવાનો દિલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી,

પર ઉપકારે પળેપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી.’

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨]

Prasang

(1) Kene dukh devāno dilmā re bhulye bhunḍo bhāv nathī

Sadguru Nishkulanand Swami

August, 1956. During Yogiji Maharaj’s travels, one yuvak put some itchy material in one sadhu’s warm cap. This sadhu found out, and secretly, he switched his warm cap with Swamishri’s warm cap. Swamishri wore the cap and instantly started itching. His skin was delicate, and it became bright red. They washed it off after applying cow dung, decreasing the itchiness somewhat.

The senior devotees found out and began to take steps toward that sadhu. Swamishri learned that the devotees are planning to take steps toward that sadhu and said, “Do not do anything to that sadhu. Forget this ever happened. Nothing happened to me and nothing will happen to me.”

There were no signs of despair on Swamishri’s face. When faced with incidents like this, Swamishri has never reacted with anger and never generated any thoughts of revenge. He showered compassion toward those who were ungrateful toward him. Nishkulanand Swami’s words were easily seen in Swamishri:

Kene dukh devāno dilmā re, bhulye bhunḍo bhāv nathī;

Par upkāre paḷpaḷmā re, ūpje īchchhā antarthī...

[Brahmaswarup Yogiji Maharaj: Part 2]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase