home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) માનો મળી છે મોટી વાત હાથ આવી તે મા હારજો રે

સદ્‍ગુરુ નિષ્કુળાનંદ સ્વામી

પ્રમુખસ્વામી મહારાજે તા. ૭/૧/૧૯૮૭ની સાયંસભામાં યોજાયેલા ‘બાળ-કવિમેળા’ને પોતાની ઉપસ્થિતિથી ધન્ય કરી ઉતારે પરત પધાર્યા. અહીં તેઓ વાળુ કરવા બિરાજ્યા ત્યારે લીલા નાળિયેરની વાતો નીકળી. તે વખતે કોઈકે કહ્યું, “કલકત્તામાં એને દાભ કહે છે.”

આ સાંભળી સ્વામીશ્રી ચોસઠપદી ગ્રંથમાં જ્યાં ડાભ શબ્દ આવે છે એ આખું પદ – ‘માનો મળી છે મોટી વાત...’ લટકાં કરતાં બોલી ગયા. લગભગ અડધી સદી પહેલાંના પોતાના અધ્યયનકાળ દરમ્યાન સ્વામીશ્રીએ આવાં પદોનો મુખપાઠ કર્યો હશે! ત્યારબાદ વધતી ગયેલી સેવા-પ્રવૃત્તિને કારણે પુનરાવર્તન કરતા રહેવાનો મેળ તો તેઓને પડ્યો જ નહીં હોય. તેમ છતાં આજે તેઓના મુખે કડકડાટ બોલાયેલું આ આખું પદ તેઓની સતેજ યાદશક્તિનો એક પુરાવો બની રહ્યું.

તેથી ચકિત થયેલા સંતોએ પૂછ્યું, “સ્વામી! કેમ અત્યારે કીર્તન ગાવાનો ઉમંગ આવી ગયો?”

“કો’ક વખત આવા ઊભરા આવી જાય.” હસતાં-હસતાં સ્વામીશ્રીએ કહ્યું.

તેઓનો આ કો’ક વખતનો ઊભરો સૌ માટે કાયમી સ્મૃતિ બની ગયો.

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૬]

Prasang

(1) Māno maḷī chhe motī vāt hāth āvī te ma hārjo re

Sadguru Nishkulanand Swami

On January 1, 1987, Pramukh Swami Maharaj graced the evening assembly ‘Bal-Kavimela’ and then returned to his quarters. When he sat to eat dinner, a chat about green coconuts broke out. Someone said, “In Kolkata, they call it dābh.”

Hearing this, Swamishri sang, with hand gestures, the verse ‘Māno maḷī chhe motī vāt’ from the Chosath Padi which includes the word ‘dābh’. Swamishri must have memorized these verses almost 50 years ago when he was still studying. And what followed was constant activity! What time did he have to review the verses? This was a testament to Swamishri’s powerful memory.

The swamis, amazed by Swamishri’s memory, asked, “Swami, what prompted you to sing right now?”

“Occasionally, I get this eagerness to sing.” Swamishri replied laughing.

His occasional eagerness created a memory for those who were present.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/6]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase