કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) જનુની જીવો રે ગોપીચંદની
લાગ્યો સંસારીડો આગ જી
તા. ૧૯૭૪/૩૦/૯ના રોજ સ્વામીશ્રી સાંજની સભા માટે મંદિરે પધાર્યા. આ કથામાં પોતાના પુત્રોને વૈરાગ્યની ભગવી ચૂંદડી ઓઢાડનાર માતા મદાલસાની વાતમાં સભા મગ્ન બની ગયેલી. એ જ કથાનો તંતુ આગળ વધારતાં સ્વામીશ્રી પણ બોલ્યા:
“દીકરો વિલાયત છે એમ માની બેસી રહે છે, તેમ સાધુ થયો હોય તો માનવું કે વિલાયત ગયો છે. નાનપણથી જ હાલરડાં ગાવાં પડે. ભણાવી-ગણાવી સાધુ થવા કહે તે કાંઈ માને? નાનપણથી જ એવો ઉપદેશ તે થઈ ગયા. ધર્મના સંસ્કાર માટે મા-બાપે પ્રયત્ન કરવો જોઈએ. આ તો બૅબી સીટર(ભાડૂતી પાલક)ને સોંપી દે તે રાત્રે આવી સૂઈ જાય ને સવારે હાલવા માંડે. અમે ‘સ્કૂલમાં માંસ ખાય છે?’ એમ પૂછીએ તો બાપ કહે, ‘અહીં તો ચાલે છે.’ નાનપણથી આંગળી દોરી મંદિરમાં લઈ ગયા હોય તો મોટો થાય ત્યારે સાધુ થવા આવે. પરણાવે ત્યારે રાંડશે એવો વિચાર થાય છે? તેમ અહીં પણ ‘પાછો આવશે તો?’ તેવો વિચાર ન કરવો. સંસ્કાર હોય તો પાછો જ ન પડે. લાખો પાઉન્ડની દુકાન કરે ને દેવાળું પણ ફૂંકે. પણ ભગવાનના દરબારમાં સોંપે તે કાંઈ ન થાય. જીવતાંને જોવાના છે. મરેલાને શું જોવા? આ ઈશ્વરભાઈ કોઠારીએ રાજીપો લઈ લીધો. સંસ્કારી, સેવાભાવી છોકરો આપી દીધો. સંત સ્વામીની સેવા કરે છે. ભગવાનના દરબારમાં આવતાં વિચાર કરે. જુગારી, વ્યભિચારી, દારૂ પીએ તે ખોટું દેખાતું નથી. ત્યાગી થવા જાય ત્યારે આવા વિચાર કરે. સમજ્યા તેટલા બાવા થયા. બીજા શું સમજે? હાલરડાં બધા ગાજો નિરાંતે...”
સ્વામીશ્રીની આજની વાતોમાં સંસાર છોડાવવાનો સૂર મુખ્યપણે વહેતો રહ્યો. વિષયમાં જોડે એવા તો ઘણા મળે પણ તોડે એવા તો એક ગુણાતીત સંત જ હોય, કારણ કે “વિષય દુઃખરૂપ છે” એવું કહેતાં કોઈની જીભ ઊપડે નહીં. જેને વિષય વિષવત્ થઈ ગયા હોય તે જ આમ બોલી શકે અને તેની જ વાતોની અસર પણ થાય. તેથી આ વખતના સ્વામીશ્રીના પ્રવાસમાં તેઓની આવી વૈરાગ્યપ્રચૂર વાણીથી ઘણાને ‘લાગ્યો સંસારીડો આગ જી…’ જેવું થઈ ગયેલું. નવ મહિનાના આ વિદેશ-પ્રવાસની ફળશ્રુતિરૂપે, નવ વિદેશી યુવાનો સાધુદીક્ષા લેવા માટે સ્વામીશ્રી પાસે આવી પહોંચેલા.
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૪૯૯]
Prasang
(1) Janunī jīvo re Gopīchandnī
Sansār Was Set on Fire
September 30, 1974, Pramukh Swami Maharaj arrived in the evening sabhā. During the kathā, everyone in the assembly were engrossed in listening to the story of Madālshā, who inspired her sons to renounce. When Swamishri’s turn came to speak, he continued the thread from the story:
“When one’s son lives abroad, parents will sit peacefully believing he is safe abroad. Similarly, if one’s son becomes a sadhu, we should believe he has gone abroad. One has to sing hālardā (lullabies) of renunciation from childhood. If one has raised their son, educated their son, will he agree to become a sadhu when he is grown? But ones who became sadhus were given this direction from childhood. Parents should put effort into giving sanskārs of dharma from childhood. Yet, what we see is parents hiring baby sitters; at night they come home and sleep and in the morning, they leave for work. If we ask, ‘Do they eat meat in school?’ They respond, ‘Here, it’s alright if they do.’ If they were taken to a mandir holding their finger from childhood, then he will come to become a sadhu when grown. When he is married off, do we think his wife will die one day? Similarly, we should not think: What if he comes back after becoming a sadhu? If he has sanskār, he will not fall back. If one invests hundreds of thousands of pounds in a shop, one might go into debt. But, when one’s son is offered to God, nothing will happen to his parents. We should look at the ones that are living. Why should we look at the dead? Ishwarbhai Kothari here has gained rājipo. He gave his sanskāri son. He serves Sant Swami (Santvallabh Swami). People think before they come into God’s court. However, no one sees anything wrong when someone (their son) gambles, commits adultery, drinks alcohol. But, if he wants to become a sadhu, one has to think about it. Only those who really understood became sadhus. What do others understand?”
Tunes of renouncing worldly life flowed from Swamishri’s mouth. Many in this world will connect them to sensual pleasures; but how many can break the enjoyment of sensual pleasures? Only the Gunatit Sant can do that, because no one else can say “The sensual pleasures are the form of misery.” Only one who considers the sensual pleasures equivalent to poison can say such words and only his words are effective. Therefore, on this world tour, when Swamishri spoke of such vairāgya, many felt their sansār was burned. After nine months of travel, nine foreign youths were ready to renounce and become sadhus.
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/499]