કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) અમે રે જડભરત જોગિયા
નહીં ઇચ્છું નવીનજી
૧૯૭૬/૫/૮, મુંબઈ. ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે મુંબઈમાં તા. ૧૯૭૬/૮/૫ની સવારે યોજાયેલી પ્રભાતફેરીમાં સ્વામીશ્રી પણ સામેલ થતાં એક કલાક સુધી દાદર અને માટુંગાના માર્ગો સ્વામિનારાયણ મહામંત્રનાં ગુંજન તથા સ્વામીશ્રીનાં દર્શનથી પવિત્ર થતા રહ્યા.
આ પ્રભાતફેરી બાદ પુનઃ સ્નાનવિધિ માટે જઈ રહેલા સ્વામીશ્રી સેવકને પોતાનું ફાટેલું ગાતરિયું સંધાવીને તૈયાર રાખવાની તાકીદ કરતા ગયા. પરંતુ તેઓએ સ્નાન બાદ ધોતિયું ધારણ કર્યું અને જ્યાં ગાતરિયું માંગ્યું ત્યારે સેવકે નવું વસ્ત્ર ધર્યું. તે ન લેતાં સ્વામીશ્રીએ પૂછ્યું, “સાંધવા આપેલું ક્યાં છે?”
“અત્યારે આ પહેરી લો. પેલું દિવસ દરમ્યાન સંધાવી રાખીશ. કાલે તે પહેરજો.” સેવકે જણાવ્યું.
પણ શબ્દ સાથે તેના આશયને પણ તે જ ઘડીએ પામી જનારા સ્વામીશ્રી સંતોનો પોતાને નવું ગાતરિયું પહેરાવવાનો ‘પ્લૉટ’ સમજી ગયા. તેથી તેઓએ કહ્યું, “અત્યારે જ સંધાવીને લઈ આવો. મારે તે જ ગાતરિયું ઓઢવું છે.”
“પણ અત્યારે કોની પાસે સંધાવવું?”
“પેલા શામજી ભગત સાંધવાવાળા છે ને!” સ્વામીશ્રીએ તરત ઉપાય સૂચવ્યો. તેઓ આગળ કોઈ ઠાગા-ઠૈયા ન નભે. કંઈક કામ અંગે તેઓ પૂછતા એ તો એમની ઉદારતા હતી. બાકી તેઓ પાસે ઉપાય, ઉપચાર અને ઉપકરણ બધું તૈયાર રહેતું.
પરંતુ સંતોને તીવ્ર ઇચ્છા કે: “સ્વામીશ્રી સાંધેલું પહેરે તે કરતાં નવું જ લે તો સારું.” તેથી તેઓએ કહ્યું, “અત્યારે એ ભગતને ક્યાં શોધવા?”
“મંદિર છોડી થોડા જતા રહ્યા છે? ગમે ત્યાંથી શોધી કાઢો.” સ્વામીશ્રીએ મક્કમતાપૂર્વક કહ્યું.
છેવટે દરજીકામ જાણનારા એ પાર્ષદ આવ્યા અને તેઓ પાસે ગાતરિયું સંધાવવામાં આવ્યું ત્યાં સુધીની લગભગ ૧૫-૨૦ મિનિટ સ્વામીશ્રી રાહ જોઈ રહ્યા. ગાતરિયું સંધાઈને આવ્યા પછી પણ તેઓએ તેને આખું તપાસીને પાકું કરી લીધું કે: “બદલીને નવું તો નથી આપ્યું ને!”
અંતે, કરોડોની સંસ્થાના ધણી થઈને જ્યારે તેઓએ સાંધેલું ગાતરિયું શરીર પર લપેટ્યું ત્યારે વાતાવરણમાં પંક્તિઓ ગુંજી રહી: ‘જૂનાં પાનાં પટ પે’રશું, નહીં ઇચ્છું નવીનજી... અમે રે જડભરત જોગિયા...’
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૮૭]
Prasang
(1) Ame re Jaḍbharat jogiyā
We Will Not Desire New
May 8, 1976, Mumbai. In anticipation of the bicentennial celebration of Bhagwan Swaminarayan, Pramukh Swami Maharaj joined the sadhus who went around Matunga singing the Swaminarayan mahāmantra.
After this, Swamishri went to bathe. Swamishri had asked his attendant sadhu to have his torn gātariyu sewn while he bathed. However, when he asked for the old gātariyu after his bath, the attendant gave him a new one. Swamishri asked, “Where is the old one that was to be sewn?”
Attendant said, “Wear this for now. I will have the other one sewn later. Wear that tomorrow.”
Swamishri understood the ‘plot’ of the sadhus was to have Swamishri wear a new gātariyu from now on. So he said, “Have it sewn right now. I want to wear the old one only.”
“But who can sew it right now?”
“Shamji Bhagat.” Swamishri provided the solution instantly. Swamishri always had the answers ready.
“Where can we find him now?” The sadhus tried to argue.
“Did he leave the mandir? Find him from anywhere.” Swamishri replied.
Ultimately, the pārshad who was skilled in sewing came and spent 15-20 minutes to sew it while Swamishri waited. Swamishri examined it carefully to ensure the sadhus did not switch it with a new one.
Despite being the president of BAPS and a guru of millions, he preferred the old for himself. The quality described by Nishkulanand Swami is evident in Swamishri’s life: ‘Jūnā pānā paṭ pe’rashu, nahī ichchhu navīnjī... Ame re Jadbharat jogiyā...’
[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3/187]