કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) ભજન કર ભાવશું પ્રગટ પરબ્રહ્મનું
વર્ણી મહાપ્રભુ ગોપનાથમાં પાંચ રાત્રિ રહીને ત્યાંથી નીકળી ઝાંઝમેર પધાર્યા. ઝાંઝમેરમાં એક વિપ્રે પરોણાગત કરી. તેના પ્રારબ્ધમાં આ લાભ મળવાનો હશે. વિદુરની ભાજી જમવા છેક જમુનાતટ ઉપર તેની ઝૂંપડીમાં ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા, તેમ નીલકંઠ વર્ણી પણ જ્યાં જ્યાં ભાવિક ભક્તો હતા તેમને ત્યાં પધાર્યા. જેમણે જે ભાવથી અર્પણ કર્યું તે પોતે અંગીકાર કર્યું. એટલી અલ્પ ભેટથી પ્રસન્ન થઈ તેમને પરમપદ-અક્ષરધામ બક્ષિસ આપી દીધું. ‘પરમ ઉદાર અતિ ચતુર સ્વામી’ એ બિરુદ સાર્થક કર્યું. ઝાંઝમેરમાં ભક્તના ભાવ પૂરા કર્યા.
[ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧]