home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) રાજે ગઢપુર મહારાજ પૂરણ બ્રહ્મ પરમાત્મા જો

સદ્‍ગુરુ પ્રેમાનંદ સ્વામી

એક વખતે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોના પ્રસંગમાં અચાનક સનાળાવાળા ભાઈજીભાઈને યાદ કર્યા. સ્વામીશ્રીએ પૂછ્યું, “સનાળાવાળા ભાઈજીભાઈ ક્યાં છે? સભામાં હોય તો અમારી પાસે આવો.” એટલે તે દૂર બેઠા હતા ત્યાંથી ઊઠીને સ્વામીશ્રી પાસે આવ્યા.

તેમને જોઈ સ્વામીશ્રીએ તેમને કહ્યું, “‘મત પંથને માથે મેખ મારી, લીધા જન છોડવી જો’ એ કીર્તન બોલો.” એટલે ભાઈજીભાઈ તે કીર્તન બોલવા લાગ્યા.

તે વખતે ધર્મતનયદાસજી જે હજુ શ્વેત વસ્ત્રધારી પાર્ષદ હતા તે સ્વામીશ્રીને પવન નાખતા હતા. એ કીર્તન સાંભળતાં સાંભળતાં સ્વામીશ્રી ડોલતા હતા. શ્રીજીમહારાજે કલ્પિત મત, પંથ અને ભેખનાં સ્વરૂપ ઉઘાડાં પાડ્યાં. મોટા મોટા મહંતો જે કેવળ ત્યાગીનો સ્વાંગ ધરીને બેઠા હતા અને ભોળા લોકોને ભરમાવતા હતા, તેમને પોતાના પરમહંસો દ્વારા સાચી સાધુતાનું દર્શન કરાવ્યું. વિદ્વત્તાના અભિમાનમાં રાચતા વિદ્વાનોને સાધુતા વિના શાંતિ નથી એ સમજાવ્યું. શ્રીજીમહારાજે ભાગવતધર્મનું સ્થાપન કરી, સમગ્ર ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ઉજ્જ્વળ કીર્તિ કરી. સ્વામીશ્રી શ્રીજીમહારાજના મહિમાનું આ કીર્તન સાંભળતાં સાંભળતાં ઊંડા ઊતરી ગયા. એટલામાં આરતીનો ડંકો થયો એટલે સ્વામીશ્રી શાસ્ત્રી ધર્મતનયદાસજીનું કાંડું પકડી દર્શને પધાર્યા.

[અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨/૩૦૧]

Prasang

(1) Rāje Gaḍhpur Mahārāj pūraṇ Brahma Paramātmā jo

Sadguru Premanand Swami

Once, Gunatitanand Swami suddently remembered Bhaijibhai of Sanala during his discourse and asked, “Where is Bhaijibhai of Sanala? Bring him here if he is present in sabha.” Bhaijibhai came near Swamishri.

Swamishri said, “Sing the kirtan that has the words: ‘Mat panthne mathe mekh, mārī lidhā jan chhoḍvī jo’.”

Bhaijibhai sang the kirtan.

Dharmatanaydasji was fanning Swamishri, while Swamishri was swaying to the words of the kirtan. Shriji Maharaj had exposed the self-professed doctrines and fraudulent sadhus. He exposed the great mahants who were merely disguised as sadhus and who were deceiving the naïve people by showing the people true qualities of sadhus exemplified by the paramhansas he initiated. He explained to the arrogant scholars that there is no peace without imbibing the qualities of sadhus. He established Bhagwat Dharma and spread the fame of the Swaminarayan Sampraday. Hearing this kirtan extolling the greatness of Maharaj, Swamishri became deeply engrossed in the words. The arti bell rang and Swamishri held Dharmatanaydasji’s wrist and went for darshan.

[Aksharbrahman Shri Gunatitanand Swami: Part 2/301]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase