કીર્તન મુક્તાવલી
પ્રસંગ
(૧) યોગી આંખડી તમારી આ જમુનાનાં નીર છે
‘ઘનશ્યામ’ હૃદયે મૂર્તિ યોગીની સ્થિર છે
ગઈકાલે રાતે સ્વામીશ્રીના સાંનિધ્યમાં રેડિયો આર્ટિસ્ટ અલીભાઈ તથા વલીભાઈનાં ભજનોનો કાર્યક્રમ હતો. સ્વામીશ્રીએ પૂછ્યું હતું, “આપણા ઘનશ્યામભાઈ ગવૈયા ક્યાં છે? તેમને બોલાવો. ભજન સાંભળીએ.”
તેમના મિત્ર જીલુભા આ ભજન મંડળીમાં હતા. તેમણે કહ્યું, “બાપા! તેઓ હાલ કચ્છમાં છે.”
સ્વામીશ્રી બોલ્યા, “આવતીકાલે એકાદશી આવે છે. તે ભજનો ગાય તો સારું.”
જીલુભા કહે, “બાપા! એ તો શક્ય નથી. આપ ગોંડલ છો એ તેમને ખબર નથી.”
સ્વામીશ્રી કહે, “તે આવે તો સારું.”
પરંતુ આજે એકાદશીએ ૪-૦૦ વાગે તો ઘનશ્યામભાઈ ગોંડલ આવી ગયા હતા! જીલુભાને અત્યંત આશ્ચર્ય થયું. ઘનશ્યામભાઈ પાસે જઈને તેમણે કહ્યું, “સ્વામીબાપાએ તમને ગઈકાલે બહુ યાદ કર્યા.”
ઘનશ્યામભાઈએ જવાબ આપતાં કહ્યું, “મને પણ કોઈ બોલાવતું હોય – ખેંચતું હોય, તેમ અંતરાત્મામાં લાગતું હતું!”
રાત્રિસભામાં ઘનશ્યામભાઈ આવ્યા. સ્વામીશ્રી તેમને જોઈને અત્યંત રાજી થઈ ગયા અને બોલ્યા, “અમે તમને યાદ કરતા હતા.”
“બાપા! હું તો કચ્છમાં હતો. ત્યાંથી કેવી રીતે આવી શકું? પરંતુ આપે જ ખેંચ્યો છે!” ઘનશ્યામભાઈ આનંદિત થતાં બોલી ઊઠ્યા.
એ પછી તેમણે કીર્તનોની રસલહાણ કરી. પ્રગટનાં કીર્તનોથી સભાજનો પણ દિવ્ય આનંદમાં ગરકાવ બની ગયા. સ્વામીશ્રી પણ તેમના પર અત્યંત પ્રસન્ન થયા. અંતરના ભક્તિભાવથી સ્વામીશ્રીના મહિમાગાનનું એક કીર્તન તેમણે રચી દીધું. હૈયાના આર્દ્રભાવને શબ્દસ્થ કરીને, દર્દને ઘૂંટી ઘૂંટી દીનભાવે પ્રાર્થનામાં મગ્ન બનતો આ અલગારી કવિ ઘનશ્યામ, ભક્તોનાં હૃદયને સ્વામીશ્રીનાં ચરણે આંસુ બનાવીને વહાવી દેતો.
સ્વામીશ્રી પણ તેમણે રચેલા આ પદને સાંભળતાં ઓઠીંગણ છોડીને ખસતાં ખસતાં આસનની ધાર ઉપર આવી ગયા. શબ્દોમાં ઘૂંટાયેલી આરઝૂનો હાર્દ સ્વીકારવામાં લીન બની ગયા.
સૌનાં હૃદયમાં ફરી ફરીને કીર્તન ગુંજ્યા કરતું હતું:
યોગીજી આંખડી તમારી, આ જમુનાના નીર છે,
જો જો જરા નજર કરી, આ ઈજા ગંભીર છે...
ઇચ્છા બધી મટાડીને, આશા પૂરી કરો;
‘ઘનશ્યામ’ હૃદયે મૂર્તિ, યોગીજીની સ્થિર છે... ૫
કીર્તન પૂરું થતાં જ ઘનશ્યામની આંખો વહેવા લાગી. સ્વામીશ્રીનાં નેત્રો પ્રેમપ્રવાહથી કરુણા નિતારી રહ્યાં હતાં. ભાવિક ભક્તોનાં અંતસ્તલ આ વાતાવરણથી ભીંજાઈ ગયાં. બ્રહ્મના આહ્લાદનો સૌને અનુભવ થયો. સ્વામીશ્રીએ તેમને ખૂબ ધબ્બા આપ્યા. હાર પહેરાવી, પ્રસાદ આપી, ખૂબ પ્રસન્નતા બતાવી.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫]
Prasang
(1) Yogī ānkhḍī tamārī ā Jamunāṇā nīr chhe
Yogi’s Murti Is Fixed In Ghanshyam’s Heart
The day prior, Alibhai and Valibhai, two radio personalities, had sang some bhajans in a program in presence of Yogiji Maharaj. Swamishri had asked, “Where is Ghanshyambhai? Call him so we can listen to his bhajans.”
Ghanshyambhai’s friend Jilubha was in this singing group and had said, “Bapa, he is currently in Kutch.”
Swamishri had replied, “Tomorrow is Ekadashi. If he is present to sing bhajans, it would be wonderful.”
Jilubha had responded, “Bapa, that is not possible. He does not know you are in Gondal right now.”
Swamishri simply had said again, “If he comes, it would be wonderful.”
Today on the day of Ekadashi, Ghanshyambhai had arrived in Gondal at 4 am. Jilubha was surprised to see Ghanshyambhai. He asked, “Swami Bapa remembered you a lot yesterday.”
Ghanshyambhai replied, “I felt as if someone was calling me, pulling me. I felt it in my heart!”
In the evening sabhā, Ghanshyambhai came. Swamishri was overjoyed seeing him and said, “I had remembered you.”
“Bapa! I was in Kutch. How could I possibly come here from there? But you drew me here.” Ghanshyambhai gleefully said.
Then, Ghanshyambhai started singing kirtans of the manifest and the audience became absorbed in the bliss. Swamishri was also pleased with him. Ghanshyambhai wrote a kirtan that was full of devotion and sang with humility and affection. Swamishri was leaning against a pillow while Ghanshyambhai was singing. However, hearing such affectionate words of the kirtan coming from his heart, he inched forward toward the edge of his seat and became lost in listening to Ghanshyam’s heart calling out.
The kirtan echoed in everyone’s heart as well.
Yogī ānkhḍī tamārī ā, Jamunāṇā nīr chhe;
Jojo jarā najar karī ā, ījā gambhīr chhe...
The kirtan ended with tears rolling down Ghanshyam’s eyes, while Swamishri’s eyes showered love and compassion. Everyone else present were drenched as well. Swamishri patted him in the back many times, garlanded him, and gave him prasād.
[Brahmaswarup Yogiji Maharaj: Part 5]