home share

કીર્તન મુક્તાવલી

પ્રસંગ

(૧) મને સંત મળ્યા ભગવંત મળ્યા

શ્રી પરમાનંદ ભટ્ટ

જે સત્સંગીઓની છાયા છે

તા. ૨૨/૯/૧૯૯૨. પ્રમુખસ્વામી મહારાજે ગાડીને ત્રાપજ તરફ લેવડાવી. આ ગામમાં રહેતા કવિ શ્રી ત્રાપજકરના નામે પ્રસિદ્ધ ૯૧ વર્ષીય પરમાનંદ ભટ્ટે સ્વામીશ્રીને દર્શન દેવા પધારવાની અરજ ગુજારતો પત્ર લખેલો. તેનો પ્રત્યુત્તર રૂબરૂ પાઠવવા સ્વામીશ્રી જઈ રહેલા.

પરંતુ આ કવિના સરનામાથી સ્થાનિક વ્યવસ્થાપક સોમપ્રકાશદાસ સ્વામી પણ અજાણ હતા. છતાં ઘર પૂછતાં-પૂછતાં સ્વામીશ્રી ઠીક ઠેકાણે જઈ પહોંચ્યા ત્યારે ત્રાપજકર તો માંદગીને કારણે સંપૂર્ણ પથારીવશ હતા. તોયે સ્વામીશ્રીનાં દર્શનમાત્રથી ઝણઝણાટી અનુભવી ઊભા થઈ ગયેલા તેઓએ સ્વામીશ્રીને એક દંડવત કરી દીધો.

પોતાના પત્રનો સ્વામીશ્રીએ આપેલો આ લાગણીસભર જવાબ જોઈ તેઓ વર્ષો પહેલાં પોતે જ લખેલી પંક્તિઓ ‘મને સંત મળ્યા, ભગવંત મળ્યા; મારાં જનમોજનમનાં પુણ્ય ફળ્યાં...’ને સાક્ષાત્ અનુભવી રહ્યા! તેથી ગદ્‌ગદ હૃદયે તેઓ એટલું જ બોલી શક્યા, “સ્વામી! આપની બહુ કૃપાદૃષ્ટિ છે.”

ભાવનગરના મહારાજા અહીં આવતા ત્યારે તેઓ સમક્ષ કલાકોના કલાકો સુધી અસ્ખલિત વાક્‌પ્રવાહ વહેવડાવતા આ કવિને આજે સ્વામીશ્રીના પ્રેમે મૂક કરી દીધા! એ જ અવસ્થામાં તેઓને આશીર્વાદ આપી સ્વામીશ્રી વિદાય થયાના અઢારમા દિવસે કવિ શ્રી ત્રાપજકર અક્ષરવાસી થયા. આ સમયે સૌને ઘર પૂછતાં-પૂછતાં તેઓ પાસે પહોંચેલા સ્વામીશ્રીની ક્રિયાનો મર્મ વધુ પકડાયો.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬/૨૨૧

Prasang

(1) Mane sant maḷyā Bhagvant maḷyā

Shri Paramanand Bhatt

On September 22, 1992, Pramukh Swami Maharaj had the driver steer the car toward Trapaj. In this village lived 91 years old poet Paramanand Bhatt, who was known as Shri Trapajkar. He had written a letter to Swamishri to come give him darshan during his final moments. Swamishri was answering his last wish; however, even Somprakashdas Swami, the local sadhu in the area, did not know how to find his house. Determined to find his house, Swamishri finally found his house by asking people on the way.

Shri Trapajkar was bedbound when Swamishri arrived. Nevertheless, on seeing Swamishri, the poet was infused with energy - he stood up and prostrated once to Swamishri.

Years ago, Shri Trapajkar wrote the kirtan ‘Mane Sant malyā Bhagwant malyā; marā janmo-janamnā punya falyā’. In Swamishri’s presence, the poet only managed to speak these words: “Swami, you shower us with great compassion.”

When the Maharaja of Bhagnagar came here, this poet was able to prolifically speak for hours. Today, he was left speechless due to Swamishri’s love. Swamishri blessed the poet and departed. On the 18th day, Shri Trapajkar became a resident of Aksahrdham. Everyone understood why Swamishri found his house even by asking around and gave him final darshan.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6/221]

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase