કીર્તન મુક્તાવલી

2-1271: શ્રીજી મહારાજે કહ્યા એવા પ્રમુખ સ્વામી

શ્રીજી મહારાજે કહ્યા એવા પ્રમુખ સ્વામી

સાઘુ નિર્દોષમુનિદાસ

શ્રીજી મહારાજે કહ્યા, એવા પ્રમુખ સ્વામી મળ્યા;

જેમાં હરિ અખંડ રહ્યા, એવા પ્રમુખ સ્વામી મળ્યા... ꠶ટેક

માન અપમાન જેને સમાન,

મન કર્મ વચને દૃઢ વર્તમાન;

 સદ્‌ગુણ સાગર કહ્યા... શ્રીજી મહારાજે ꠶૧

હરિ ભક્તિમાં રહે આસક્ત,

સંસારથી સદા વિરક્ત;

 ઉત્તમ ભક્ત કહ્યા... શ્રીજી મહારાજે ꠶૨

સર્વ જગતના સદા આધાર,

અનંત જીવોનો કરે ઉદ્ધાર;

 કલ્યાણ કરનાર કહ્યા... શ્રીજી મહારાજે ꠶૩

એવા સત્પુરુષ ગુરુ મળ્યા,

સકલ પુરણકામ થયા;

 નારાયણસ્વરૂપ કહ્યા... શ્રીજી મહારાજે ꠶૪