કીર્તન મુક્તાવલી
2-1259: રાજી રહો ને સ્વામી જીવન હું આપની
રાજી રહો ને સ્વામી જીવન હું આપની
સાધુ યોગેન્દ્રદાસ
રાજી રહો ને સ્વામી જીવન હું આપની,
વાણીના વહેણમાં વહાવું,
હું ને વેરી દઈને આપમાં ખોવાઈ જઉં,
ડૂબી જાઉં ને તરી જાઉં... રાજી રહોને સ્વામી. ધ્રુવ.
આપનો રાજીપો તો જીવનું જીવન છે,
રાંકને અમૂલ ધન લાધે,
કાચા આ કોડિયામાં આપનાં જ અજવાળાં,
આતમો અંતિમ લક્ષ સાધે,
આપના જાદુમાં હું એવો ઝડપાઈ જાઉં,
આપનો દીવાનો બની જાઉં... રાજી રહોને સ્વામી. ૧
પાવક બન્યા છો મારા પાપો પ્રજાળવા,
આપની કરુણામાં ભીંજાઉં,
સાંજ ને સવાર મન મૂર્તિમાં લીન રહે,
શ્રીજીનું સુખ હું તો પાવું,
આપના વચનમાં રહે નિત્ય વિહાર મારો,
સેવક હું આપનો કહાવું... રાજી રહોને સ્વામી. ૨
Popular Views
3. ઓ મનમાળી છો સુખકારી આપ ગુરુહરિ મહંત સ્વામી
4. શાસ્ત્રી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્યે મળ્યો છે
5. ઘડી ના વિસારું તને પલ પલ સંભારું
6. વિચર્યા અપરંપાર અમોને કરવા સુખિયા
7. કેમ રે ભુલાય હો કેમ રે ભુલાય
8. ભાગ્ય જાગ્યા મારા ભાગ્ય જાગ્યા
10. મુને મહંતસ્વામીની લગની લાગી
11. રાજી રહો ને સ્વામી જીવન હું આપની
12. તમારી પાંખમાં સ્વામી અમે તો મસ્ત થૈ બેઠા
13. એક ટાંકણું ખમ્યો ને મને ચહેરો મળ્યો
Note: Streaming kirtan videos will incur data usage. This website is not responsible if you go over your data usage and are charged by your provider. Ensure you are streaming on Wi-Fi if you have a limited data plan.