॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ઇન્દ્ર

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

બ્રહ્મદેવના એક દિવસમાં ચૌદ ઇન્દ્ર થઈ જાય છે. ૩૦,૮૫,૭૧,૪૨૮ વર્ષે ઇન્દ્ર બદલાય છે. ઇન્દ્રનાં જુદાં જુદાં નામ હોય છે. અત્યારે સાતમો ઇન્દ્ર રાજ્ય કરે છે. તેની પત્નીનું નામ શચી છે. જયંત અને જયંતી એ તેના પુત્ર અને પુત્રી છે. ઇન્દ્ર દેવતાઓનો મુખ્ય અને સ્વર્ગનો રાજા છે. પોતાની નગરી અમરાપુરીમાં રહે છે. મહેલના બાગમાં પારિજાત અને કલ્પવૃક્ષ વગેરે છે. કામદુઘા ગાય છે. આઠ માથાવાળો લીલા રંગનો ઉચ્ચૈઃશ્રવા નામનો ઘોડો છે. સાત સૂંઢવાળો ઐરાવત હાથી છે. ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યા સાથે દુર્વ્યવહાર કર્યો અને શરીર પર હજાર ભગ (છિદ્ર) થયાં હતાં. તેણે સો યજ્ઞો કર્યા હતા તેથી તે શતક્રતુ કહેવાય છે.

Indra

People in Shastras

Fourteen Indras pass in one day of Brahmā. A new Indra rules after 308,571,428 years. Each Indra has a different name. Currently, the seventh Indra is ruling. His wife’s name is Shachi. His son and daughter are Jayant and Jayanti, respectively. Indra is the chief among the devas and is the king of Swarg. He lives in his city called Amarāpuri. His palace garden houses the Pārijāt tree and the Kalpavruksha tree. He has a cow called the Kāmdughā. He has a red colored horse with eight heads named Uchchaihishravā. He has an elephant with seven trunks named Airāvat. He had an improper relationship with Gautam Rishi’s wife Ahalyā and was cursed by Gautam Rishi. He is known as Shatkratu because he performed 100 yagnas.

SELECTION
by GROUP અન્ય પાત્રો અવતારો આચાર્યો ઈશ્વરો પરમહંસો ભગવાન સ્વામિનારાયણ મૂર્તિઓ શાસ્ત્રોમાં આવતાં પાત્રો સત્સંગી ભક્તો by PRAKARAN અમદાવાદ અશ્લાલી કારિયાણી ગઢડા અંત્ય ગઢડા પ્રથમ ગઢડા મધ્ય જેતલપુર પંચાળા ભૂગોળ-ખગોળ લોયા વરતાલ સારંગપુર

Type: Keywords Exact phrase