॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

પંચાળા-૭: નટની માયાનું

નિરૂપણ

સંવત ૧૯૧૯, હુતાશનીનો સમૈયો કરવા વડતાલથી સાધુ વિષ્ણુપ્રસાદદાસજી તથા હરિસ્વરૂપદાસજી, હરિપ્રસાદદાસજી વગેરે જૂનાગઢ આવ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ આ સમૈયામાં વર્તમાનકાળે મહારાજનો શો અભિપ્રાય છે અને સિદ્ધાંત છે તે સમજાવતાં કહ્યું, “મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ગોળા ખાવા, ટાટ પહેરવાં, કૂતરું બોલતું ન સંભળાય એટલે છેટે રહેવું, ભણવું, મંદિરો કરવાં ઇત્યાદિક અનેક પ્રકારનો રાજીપો હતો અને વર્તમાનકાળે શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો, તો તેની ઉપર મહારાજ રાજી, રાજી ને રાજી જ છે.”

[બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત: ૭૫]

Samvat 1919. Sadhu Vishnuprasāddāsji, Hariswarupdāsji, and Hariprasāddāsji came to Junāgadh for Hutāshani festival. Gunātitānand Swāmi explained what Mahārāj’s internal wish and principle is today by saying, “In the past, Mahārāj was pleased by various means: eat food squeezed into balls, wear rough garments, remain distant from a village such that a dog’s bark is not heard, study, build mandirs, etc. But what about today? Mahārāj has explained this in the Vachanāmrut regarding the māyā of a magician - to understand Mahārāj’s form is free of any flaws; in the same way, the form of the Sant is also free of any flaws; and obeying the commands of God and keeping the company of a good Sadhu. Mahārāj is pleased, pleased, pleased with one who does that.

[Brahmaswarup Shri Prāgji Bhakta: 75]

પંચાળાનું સાતમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી, “આ પ્રગટ ભગવાનને નિર્દોષ સમજ્યેથી કાંઈ કરવું બાકી રહેતું નથી. ને ચમત્કાર જણાય તો શેખજીની પેઠે જીરવાય નહીં, ગાંડું થઈ જવાય. માટે કસર જેવું રાખ્યું છે. ભગવાનને નિર્દોષ સમજ્યાથી નિર્દોષ થઈ રહ્યો છે ને દોષ જણાય છે તે તત્ત્વના દોષ છે ને નિર્દોષ તો એક ભગવાન જ છે. ને દેશકાળ તો ભગવાનને ના લાગે, જીવને તો લાગે; કારણ કે પ્રારબ્ધ કર્મે દેહ છે તે ખોટા પ્રારબ્ધનો થર આવે ત્યારે દેશકાળ લાગે પણ ઉપાસ્ય મૂર્તિને નિર્દોષ સમજ્યાથી, એ દોષે રહિત થઈ રહ્યો છે.”

સિંધી મુસ્લિમ ભક્ત શેખજી શ્રીજીમહારાજના સત્સંગી હતા. એક વાર પોતાના સિંધમાં સત્સંગ કરાવવા માટે તેમણે ઇચ્છા કરી તેથી શ્રીજીમહારાજે તેમને મોકલ્યા અને ઐશ્વર્ય આપતાં કહ્યું, “તમારી દાઢીનું જે ધ્યાન કરશે તેને સમાધિ થશે. પરંતુ તમારે આ પાંચ વાતનો સંપૂર્ણ ખ્યાલ રાખવો: ૧. સ્ત્રીઓને વાત કરશો નહીં. ૨. જરિયાન વસ્ત્રો ધારણ કરશો નહીં. ૩. ગળ્યું-ચીકણું જમશો નહીં. ૪. સિંધ સિવાય બીજે ક્યાંય રોકાશો નહીં. ૫. કોઈના અંતરમાં પ્રવેશ કરશો નહીં, ને કરો તો તેની ગુપ્ત વાત કોઈની પાસે પ્રકાશ કરશો નહી.” પરંતુ ઐશ્વર્ય મળ્યા પછી છકી ગયેલા શેખજીએ આ નિયમોનો ભંગ કર્યો. પછી “હું ભગવાન છું” એમ પ્રચાર કરવા લાગ્યા. મહારાજે તેમનું ઐશ્વર્ય પાછું ખેંચી લીધું.

[સ્વામીની વાતો: ૫/૧૨૪]

After having Vachanāmrut Panchālā-7 read, Swami said, “By understanding this manifest God (Bhagwan Swāminārāyan) to be free from all blemishes, there is nothing else left to do. And if God gives powers, one would not be able to control those powers - they would go mad like Shekhji. Therefore, God has kept some deficiencies in us. By understanding God as fault-free, one also becomes fault-free. The flaws that are experienced are of the material elements and only God is truly fault-free. Also, place and time do not affect God, but they do affect the jiva. Since the body is formed from the prārabdha karmas, when impure prārabdha karmas bear fruit, then place and time have an impact. But by knowing the manifest form of God as fault-free, then one is also in the process of becoming fault-free.

One Muslim Shekhji was a satsangi of Shriji Mahārāj. He expressed his desire to spread satsang in the Sindh region to Shriji Mahārāj, so Mahārāj gave him powers, “Whoever meditates on your beard will experience samādhi. However, keep five restrictions in mind: 1) Never speak to women. 2) Never wear fine clothes. 3) Never eat sweet and oily foods. 4) Never stay anywhere except Sindh. And 5) Never enter anyone’s mind and read their thoughts or spread their thoughts. However, after receiving powers, he lost control and trangressed all of these five rules. Then he started saying he is God, so Mahārāj took back his powers.

[Swāmini Vāto: 5/124]

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો, “દેહ છતાં બ્રહ્મરૂપ કેવી રીતે થવાય?”

ત્યારે યોગીજી મહારાજ કહે, “પંચાળા ૭માં કહ્યું કે અક્ષરધામ ભગવાનનું સ્વરૂપ છે, ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ્’ મુજબ ગુણાતીત મૂળ અક્ષર – પરમ સત્ય સ્વરૂપ છે અને મહારાજ તો વ્યતિરેક, પરના પર રહે છે. તેના સ્વરૂપનો એટલે ગુણાતીતનો મહિમા જાણીએ ત્યારે જ જેવો છે એવો યથાર્થ મહારાજનો મહિમા સમજાય. ગુણાતીતના સંગે બ્રહ્મરૂપ થાય ત્યારે જ પરબ્રહ્મની સેવાનો અધિકારી બને.”

[યોગીવાણી: ૨૫/૪૩]

Yogiji Mahārāj was asked a question, “How can one become brahmarup while possessing the body?”

Yogiji Mahārāj answered, “In Panchālā 7, Mahārāj has said Akshardhām is God’s form, according to ‘Dhāmnā svena sadā nirastakuhakam...’. Gunātitānand Swāmi is Mul Akshar - an eternal form. And Mahārāj is distinct from all and transcend that which transcends all. To understand his mahimā, we must understand the mahimā of the Gunātit Sant, only then will we thoroughly understand Mahārāj’s mahimā. When one becomes brahmarup by associating with the Gunātit Sant, we will become worthy of serving Parabrahma.

[Yogi Vāni: 25/43]

યોગીજી મહારાજ કહે, “ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, ત્યારે નર-નાટક કરે છે. પંચાળા ૭ પ્રમાણે. તેમાં પણ આપણે નટના સ્ત્રી-છોકરાં થઈ જઈએ તો એ માયા કળાય, પણ સભાજન થઈએ તો એ માયા કળાય નહીં. તેમ ભગવાન કે મોટાપુરુષના સંબંધી થઈએ, તો જ આપણે ભગવાનનું સ્વરૂપ જેવું હોય તેવું ઓળખી શકીએ. તે સિવાય તો ઓળખાય જ નહીં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૦૯]

Yogiji Mahārāj said, “When God incarnates on the earth, he puts on a show like a magician, according to Panchālā 7. If we become the wife or children of the magician, then we will see through his magic tricks. However, if we become his audience, we will not see through his magic tricks. Similarly, if we become the relatives of God or the Motā-Purush, then we will be able to recognize God’s form; otherwise, we will never be able to recognize him.”

[Brahmaswarup Yogiji Mahārāj: 2/109]

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવાં ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો અને આ વર્તમાનકાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું ને ભગવાનની આજ્ઞા પાળવી ને રૂડા સાધુનો સંગ રાખવો; તો તેની ઉપર મહારાજ રાજી રાજી ને રાજી જ છે.” એમ કહીને મસ્તક ઉપર કળાઈ૧ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા...”

[સ્વામીની વાતો: ૩/૩૮]

Gunātitānand Swāmi said, “Previously, Maharaj was pleased in many ways, such as, meditation, renunciation, spreading Satsang, establishing mandirs and teaching, etc. – all these pleased him. Presently, by what is Maharaj pleased? Well, in the Vachanamrut entitled ‘The Maya of a Magician’ (Panchala-7), God’s form is described as without any faults. Maharaj’s form should be understood in that way and this Sadhu’s form should also be understood like that. Also Maharaj’s commands should be followed and the company of a good sadhu should be kept – with such a person Maharaj is truly, truly, truly pleased...”

[Swāmini Vāto: 3/38]

ઈ. સ. ૧૯૯૫ના ઝોળીપર્વના એકાદ દિવસ પૂર્વે સ્વામીશ્રી અમદાવાદમાં ભોજન લઈ રહ્યા હતા, ત્યારે આચાર્ય સ્વામી તેમની આગવી રમૂજી શૈલીમાં બધાને આનંદ કરાવતાં સ્વામીશ્રીનો મહિમા ગાઈ રહ્યા હતા કે, “સ્વામી! આ તો મહારાજે સંકલ્પ કર્યો કે જ્ઞાની-અજ્ઞાની સર્વે મને દેખો (પ્રથમ ૭૮) ત્યારે એમને આપનો યોગ થયો ને અમારો પત્તો પડ્યો.” વગેરે...

આ સાંભળી સંતો અંદરોઅંદર ચર્ચા [કરવા] લાગ્યા કે પંચાળા ૭ પ્રમાણે જ્ઞાનીને મતે તો ભગવાન સર્વત્ર ને સદૈવ છે છે ને છે જ. તો પછી એ જ્ઞાનીનો સમાવેશ મહારાજે પોતાના સંકલ્પમાં શા માટે કર્યો? સ્વામીશ્રી જમતાં જમતાં બધા સામું જોઈ રહ્યા હતા. તેમની ચકોર નજરે સંતોની અંદરોઅંદર શરૂ થયેલી ચર્ચાને જોઈ લીધી અને વાતનો મુદ્દો જાણી લીધો.

આચાર્ય સ્વામી બોલતા હતા એવામાં વચમાં જ પોતે બોલ્યા કે, “મહારાજે પ્રથમ ૭૮માં જે જ્ઞાનીની વાત કરી છે તે તો આ લોકના ઇતિહાસ, પુરાણ, (વેદ ઉપનિષદ્, ગીતા, ભાગવત આ તમામ) સત્શાસ્ત્રના અર્થ કરવામાં, વિજ્ઞાન (science) ને ટૅક્નોલોજીમાં જે નિષ્ણાત છે, હોશિયાર છે, તેને જ્ઞાની તરીકે ગણ્યો છે. બાકી ભગવાનના સ્વરૂપનો જે પૂર્ણ જ્ઞાની છે તે તો ભગવાનને પ્રત્યક્ષપણે દેખે જ છે. તેવા જ્ઞાની માટે સંકલ્પ નથી કર્યો.”

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨, શ્વેતવૈકુંઠ સ્વામી]

1995, Amdavad. Acharya Swami was singing Swamishri’s praises while he was having his lunch. “Swami! It’s only because Shriji Maharaj made a wish (Vachanamrut Gadhada 1-78) that: ‘may all men, ignorant and enlightened alike be able to see Me’, that we are to come into your contact, or else who knows where we’d be!”

Upon hearing this, some of the other sadhus began discussing among themselves that, “In Panchala 7, Shriji Maharaj says that one who is enlightened sees God’s divinity everywhere. If so, then why did Shriji Maharaj wish for enlightened people to see Him too?” Swamishri stayed silent for a while, watching and listening to what everyone had to say.

Then as Acharya Swami was speaking Swamishri interrupted, “The term ‘enlightened’ used in Vachanamrut Gadhada 1-78 is in reference to those who are learned in scriptural knowledge (Veda, Gita, etc.), those who are naturally intelligent and those who are experts in the fields of science and technology. His wish is that these people may also be able to see Him. Whereas one who has been enlightened by realizing God’s true form, sees God before him (everywhere and at all times). Thus Maharaj doesn’t need to wish that these people be able to see Him!”

[Divine Memories - Part 2, Swetvaikunth Swami]

તા. ૧૦-૧-૭૮ મંગળવારને દિવસે નકુરુ (કેન્યા)માં પૂજા બાદ સ્વામીશ્રીએ વચનામૃત લોયા ૧૧નું નિરૂપણ કર્યું. અંતે ઉપસ્થિત ભક્તોને પુષ્પો આપતા હતા. તે દરમ્યાન સ્વામીશ્રીને પૂછ્યું કે આ વચનામૃતનું નિરૂપણ સદ્‍ગુરુ સંતો અને મોટેરા હરિભક્તો પાસે સાંભળીએ છીએ ત્યારે બધાનો એક જ સૂર રહ્યો છે કે પતિવ્રતાની ટેક તો અજ્ઞાની ને અવિવેકી માટે છે પણ જ્ઞાનીને માટે નથી; તો શું જ્ઞાની માટે પતિવ્રતાની સમજણ નથી?

સ્વામીશ્રી હરિભક્તોને પુષ્પ આપતાં બોલ્યા કે, “સાચો જ્ઞાની-વિજ્ઞાની તો પરમ વિવેકી છે. તેને તો ત્રણેય કાળમાં ને ત્રણેય અવસ્થામાં ભગવાન હાજરાહજૂર છે છે ને છે જ. (પંચાળા ૭) એને ભગવાન સિવાય બીજું કંઈ નજરમાં જ નથી. એટલે એને તો પતિવ્રતાની ટેક સહજ સિદ્ધ છે. એ માટે એને ઉપદેશવાની જરૂર નથી પણ જે અવિવેકી છે તેને તો પતિવ્રતાની ટેકનો ઉપદેશ વિશેષે કરીને કરવો પડે. પણ બંનેને એ ટેક તો ખરી જ.”

[જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨, શ્વેતવૈકુંઠ સ્વામી]

January 10, 1978. Nakuru, Kenya. As usual Swamishri read a Vachanamritam after his puja. Today he explained Vachanamrut Loya 11. Afterwards, he was meeting the devotees when a question was put to him, “Whenever sadguru sadhus or senior devotees explain this Vachanamrut, they all give a common definition that one who is ignorant is required to keep irrevocable fidelity towards God. Whereas, it is not so essential for one who is enlightened. So don’t they need to keep fidelity towards God?”

Swamishri replied, “One who has been truly enlightened will see God in all three states (consciousness, deep sleep, dream) thus at all times. He feels God’s presence continuously (Panchala 7), and he sees nothing but God. Automatically he develops fidelity towards God, thus he doesn’t actually need to be told to keep such fidelity. Whereas one who has not been enlightened, he needs to be reminded repeatedly. That’s the difference between the two. But ultimately, both must keep fidelity towards God.”

[Divine Memories - Part 2, Sadhu Shvetvaikunthdas]

ભગવાનનું બધું મધુર

નૂતન વર્ષની પ્રથમ અમૃતધારારૂપે પ્રમુખસ્વામી મહારાજે પંચાળાનું સાતમું વચનામૃત વાંચીને જણાવ્યું કે:

“આપણાં તત્ત્વો છે તેવાં ભગવાનમાં નથી. ભગવાનની રાસલીલામાં પરીક્ષિતને સંશય થયો. શુકદેવજી ત્યાગી હતા, સાધુ હતા. પહેલાં તો તેમને શંકા થવી જોઈએ, પણ ન થઈ. મનના મેલ સાફ કરવાની ફેક્ટરી સંત-સમાગમ છે. માતા બાળકને શુદ્ધ બનાવે છે તેમ સંત જીવને શુદ્ધ કરે છે. ભગવાન મળ્યા તેનો આંનદ રાખવો. અક્ષરધામમાં તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ સમજીએ છીએ, પણ મનુષ્યરૂપ હોય તોય તેવું ને તેવું જ દિવ્ય સમજવું. અર્જુન વિશ્વરૂપ જોવા સમર્થ ન થયા. બતાવે તોય દુઃખ - સહન ન થાય તેથી, અને ન બતાવે તોય દુઃખ - જોવાની ઇચ્છા રહ્યા કરે તેથી. માટે જ્ઞાન થાય તો બેય વાતે સુખ થાય.

“ભગવાનનું બધું મધુર છે. આણંદમાં શાસ્ત્રીજી મહારાજને છ આનાની ટિકિટ ન મળી છતાં તેમને ભગવાનનું દિવ્ય સ્વરૂપ સમજનારા મોતીભાઈ, આશાભાઈ વગેરે કેવા ભક્તો! શાસ્ત્રીજી મહારાજે છેલ્લી અવસ્થાએ આરસનું મંદિર કર્યું! બીજા તો મકાન બાંધે ને બારી-બારણાં રહેવા દે. અટલાદરામાં શાસ્ત્રીજી મહારાજ હરિભક્ત સમક્ષ ગઢડાની આર્થિક સંકડામણ અંગે રડ્યા. તેમાં આર. યુ. પટેલે રૂપિયા લાવી દીધા. તેમનું રડવું પણ દિવ્ય.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪/૫૬૬]

Everything about God is Sweet

On the Hindu New Year’s day, Pramukh Swami Maharaj spoke after having Panchala 7 read:

“The elements the make us are not found in God. Parikshit questioned God’s divine action of playing rās [with the Gopis]. Shukdevji was a renunciant, a sadhu; so, he should have had doubts in God’s actions. But he did not. The factory to cleanse the mind of filth is the association with the Sant. Just as a mother bathes her child, the Sant cleanses the jiva. One should remain joyful for attaining God. We already understand God’s form in Akshardham is divine; but when he comes in human form, it should be understood as divine just the same. Arjun was not capable of observing God’s Vishwarup. When he was shown, he was miserable because he could not tolerate it (observing the terrifying vast form). If it was not shown, he would be miserable, because the desire to see it still remains. Therefore, only when one gains gnān will one be happy in both cases.

“Everything about God is sweet (pleasant). In Anand, Shastriji Maharaj could not find someone to pay for a ticket worth 6 pence. However, look at the devotees like Motibhai, Ashabhai, and others who perceived him as divine. In his last days, Shastriji Maharaj built a marble mandir. Others who build a house would leave the doors and windows (would not be able to complete it). In Atladra, Shastriji Maharaj cried in front of the devotees regarding the lack of money for Gadhada mandir. R. U. Patel gave money. His crying was also divine.”

Parikshit was a king and had the association of women. However, he perceived human traits in Krishna because he played rās with the Gopis. Shukdevji, however, had renounced the contact of women but he did not question Krishna’s actions.

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4/566]

SELECTION
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૨ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૩ * જેવા મેં નિરખ્યા રે - ભાગ ૬ * પરાભક્તિ * બ્રહ્મના સંગે * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૭ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR
Go

Type: Keywords Exact phrase