ADecrease text size   AIncrease text size   

॥ સ્વામીની વાતો ॥

200 Swamini Vato

૧૫૧. ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે, જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ, માન ને ઈર્ષ્યા ન રાખવી. (૫/૧)

151. Having attained God, one must now maintain constant awareness, recognize the Sadhu and not harbour obstinacy, ego or jealousy.

૧૫૨. મનને ધાર્યે ભજન-ભક્તિ વગેરે કરે છે તેમાં અંતરે શાંતિ નહિ, પણ ભગવાન ને સાધુના કહ્યા પ્રમાણે કરે તો શાંતિ થાય છે. (૫/૪૫)

152. Offering devotion, etc. as per the whims of one’s mind does not bring peace within, but if one does as per the guidance of God and his Sadhu, one attains peace.

૧૫૩. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજે જે, દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું; એમ સમજીને સુખિયો રહે. (૧/૫૬)

153. Even if one encounters intense misery, like the final destruction of the world, one who has firmly developed the upāsanā of God understands that the body will die one day and we (the ātmā) will go to God’s abode. With this understanding one remains happy.

૧૫૪. વાછડાને દૂધનો સ્વાદ છે અને ઈંતડીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા-પીવાનું સુખ ને માન-મોટાઈનું સુખ તે લોહી જેવું છે ને નિજાત્માનં બ્રહ્મરૂપં એ સુખ દૂધ જેવું છે. (૧/૫૫)

154. A calf enjoys the taste of milk while a flea tastes only blood. Similarly, the pleasures of eating, drinking and worldly status are like blood, whereas the pleasure of ‘Nijātmānam brahmarupam’, i.e. believing oneself as brahmarup, is like milk.

૧૫૫. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં છે, ને શ્વેતદ્વીપમાં છે, ને બદરિકાશ્રમમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ ચાર ઠેકાણાં વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. (૧/૪૬)

155. Material pleasures are condemned in Akshardham, Shvetdwip, Badrikashram1 and in the presence of a great God-realized Sadhu in this world. Apart from these four places, everywhere else, material pleasures are respected.

૧૫૬. પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે અને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે; ને પ્રેમીનું તો ભગવાન તથા સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહિ. (૧/૪૧)

156. The devotion of one who is affectionate is (shallow) like water in a tank, while the devotion of one who is spiritually wise is (deep) like the water of an artesian well. God and his Sadhu have to look after the affectionate (to keep them in Satsang), but not the spiritually wise.

૧૫૭. આવા સાધુને મનમાં સંભારીએ તો મનનાં પાપ બળી જાય ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો. (૧/૩૦)

157. Remembering this Sadhu in the mind destroys the sins of the mind; listening to his talks destroys the sins of the ears; and engaging in his darshan destroys the sins of the eyes. Understand his glory in this way.

૧૫૮. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય, વાણિયાનો દીકરો વાણિયો કહેવાય તેમ આપણે પુરુષોત્તમની ઉપાસનાનો દેહ બંધાણો તે અક્ષરરૂપ થયા છીએ માટે પોતાનું સ્વરૂપ અક્ષર માનવું. (૫/૧૨૯)

158. A brahmin’s son is called a brahmin and a merchant’s son is called a merchant [due to their bloodline]. Similarly, our spiritual body has been forged by upāsanā of Purushottam; hence, we have become aksharrup, so we should believe our form to Akshar.

૧૫૯. જેમ ગાય વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ. (૨/૪)

159. Just as a cow releases milk for its calf, if a devotee surrenders his mind to his guru, he will free him from the inner faculties of ignorance. But without this it will not be removed.

૧૬૦. મોટાને વિષે મનુષ્યભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે, ‘એની કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્યભાવ છે.’ (૧/૧૦૨)

160. How can one check to find out that one perceives no human traits in the great (Sadhu)? The answer, “Seeing no faults in any of his actions is to see divinity.”

૧૬૧. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત્ત કહ્યાં છે તે સર્વે આવા સાધુનાં સમાગમ ને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે. (૧/૫૪)

161. Many difficult atonements for sins have been described in the scriptures. But they all become redundant in the company and darshan of such a Sadhu. Such is the importance of his darshan.

૧૬૨. આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે. (૧/૧૨૫)

162. In this world, the intelligent do not worship God and one who becomes ‘mad’ does.

૧૬૩. એક રુચિવાળા બે જ હોઈએ તો હજારો ને લાખો છીએ ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. (૧/૩૩૪)

163. Two people with the same inclination are equal to thousands and hundreds of thousands. Without this, know that even if we are thousands and hundreds of thousands, we are alone.

૧૬૪. મૂંઝવણ આવે તો કેમ કરવું? એ પ્રશ્ન પૂછ્યો, તેનો ઉત્તર કર્યો જે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય. (૧/૨૭૨)

164. What should one do when in difficulty? This question was asked. The answer, chant ‘Swaminarayan, Swaminarayan,’ so that the worry is resolved.

૧૬૫. જ્ઞાન થયું તે કેનું નામ જે, શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને તથા સંગે કરીને ફરી જવાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય. (૫/૨૭૮)

165. When can spiritual wisdom be said to have been attained? When, even after listening to scriptures or somebody’s talks or through someone’s company, one does not waver in one’s understanding, that is called true spiritual wisdom.

૧૬૬. અર્ધોઅર્ધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે અને આ તો મોટાં કારખાનાં થયાં તે કાંઈ ખૂટે એમ તો છે નહિ. (૨/૫૧)

166. Only those who budget at least half their time to listen to spiritual discourses will remain spiritually well. These are big projects (of building mandirs, etc.), so there is no likelihood that this work will come to an end.

૧૬૭. સૌ કોઈ કોઈક આધાર વડે સુખી રહે છે, પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. (૨/૮૭)

167. Everyone remains happy due to some reason. But become eternally happy due to two things – God and ātmā – and leave the many other forms of support.

૧૬૮. લાખનો ત્યાગ કરીને એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે, ‘પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા,’ એમ છે તે જાણવું. (૨/૯૨)

168. Renounce even a hundred thousand to associate with the One. And Maharaj used to say, “The Pandavs renounced everyone and retained Shri Krishna. One should know it is like this.”

૧૬૯. મોટાઈ તો મહારાજને પુરુષોત્તમ જાણે ને આજ્ઞા પાળે તેની છે. પ્રગટ હોય ત્યારે સર્વે આજ્ઞા પાળે પણ છેટે ગયા પછી પછવાડેથી આજ્ઞા બરાબર પાળે તે ખરા. (૫/૧૩૬)

169. Greatness lies in knowing Maharaj as Purushottam and observing his commands. When God is manifest everyone follows his will, but when he is at a distance and one still follows his commands properly, then one is a true devotee.

૧૭૦. ત્રણ જણ સુખિયા: એક તો મોટા સાધુ કહે તેમ કરે તે, તથા મનનું કહ્યું ન માને તે જ્ઞાની, તથા કાંઈ જોઈએ નહીં તે, આશા હિ પરમં દુઃખં નૈરાશ્યં પરમં સુખમ્ - એ ત્રણ સુખિયા છે. (૫/૨૦૨)

170. Three kinds of people are happy: one who does as the great Sadhu says, the spiritually wise who does not accept the thoughts of his mind and one who does not need anything. ‘Āshā hi paramam dukham nairāshyam paramam sukham.’ These three are happy.

૧૭૧. હરિભક્ત આગળ વાતું કરવાની આજ્ઞા કરી કે વાતું કરજો; તે વાતું તે શું જે, ‘સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે.’ એમ વાતું કરજો. (૧/૨૬૯)

171. Instructions were given to talk before the devotees. What are those talks? That, Swaminarayan is God, Swaminarayan is God. Talk like that.

૧૭૨. પાપીનો વાયરો આવે તો સાઠ હજાર વરસનું પુણ્ય જાતું રહે ને આ સાધુનો વાયરો આવે તો સાઠ હજાર વરસનું પાપ બળી જાય ને પુણ્ય થાય. (૪/૫૦)

172. If the wind blows from the direction of a sinner, then 60,000 years of merits are lost. And if the wind blows from the direction of a Sadhu, then 60,000 years of sin are burnt away and merits accrue.

૧૭૩. જીવ તો બહુ બળિયો છે. તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય? એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે. (૧/૧૮)

173. The jiva is very powerful. When it is in the body of a lion, how much strength does it have? But when in the body of a sheep, the same jiva becomes meek.

૧૭૪. અલભ્ય લાભ મળ્યો છે અને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ અને આજ તો સત્સંગની ભરજુવાની છે ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ આપણને મળ્યો છે. તેમાં રસ ઘણો ને સુગમ પણ છે. (૧/૧૬૩)

174. This is an incredible opportunity and we have attained ultimate liberation. Today satsang is in the peak of its youth. We have received the central (soft and juicy) portion of the sugarcane. There is a lot of juice in it and is convenient to eat.

૧૭૫. કેટલીક કસર ત્યાગ-વૈરાગ્યથી ટળશે ને કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે ને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું ને બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે પણ કસર રહેવા દેવી નથી. (૧/૬૩)

175. Some drawbacks will be cured through renunciation and detachment, some through spiritual knowledge, some through devotion and any defects left will finally be cured through illness. But I want to make you pure and not leave any faults.

૧૭૫. શ્રાવણ વદિ છઠને દિવસે વાત કરી જે, ‘બીજું બધું ભગવાન કરે પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય.’ (૬/૨૫૫)

176. On Shravan vad 6, Swami said, “God will do everything else for you, except offering of devotion and observance of spiritual disciplines – these two are not done for anybody. They have to be done by oneself. And if one does them they are perfected.”

૧૭૭. નિત્યે લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે; ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે. (૧/૨૩૭)

177. If a person brings 100,000 rupees daily, but talks ill of satsang, I do not like it. And, even if a person only sleeps and eats, yet talks positively about the devotees of God, then I will arrange for his service. That is my nature.

૧૭૮. એક દિવસે રાજ દેવાય પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે એટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય. એ તો ધીરે ધીરે મોટો થાય, તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે. (૧/૧૩૨)

178. A kingdom can be given in one day, but not knowledge. Even by feeding a prince plenty of food, he does not grow up in one day. He grows slowly. Similarly, knowledge also develops slowly through association with the great Sadhu.

૧૭૯. બ્રહ્માંડ આખું સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું ને ત્યાં સુધી થાવો છે. ને એક એક સાધુની કેડ્યે લાખ લાખ માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે. (૧/૯૦)

179. Satsang is said to be established when the whole universe worships Swaminarayan. And it is going to spread until then. Satsang will grow until there are hundreds of thousands of people following each sadhu (of the Swaminarayan faith).

૧૮૦. ત્રીસ લક્ષણે યુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને ઓગણચાળીસ લક્ષણે યુક્ત રાજારૂપ ભગવાન જાણવા. બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી. આ વાત પણ અવશ્ય સમજવાની છે. (૧/૧૪૭)

180. Know that God in the form of a sadhu has 30 qualities and God in the form of a king has 39 qualities. But Godliness is not due to miraculous powers. This, too, must be firmly understood.

૧૮૧. દેહ પડી ગયો એટલે શું થયું? પણ જીવ ક્યાં મરે છે? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને સ્વભાવ મૂકવા એ કરવાનું છે, પણ મરી ગયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી ન રહ્યું, એમ ન સમજવું. (૨/૧૪૧)

181. So what if the body dies? Does the jiva die with it? One has to become a sadhu, acquire saintly qualities and overcome base instincts. But do not think that death is the end of it all and there is nothing left to be done.

૧૮૨. આપણે તો ભગવાનનો ખપ નથી પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, ‘ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું?’ (૧/૭૬)

182. We do not have a desire for God, but God has forced himself on us. Maharaj says, “When a ghost possesses, it does not leave, so why should God leave?”

૧૮૩. ભગવાને કહ્યું છે જે, “જેવો હું સત્સંગે કરીને વશ થાઉ છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ નથી થાતો.” તે સત્સંગ શું જે, ‘મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે.’ (૧/૧૭)

183. God has said, “I am not as pleased by austerities, sacrifices, yoga, observance of vows, donations and other endeavours as I am by satsang.” What is that satsang? “To fold one’s hands before the great God-realized Sadhu and to do as he says.”

૧૮૪. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે ને હાથ કંઠની રક્ષા કરે છે ને માવતર છોકરાંની રક્ષા કરે છે ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ જ ભગવાન આપણી રક્ષામાં છે. (૧/૨૨)

184. God is ever ready to protect his devotees. How? Just as eyelids protect the eyes, hands protect the neck, a mother protects her child and a king protects his subjects, God protects us.

૧૮૫. કલ્યાણનો ખપ કેવો રાખ્યો જોઈએ જે, ઓગણોતેરા કાળમાં ભીમનાથમાં રાંકાં માગવા આવતાં ને કરગરતાં ને તેને ધક્કા મારે પણ જાય નહિ, એવો ખપ રાખવો. (૨/૯૪)

185. What sort of intense desire for moksha should one have? It should be like the paupers who came to Bhimnath mandir (in Saurashtra, Gujarat) during the famine of 1879 (1823 CE) to beg for food. They would plead for food and were pushed around, yet they did not go away. This is the type of intense desire one should have for moksha.

૧૮૬. બોટાદ જતાં રસ્તામાં વાત કરી જે, ‘જેને સુખિયું રહેવું હોય તેને પોતાથી દુખિયા હોય તેને સંભારવા, પણ પોતાથી સુખિયા હોય તેના સામું જોવું નહિ, કેમ જે, સુખ તો પ્રારબ્ધને અનુસારે મળ્યું છે.’ (૪/૮૩)

186. On the way to Botad, Swami said, “Those who want to remain happy should think of those worse off than themselves, but should not look at those happier than themselves. Since, happiness is attained according to one’s fate.”

૧૮૭. આ જીવને પાંચ વાનાં અવશ્ય જોઈએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે. તેની વિક્તિ જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. (૨/૩)

187. This jiva needs five things, without which it cannot remain, and everything else it can do without. They are food, water, clothing, sleep and salt in food (for taste). Apart from these all else is unnecessary.

૧૮૮. નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાનાં માવતરની કોટે બાઝી પડે, તેમ જ આપણે હરકોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. (૧/૩૧૬)

188. When a young child is afraid, it clings to the neck of its mother. Similarly, in times of misery, we should worship and pray to God. God will protect us.

૧૮૯. ‘ભગવાન કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું?’ એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે, ‘ઝાઝું ધન મળે તો વધારે ફેલ૧ કરે, માટે થોડું મળે તે ઠીક છે.’ (૧/૨૩)

189. God gives wealth to some and not to others. How should this be understood? That is the question. The answer, “With excessive wealth, one indulges more in worldly enjoyment (and needless expenditure). Thus, it is proper that one gets less.”

૧૯૦. સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિના સુખ ન આવે, જેમ લૂગડાં-ઘરેણાં મળે તો પણ પે’ર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનુ સુખ આવે નહિ. (૧/૨૯)

190. One can attain Satsang, but without close association, there is no happiness. How? It is like a person having food, but without actually eating there is no happiness. Also, one may have clothes but without wearing them there is no happiness. Similarly, without the association of the great Sadhu, one does not get the bliss of Satsang.

૧૯૧. આ લીધું ને આ લેવું છે, આ દીધું ને આ દેવું છે, આ કર્યું ને આ કરવું છે, આ ખાધું ને આ ખાવું છે, આ જોયું ને આ જોવું છે, એ આદિક અનેક વાતું ખૂટે તેમ નથી. માટે એમાંથી નિવૃત્તિ પામીને પરમેશ્વરને ભજી લેવા. (૫/૪૦૫)

191. This has been purchased and this is to be bought. This has been given and this is to be given; this has been done and this is to be done; this has been seen and this is yet to be seen – all these and other talks are not likely to be exhausted. So, turn back from them and worship Parameshwar (God).

૧૯૨. જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, એવો પોતાને સમજવાનો હોય; અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે જ નહિ. (૨/૬૧)

192. If one has the same insistence on oneself to understand as one has for explaining to others; and if one has the same insistence on overcoming one’s own faults as one has for observing the faults of others, then no deficiency will remain.

૧૯૩. આ સર્વે કામ મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. તે શું જે, જમપુરી, ચોરાસી, ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. (૧/૫૦)

193. When we set aside all work and become free to listen to these spiritual discourses understand that we are doing tens of millions of tasks. What are they? Through these tasks one’s destiny for hell and rebirth is obliterated. But do not think we are sitting idly.

૧૯૪. સંતનો મહિમા કહ્યો જે, ‘આવા સાધુનાં દર્શન કર્યે ભગવાનનાં દર્શનનું ફળ થાય છે, ને તેની સેવા કર્યે ભગવાનની સેવા કર્યાનું ફળ થાય છે; ને આપણે તેવા સાથે હેત થયું છે, માટે આપણાં પુણ્યનો પાર ન કહેવાય.’ (૨/૨૧)

194. Describing the glory of the Sadhu, Swami said, “The darshan of this Sadhu gives fruits equivalent to the darshan of God. By serving him, one gets the fruits of serving God. As we have affection for such a Sadhu there is no limit to our merits.”

૧૯૫. સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળિયો નથી ને એ મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે ને એ મંત્રે વિષય ઊડી જાય છે, બ્રહ્મરૂપ થાય છે ને કાળ, કર્મ, માયાનું બંધન છૂટી જાય છે, એવો બહુ બળિયો એ મંત્ર છે. માટે નિરંતર ભજન કરવું. (૧/૧૫૩)

195. Today, there is no mantra more powerful than the Swaminarayan mantra. It makes even the poison of a black cobra ineffective and dispels the desire for material pleasures. With it, one becomes brahmarup and is freed from the bondage of Time, karma and māyā. That is how powerful this mantra is. Therefore, always chant it.

૧૯૬. પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકે નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે. ને મોટા હોય તે આપણા ઠેરાવ૧ ને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. (૪/૧૦૦)

196. One who highlights the virtues one possesses to others is at the lowest level of spiritual progress; one who does not highlight them, but does not hide them either is at the medium level; and one who hides them is the best person at the highest level. The great give support according to one’s conviction and inclination.

૧૯૭. આ સાધુ મનુષ્ય જેવા જણાય છે, પણ મનુષ્ય જેવા નથી ને આજ તો પ્રગટ ભગવાન છે, પ્રગટ સાધુ છે, પ્રગટ ધર્મ છે; ને આ સમામાં૧ જેને નહિ ઓળખાય તેને પછવાડેથી માથું કૂટવું પડશે. (૪/૪૯)

197. This Sadhu appears to be like a human but is not. And today, God is manifest, the Sadhu is manifest and dharma is manifest. And those who do not understand this at this time will bitterly regret afterwards.

૧૯૮. કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી ને આપણે તો બળિયા નહિ ને એ તો બળિયા તે એને રક્ષા કરતાં આવડે, જેમ પ્રહ્‌લાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. (૧/૩૦૯)

198. When one encounters worries relating to anything, place them on God’s shoulders. We are not strong, while he is strong and knows how to protect. Just as he protected Prahlad, he protects us in countless ways.

૧૯૯. કરોડ રૂપિયા ખરચતાં પણ આવા સાધુ મળે નહિ ને કરોડ રૂપિયા દેતાં પણ આ વાતું મળે નહિ ને કરોડ રૂપિયા આપતાં પણ મનુષ્યદેહ મળે નહિ; ને આપણે પણ કરોડ જન્મ ધર્યા છે, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નીકર શું કરવા દેહ ધરવો પડે? (૧/૧૯)

199. Even by spending tens of millions of rupees, such a sadhu is unattainable. Even by giving tens of millions of rupees, such spiritual talks are unattainable. Even by giving tens of millions of rupees this human body cannot be attained. And we, too, have taken tens of millions of births. But never have we had such company of the God-realized Sadhu. Otherwise why would we have to take birth?

૨૦૦. આવી વાતું બીજે ક્યાંઈ નથી; આ તો અક્ષરધામની વાતું છે, ભગવાનની છે, નારાયણની છે. અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે. માટે મહારાજે કહ્યું છે જે, ‘બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે.’ (૪/૩૪)

200. Such talks are not found anywhere else. These talks are from Akshardham, and are of God, of Narayan. Those who are intelligent recognize the importance of the God-realized Sadhu and Satsang. Therefore, Maharaj has said, “I have affection for the intelligent.”


Vat Selection

loading