શ્રીમદ્‌ભગવદ્‌ગીતા

સનાતન હિંદુ ધર્મનાં ઘણાં શાસ્ત્રો છે. પરંતુ જેવી શ્રીમદ્ભગવદ્ગીતા પ્રસિદ્ધિ પામી છે તેવું બીજું કોઈ શાસ્ત્ર પામ્યું નથી. ગીતામાં ભગવાને પોતે એક સુંદર સનાતન સિદ્ધાંત આપ્યો છે - આપણે જ્ઞાનવાન આત્મા છીએ પરંતુ નાશવંત દેહ તે આપણું સત્ય સ્વરૂપ નથી. ભગવાન સ્વામિનારાયણે પણ આ વાત તેમના સંતો-ભક્તોને દ્રઢાવી હતી. ભક્તચિંતામણિમાં (પ્રકરણ ૭૧) સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આવાં શ્રીહરિનાં વચન ઝીલી લીધાં છે:

એક વાત કહું માનો તેહ, આપણે આતમા નહિ દેહ;
માનો ચૈતન્યરૂપ તમારું, દુઃખરૂપ દેહ તેહ ન્યારું. ૩૭

વળી વચનામૃત ગઢડા પ્રથમ ૪૪માં (બળબળતા ડામનું) પણ આ જ સિદ્ધાંત ભારપૂર્વક સમજાવ્યો છે: “...માટે દેહ ને દેહનાં સંબંધીને વિષે અહંમમત્વનો ત્યાગ કરીને ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને ને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે. અને જેને એવું સાધુપણું આવ્યું તેને ને પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી....”

શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં પણ બ્રહ્મ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એ જીવનનો અંતિમ ધ્યેય પણ આપ્યો છે. ગીતામાં અક્ષરબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે અને પરબ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણે ઘણી વખત નીચેનો શ્લોક સમજાવીને અક્ષર થઈ પુરુષોત્તમની દાસભાવે ભક્તિ કરવી તે જીવનનું એકમાત્ર લક્ષ્ય બતાવ્યું છે:

‘બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાઙ્‍ક્ષતિ ।
સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‌ભક્તિં લભતે પરામ્ ॥’ (૧૮/૫૪)

વચનામૃત લોયા ૭માં ઉપરનો શ્લોક બતાવીને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જે બ્રહ્મરૂપ થાય છે તે જ આત્યંતિક કલ્યાણને પામ્યો કહેવાય: “માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય.”

સંપૂર્ણ ગીતા અનિર્દેશમાં ઉમેરતાં આનંદ થાય છે. આશા છે કે આપણને ગીતા વાંચીને મોક્ષનું દ્વાર એવું પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મનું સ્વરૂપ ઓળખીને, પરબ્રહ્મની ભક્તિ કરી આત્યંતિક મોક્ષ સાધવા માટે સહાય રૂપ બને. જેમ શ્રીમદ્ભાગવત પુરાણ એક અગાધ ગ્રંથ છે, તેમ જ ગીતા નાનો ગ્રંથ હોવા છતાંય અગાધ જ્ઞાન ભર્યું છે; માટે આપ પણ એવા પ્રત્યક્ષ સત્પુરુષ થકી જ ગીતાનું રહસ્ય સમજીને મોક્ષ કાર્ય સિદ્ધ કરો તેવી અભ્યર્થના.

June 3, 2018: The English translation has now been added.

અધ્યાય

વચનામૃત સંદર્ભો

૧. અથ પ્રથમોઽધ્યાયઃ । અર્જુનવિષાદયોગઃ

૨. અથ દ્વિતીયોઽધ્યાયઃ । સાઙ્ખ્યયોગઃ

૩. અથ તૃતીયોઽધ્યાયઃ । કર્મયોગઃ

૪. અથ ચતુર્થોઽધ્યાયઃ । જ્ઞાનકર્મસંન્યાસયોગઃ

૫. અથ પઞ્ચમોઽધ્યાયઃ । સંન્યાસયોગઃ

૬. અથ ષષ્ઠોઽધ્યાયઃ । આત્મસંયમયોગઃ

૭. અથ સપ્તમોઽધ્યાયઃ । જ્ઞાનવિજ્ઞાનયોગઃ

૮. અથ અષ્ટમોઽધ્યાયઃ । અક્ષરબ્રહ્મયોગઃ

૯. અથ નવમોઽધ્યાયઃ । રાજવિદ્યારાજગુહ્યયોગઃ

૧૦. અથ દશમોઽધ્યાયઃ । વિભૂતિયોગઃ

૧૧. અથૈકાદશોઽધ્યાયઃ । વિશ્વરૂપદર્શનયોગઃ

૧૨. અથ દ્વાદશોઽધ્યાયઃ । ભક્તિયોગઃ

૧૩. અથ ત્રયોદશોઽધ્યાયઃ । ક્ષેત્રક્ષેત્રજ્ઞવિભાગયોગઃ

૧૪. અથ ચતુર્દશોઽધ્યાયઃ । ગુણત્રયવિભાગયોગઃ

૧૫. અથ પઞ્ચદશોઽધ્યાયઃ । પુરુષોત્તમયોગઃ

૧૬. અથ ષોડશોઽધ્યાયઃ । દૈવાસુરસમ્પદ્વિભાગયોગઃ

૧૭. અથ સપ્તદશોઽધ્યાયઃ । શ્રદ્ધાત્રયવિભાગયોગઃ

૧૮. અથાષ્ટાદશોઽધ્યાયઃ । મોક્ષસંન્યાસયોગઃ