અવતાર ચિંતામણિ

ચોપાઈ

મતપંથ પર ડંકા દીધા,1 દૈવી જીવ ધામે વાળી લીધા ॥

મુમુક્ષુ જન તાર્યા અનેક, એવા તો સ્વામિનારાયણ એક ॥ ૧ ॥

ચાલ્યો પાણીમાં પર્વત પોતે, દેવ દૈત્ય પામ્યા દુઃખ જોતે ॥

ત્યારે કચ્છ રૂપે થૈ અકળ, ધર્યો પીઠ પર મંદ્રાચળ ॥ ૨ ॥

ધારી વરાહરૂપ દયાળ, રાખી પૃથવી જાતી પાતાળ ॥

વળી માર્યો હિરણ્યાક્ષ જેહ, કર્યા ચરિત્ર ઇત્યાદિ તેહ ॥ ૩ ॥

વામન રૂપ ધરી મહારાજ, બળિ છળ્યો ઇન્દ્રરાજ કાજ ॥

વપુ વધારીને વિશ્વ લીધું, પછી બળિને વરદાન દીધું ॥ ૪ ॥

ધર્યું કપિલતન માત કાજ,2 કહ્યું સાંખ્યતત્ત્વ મુનિરાજ ॥

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, કહ્યું માતા પ્રત્યે સાંખ્ય અતિ ॥ ૫ ॥

જ્યારે હરિ અવતાર ધાર્યો, ત્યારે ગ્રાહથી3 ગજ ઉગાર્યો ॥

ઋષિ બેઉના શાપેથી એહ, ગજ ગ્રાહ થયા હતા તેહ ॥ ૬ ॥

વળી ધરી તન ભગવાન, દીધું ધ્રુવને પોતે વરદાન ॥

એહ ધ્રુવાવતાર જાણો, થયા તપે રાજી પરમાણો ॥ ૭ ॥

વળી કહું અવતાર એક, તેમાં જાણવો અતિ વિવેક ॥

અતિ પૃથવી દોહન કર્યું, જ્યારે પોતે પૃથુતન ધર્યુ ॥ ૮ ॥

થઈ આપે દત્તાત્રેય નાથ, કર્યા યદુ હૈહય4 સનાથ ॥

ભજે રાત દિન જિહ્વાએ દત્ત,5 તેનાં વળે ચોરાશીનાં ખત6 ॥ ૯ ॥

થયા હરિ હંસરૂપ જેવા, બ્રહ્મા નારદને જ્ઞાન દેવા ॥

પૂછ્યું બ્રહ્માને સનકાદિકે, હંસે7 ઉત્તર કર્યો વિવેકે ॥૧૦॥

વળી ૧૦નૃસિંહતન ધારી નાથે, હણ્યો હિરણ્યકશિપુને હાથે ॥

કર્યું પ્રહ્લાદનું પ્રતિપાળ, દાસત્રાસ નિવાર્યો દયાળ ॥૧૧॥

જ્યારે ૧૧ઋષભરૂપે પોતે થયા, પુત્ર બોધી8 પરમહંસ રહ્યા ॥

પરમહંસની રીત દેખાડી, તેને અજ્ઞાની લિયે છે આડી ॥૧૨॥

વળી ૧૨યજ્ઞાવતાર ધારી, હરિ ત્રિલોકપીડા નિવારી ॥

કર્યું સુખ સહુને તે અતિ, માટે કરવી પ્રભુને વિનતિ ॥૧૩॥

વળી ૧૩બળભદ્રરૂપ ધારી, માર્યો દ્વિવિદ વાનર9 ભારી ॥

બીજા પણ કામ કર્યાં જેહ, હસ્તિનાપુર આદિ કહિયે તેહ ॥૧૪॥

૧૪કુમારાદિક10 રૂપને ધારી, આત્મતત્ત્વની વાત વિસ્તારી ॥

ધર્મ પાળી ભજે જેહ જન, તે પર રાજી થાય ભગવન ॥૧૫॥

વળી ૧૫હયગ્રીવ તનને ધારી, વેદમય વાણીઓ ઉચ્ચારી ॥

મધુ કૈટભાદિક અસુર, માર્યા પોતે તે મહા કરુર ॥૧૬॥

વળી ૧૬નારદનું તન લહ્યું, નૈષ્કર્મ્ય સાત્વતતંત્ર11 કહ્યું ॥

રાજાસુત જે સાઠ હજાર, દઈ જ્ઞાન કર્યા ભવપાર ॥૧૭॥

વળી ૧૭રામરૂપ થઈ રાજ, માર્યો રાવણ બાંધી સિંધુપાજ12

એવાં અનેક ચરિત્ર કરી, આવ્યા અયોધ્યામાં પોતે હરિ ॥૧૮॥

પોતે ધરી ૧૮કૃષ્ણ અવતાર, માર્યા દાનવ દૈત્ય અપાર ॥

નિજ શરણાગતનાં દુઃખ કાપ્યાં, થઈ રાજી અચળ સુખ આપ્યાં ॥૧૯॥

વળી ધરી ૧૯વ્યાસ અવતાર, કર્યા એક વેદ વદી ચાર ॥

કર્યા વળી અઢાર પુરાણ, તેને જાણે તે ડાહ્યા સુજાણ ॥૨૦॥

૨૦બુદ્ધજીએ તે બોધ જ આપી, કલ્યાણની જડ13 નાખી કાપી ॥

છળી અસુરને તેહ વારે, કરી દેવરક્ષા એ પ્રકારે ॥૨૧॥

વળી ૨૧ધન્વંતરી તન ધારી, ટાળ્યો રોગ આયુષ્ય વધારી ॥

દીનબંધુ એ દીનદયાળુ, કર્યું સર્વ જગતને સુખાળું ॥૨૨॥

ધર્યું ૨૨મોહિનીરૂપ અકળ, જોઈ અસુર થયા વિકળ14

પાતાં અમૃત રાહુ શિર છેદ્યું, વળી શિવજીનું વ્રત ભેદ્યું ॥૨૩॥

પોતે ધરી ૨૩પુરુષ અવતાર, બ્રહ્મા આદિ રચ્યો આ સંસાર ॥

તેમાં દૈવી જીવ પામે સુખ, આસુરી જીવ ભોગવે દુઃખ ॥૨૪॥

વળી ૨૪નારાયણ તપ કરતા, કામ ક્રોધ લોભ મદ હરતા ॥

કરે તપ પોતે અતિ પ્યારુ, નિજજનના સુખને સારુ ॥૨૫॥

વળી ૨૫પ્રશ્નિગર્ભ15 અવતારે, આપ્યું માબાપને સુખ ત્યારે ॥

જો કોઇ પ્રાણી પ્રભુશરણે થાય, તેનાં જન્મમરણ દુઃખ જાય ॥૨૬॥

સહુના અંતરમાં રહ્યા જેહ, એને ૨૬વાસુદેવ કહિયે તેહ ॥

કર્મ પ્રમાણે સુખ દુઃખ આપે, નિજજનનાં મહાદુઃખ કાપે ॥૨૭॥

ધરી ૨૭મન્વંતર અવતાર, કરે મનુની રક્ષા તે વાર ॥

એવા અનંત અવતાર થાય, તોય પોતે અજન્મા કે’વાય ॥૨૮॥

ધરી ૨૮પરશુરામ અવતાર, હણ્યા ક્ષત્રી એકવિશ વાર ॥

સહસ્રાર્જુને બહુ દુઃખ દીધું, ત્યારે એમણે એ કામ કીધું ॥૨૯॥

વળી ૨૯મત્સ્ય થઈને મુરારિ, વેદ વાળ્યા16 શંખાસુર મારી ॥

કહ્યું પોતે પણ પરસિદ્ધિ, રાજા સત્યવ્રતની રક્ષા કીધી ॥૩૦॥

કળિ અંતે ૩૦કલ્કી જે થાશે, તેને ભજી કંઈક રાજી થાશે ॥

પણ વર્તમાન કાળે આજ, ૩૧સ્વામિનારાયણથી થાય કાજ ॥૩૧॥

આદ્ય મધ્ય અંત્યે અવતાર, થયા અગણિત થાશે અપાર ॥

પણ સર્વેના કારણ જેહ, તે તો સ્વામી સહજાનંદ એહ ॥૩૨॥

અહીં તો એકત્રિશ કહ્યા છે, ઝાઝા બીજા ગ્રંથોમાં રહ્યા છે ॥

ધર્મ ભક્તિની રક્ષા કાજ, આવ્યા નિષ્કુળાનંદ કે’ મહારાજ ॥૩૩॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ અવતારચિંતામણિઃ સંપૂર્ણઃ ।

અવતારચિંતામણિઃ સમાપ્તઃ

અવતાર ચિંતામણિ કોષ્ટક

૩૧ અવતારોનાં નામ

સ્વામિનારાયણ

નૃસિંહ

ધન્વન્તરી

કચ્છ

ઋષભ

મોહિની

વારાહ

યજ્ઞાવતાર

પુરુષાવતાર

વામન

બળભદ્ર

નારાયણ

કપિલ

હયગ્રીવ

પૃશ્નિગર્ભ

હરિ

કુમાર

નારદ

વાસુદેવ

ધ્રુવાવતાર

રામાવતાર

મન્વન્તરાવતાર

પૃથુ

કૃષ્ણાવતાર

પરશુરામ

દત્તાત્રેય

વ્યાસાવતાર

મત્સ્યાવતાર

હંસ

બુદ્ધાવતાર

કલ્કિ

 ॥૧॥

૧. સ્વામિનારાયણ

૯. ધ્રુવાવતાર

૨. કલ્કિ

૧૦. નૃસિંહ

૩. કુમાર

૧૧. કૃષ્ણ

૪. મોહિની

૧૨. વાસુદેવ

૫. વારાહ

૧૩. દત્તાત્રેય

૬. કપિલ

૧૪. યજ્ઞાવતાર

૭. નારદ

૧૫. બુદ્ધાવતાર

૮. નારાયણ

૧૬. પરશુરામ

 

॥૨॥

૧. કચ્છ

૯. હરિ

૨. હંસ

૧૦. બળભદ્ર

૩. કુમાર

૧૧. ધન્વન્તરી

૪. મોહિની

૧૨. કલ્કિ

૫. વારાહ

૧૩. ધ્રુવાવતાર

૬. નૃસિંહ

૧૪. રામ

૭. કૃષ્ણ

૧૫. પૃશ્નિગર્ભ

૮. વાસુદેવ

૧૬. મત્સ્ય

 

॥૪॥

૧. વામન

૯. હરિ

૨. ઋષભ

૧૦. બળભદ્ર

૩. કુમાર

૧૧. મોહિની

૪. પરશુરામ

૧૨. બુદ્ધ

૫. કપિલ

૧૩. ધ્રુવાવતાર

૬. યજ્ઞાવતાર

૧૪. વ્યાસ

૭. ધન્વન્તરી

૧૫. કલ્કિ

૮. મત્સ્ય

૧૬. મન્વન્તરાવતાર

 

॥૮॥

૧. પૃથુ

૯. હંસ

૨. યજ્ઞાવતાર

૧૦. કુમાર

૩. મત્સ્ય

૧૧. પૃશ્નિગર્ભ

૪. મન્વન્તરાવતાર

૧૨. કલ્કિ

૫. દત્તાત્રેય

૧૩. પુરુષાવતાર

૬. ઋષભ

૧૪. બળભદ્ર

૭. નારાયણ

૧૫. વાસુદેવ

૮. પરશુરામ

૧૬. નૃસિંહ

 

॥૧૬॥

૧. હયગ્રીવ

૯. રામ

૨. વ્યાસ

૧૦. ધન્વન્તરી

૩. મોહિની

૧૧. પૃશ્નિગર્ભ

૪. વાસુદેવ

૧૨. કલ્કિ

૫. નારાયણ

૧૩. કૃષ્ણ

૬. બુદ્ધ

૧૪. પુરુષાવતાર

૭. નારદ

૧૫. મન્વન્તરાવતાર

૮. મત્સ્ય

૧૬. પરશુરામકોઠાની સમજૂતી

૧-૩૧ ચોપાયોમાં ૩૧ અવતારો કહ્યા છે, તેમાં જે અવતાર મનમાં ધાર્યો હોય તે પ્રથમ અંકમાં હોય તો તે એક અંક ગણવો. અને તે જ અવતાર બીજા અંકમાં હોય તો તે એક ને બે મળીને ત્રણ અંક થાય. અને તે જ અવતાર ચોથા અંકમાં હોય તો ત્રણ અને ચાર મળીને સાત અંક થાય અને તે જ અવતાર આઠમાં અંકમાં હોય તો સાત અને આઠ મળીને પંદર અંક થાય. અને તે જ અવતાર સોળમાં અંકમાં હોય તો પંદર અને સોળ મળીને એકત્રીશ અંક થાય. તે ગ્રંથની ૩૧મી ચોપાઈમાં જોવાથી બીજાએ મનમાં ધારેલો અવતાર બીજો વ્યક્તિ સ્વયં કહી શકે છે. એવી રીતે બીજા અવતારો ધારવામાં પણ આવો સંકેત જાણી લેવો. જે અવતાર ધાર્યો હોય તે જે અંકમાં ન હોય તે અંક ગણવામાં લેવો નહિ.

દા. ત. જો મોહિની અવતાર ધાર્યો હોય તો તે ૧, ૨, ૪, અને ૧૬મા અંકમાં મળી આવે છે. માટે ૧ + ૨ + ૪ + ૧૬ = ૨૩. માટે ૨૩મી ચોપાઈમાં મોહિની અવતાર મળી આવશે.

SELECTION 🏠 home ગ્રંથ મહિમા અવતાર ચિંતામણિ