કીર્તન મુક્તાવલી
ઇતિહાસ
(૧) જૂનાં આરતી અષ્ટકો
ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુપરંપરાનાં ગુજરાતી સ્તુતિ અષ્ટકોની રચના થઈ, તે પહેલાં સર્વ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરોમાં આ પ્રકારનાં સ્તુતિ અષ્ટકો ગવાતાં હતાં.
તેમાં જે ‘કૃપા કરો...’ પ્રાર્થના છે તે ૮ ચરણની હતી, તે ૨ ચરણમાં કરવામાં આવી. (હાલ આ પ્રાર્થના નથી ગવાતી.)
ભગવાન સ્વામિનારાયણનું અષ્ટક શ્રી હરિલીલામૃત ગ્રંથ કળશ ૧/વિશ્રામ ૨માં મળે છે.
અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનું અષ્ટક અચિંત્યાનંદ વર્ણીએ રચિત શ્રીગુણાતીતાનન્દ-મહિમ્નસ્તોત્રમ્માં મળે છે.
બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તનું અષ્ટક શાસ્ત્રીજી મહારાજે સંસ્કૃતમાં રચ્યું હતું.
સ્તુતિ અષ્ટક બાદ બે કડીઓ ગવાતી હતી તેમાં ઉપાસના સ્પષ્ટ તરી આવે તેમ ફેરફાર કરવામાં આવ્યો હતો. ‘શ્રીજીસ્વામી સ્વરૂપમાં’ આ શબ્દો બદલીને ‘શ્રીહરિના ચરણમાં’ રાખવામાં આવ્યું કારણ કે અક્ષરબ્રહ્મ પર્યંત સર્વે શ્રીહરિનાં બે ચરણની જ ઉપાસના અને સેવા કરે છે.
History
(1) Old Arti Ashtaks
Prior to Bhagwan Swaminarayan’s and the Gunatit Parampara’s ashtaks being changed to Gujarati, these original ashtaks were sung in all BAPS mandirs.
The beginning prarthana, well-known as Krupa karo... contained the four couplets, which were shortened to two couplets when the new Gujarati ashtaks were released. (Currently, it is not being sung.)
The first stuti of Bhagwan Swaminarayan (Janmya Kaushal Desh vesh batuno...) was the first verse from Shri Harililamrut granth and is found in Kalash 1, Vishram 2.
The second stuti of Aksharmurti Shri Gunatitanand Swami (Mahā-dhyānā-bhyāsam...) is from the Shri Gunatitanand Mahimna-Stotram by Achintyanand Brahmachari.
The third stuti of Brahmaswarup Pragji Bhakta was written by Shastriji Maharaj.
At the end of the stuti ashtaks, another couplet was sung. The original words were changed to better reflect the principal of Akshar-Purushottam Upasana. Instead of ‘Shriji-Swaminā swarupmā’, the words were changed to ‘Shri Harina charanmā’ because everyone, including Aksharbrahman, serves and offers upāsanā to the two lotus feet of Shri Hari - Bhagwan Swaminarayan.