હૃદયની વાતો

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના મુખેથી પ્રસંગોપાત્ત સરી પડેલું અનુભવ-અમૃત

Yogiji Maharaj’s Divine Words of Experience

 


 

 

જોવાનું, દેખવાનું, સાંભળવાનું – આ બધું સંતને વિષે જ છે. આંબાનાં પાન ખરી જાય પણ આંબાનો નિશ્ચય જતો નથી, તેમ સત્પુરુષનો નિશ્ચય જવો ન જોઈએ.

Only the Satpurush is worthy of being seen and heard. Just as one’s conviction in a mango tree is not lost even when it loses its leaves, one should not lose one’s conviction in the Satpurush.

***

મોટા પુરુષ આ લોકમાં આવે ત્યારે સામાન્ય મનુષ્ય જેવાં ચરિત્ર કરે, લોકોમાં ભળી જાય; પણ તેને નિર્દોષ જ સમજવા.

When the Satpurush comes to this world, he behaves like an ordinary person. He mixes with the people; but understand him to be nirdosh.

***

ધર્મનિયમ સાચવવા, અખંડ ગંભીરપણું રાખવું અને હું બ્રહ્મસ્વરૂપ છું એમ માની આત્મારૂપે વર્તવું...

Observe the moral instructions and remain solemn. Believe that you are brahmaswarup and behave as atmarup...

***

સત્સંગમાં અભાવ-અવગુણરૂપ ખટાશ ન આવે તો સત્સંગનું સુખ કેસર કેરી જેવું ગળ્યું આવે. માટે સંતો ને હરિભક્તોમાં દિવ્યભાવ રાખવો, નિર્દોષબુદ્ધિ રાખવી. જો તેમ રહે તો કરવાનું-જાણવાનું કાંઈ બાકી રહેતું નથી.

In Satsang, if one is untouched by the sour taste of fault-finding, then the bliss of Satsang tastes as sweet as a Kesar mango. So, see all devotees and sadhus as divine, have nirdosh-buddhi towards all. If this is done, then there is nothing more left to know or do.

***

ભગવાનના ભક્તોની સેવા-પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિ છે, તે કરીએ એટલે આનંદ આવે. ભગવાનનું સુખ ભક્તોની સેવામાં જ રહેલું છે, દેહાભિમાન પોષવામાં નહીં.

God’s murti lies in the seva of His devotees. Joy is experienced by doing this. God’s bliss lies in the seva of His devotees, not in nourishing one’s ego.

***

મોટાપુરુષની ક્રિયા ગમવી કઠણ. ક્રિયા ન ગમે. મોટાપુરુષને વિષે દિવ્યભાવ રાખે, એમની ક્રિયા ગુણાતીત સમજે, દિવ્ય સમજે તો કામ થઈ જાય.

It is difficult to like the Satpurush’s actions. One is redeemed if one sees the Satpurush as divine and understands his actions to be gunatit.

***

દૃઢ પ્રીતિ શું?

મનુષ્યભાવ જ ન આવે. બોલવા-ચાલવાનું પણ ન થાય. દિવ્યભાવમાં જ રસબસ થઈ જાય.

What is staunch love? To never attribute human qualities (to God and Satpurush); to never quarrel or argue and to always be engrossed in divine feelings.

***

કોઈ બે શબ્દ કહે તો ખમવું. આપણી ભૂલ ન હોય તો પણ ખમવું, એ એકાંતિક. સહન કરે એ એકાંતિક.

If someone speaks harsh words, then tolerate. Even if you have not wronged, you should still tolerate. Such a person is ekantik. One who tolerates is ekantik.

***

આપણે આશરો દૃઢ રાખવો, ને ભજન કરવું, ને સેવા કરવી. એ ત્રણ વાત રાખવી. તો કોઈ દી’ દુઃખ નહિ આવે.

One should have firm refuge (in God and Satpurush), do bhajan and seva. If these three principles are practised, one will never suffer misery.

***

આત્મબુદ્ધિ શું?

કુટુંબમાં બધાં ભેગાં રહેતાં હોય, તેમાં અંદરોઅંદર બોલે-ચાલે, વઢે-કરે પણ ભેગાં ને ભેગાં. મન નોંખું ન પડે.

What is atmabuddhi? When members of a family live together, and despite the quarrels and scoldings they remain together and do not have mental discord.

***

આપણે આજ્ઞા ઉપર તાન રાખવું. પ્રગટની એક આજ્ઞા બીજી કરોડ આજ્ઞા કરતાં વધારે છે.

Remain intent on obeying commands. For, just one command given by the manifest form of God is worth more than a million others.

***

‘તારા ભૂક્કા કાઢી નાંખીશ.’ – એમ મન સાથે લડાઈ લેવી. પણ મુઝવણ ન રાખવી. હવે આપણે શું બાકી છે? શ્રીજી મહારાજ સાક્ષાત્ મળ્યા છે. તો મુઝાવું નહીં. અને શ્રદ્ધાથી મંડવું. દોષનો શું ભાર છે? આમ ટળી જશે!

“I’ll smash you to pieces!” – thus fight with your mind and never be worried. Now, what more is there to attain! We have attained Shriji Maharaj in person. So do not worry and persevere with faith. Of what bearing will your base instincts be! They will be eradicated just like this.

***

નિર્દોષબુદ્ધિ એ જ ભક્તિ.

Nirdosh-buddhi is devotion itself.

***

ભજન કરી લેવું... ચોવીસ કલાક... સ્વામિનારાયણ... સ્વામિનારાયણ...

Just do bhajan... 24 hours a day... Swaminarayan... Swaminarayan...

***

મોટપ શું?

ગાદી મળે, પાટ મળે ઇ?

હૃદયમાં શાંતિ રહે એ મોટપ.

મોટા પુરુષના ગુણ આવ્યા હોય તો હૃદયમાં શાંતિ રહે.

What is greatness? Is it being given a seat of prominence? No. Peace within the heart is greatness. One who has imbibed the virtues of the Satpurush experiences peace within the heart.

***

પ્રમુખ સ્વામીને શાસ્ત્રી મહારાજે ચાદર ઓઢાડી છે, માટે તે શાસ્ત્રી મહારાજની જગાએ છે. માટે તેમની આજ્ઞા માનવી.

Pramukh Swami has been appointed as President by Shastriji Maharaj, so he is in Shastriji Maharaj’s place. His commands should be followed.

***

શાસ્ત્રી મહારાજ બોલેલા: જેને ત્રણ દીકરા હોય એ એક દીકરો સાધુ થવા અમને આપે. તો મહારાજ તમારી રક્ષા કરશે, તમારી માળા ફેરવશે. આપણા ઇષ્ટદેવ કે જેનું ધાર્યું બ્રહ્માંડમાં થાય છે તે તમારી માળા ફેરવશે.

Shastriji Maharaj once said, “Those who have three sons should give one for becoming a sadhu. Then Maharaj will protect you. He will say the rosary for you. Imagine! Our God, whose will prevails in the whole universe, will say the rosary for you.”

***

ગુણાતીતનો મહિમા સમજવો અને તેના સંબંધવાળાને ઠેબે મારવા ને? ના. ગુણાતીતના સંબંધવાળાની સેવાથી મહારાજ રાજી થાય છે.

Are we to understand the glory of the Gunatit Satpurush and spurn those who are associated with him? No! Maharaj is pleased upon those who serve the devotees of the Gunatit Satpurush.

***

ભગવાનને મળેલા એટલે શું? એકાત્મભાવને પામેલા. બસ્સો વરસ પહેલાંના નંદ સંત અત્યારે કોઈ નથી. મહારાજનો અભિપ્રાય પ્રવર્તાવે તે મળેલા. તેની હજારો પેઢીઓ હાલે તોય મળેલા કહેવાય.

What is meant by, ‘He has met God?’ It means that he has attained communion with God. None of the paramhansas from 200 years back are present today. One who spreads Maharaj’s principles is said to have met God. Even thousands of generations later, the Gunatit Satpurush is still said to have met God.

***

ભગવાન ને સંતમાં મનુષ્યભાવ ન આવે એ જાણપણું રાખ્યું કહેવાય. કોઈનો અભાવ ન આવે એ જાણપણું.

Awareness (janpanu) is when human qualities are never attributed to God and the Satpurush. Furthermore, not seeing faults in anyone is also awareness.

***

કર્મે કરીને સત્પુરુષ નથી ઊપજતા. સત્પુરુષનો ભેદ તો અનાદિનો છે. અક્ષરધામથી આવેલા સત્પુરુષ છે તે જ જીવને તેનાં કર્મનું ફળ આપે છે.

The Satpurush is not born out of karma. He is an eternal entity. Only the Satpurush who comes from Akshardham can give the soul the fruits of its karmas.

***

સાધુતાના ગુણ શું? ખમવું. ‘તમે બહુ સારા છો...’ – તે ખમવું એમ ને? ના. ‘તમે અક્કલ વગરના બારદાન છો...’ એમ કોઈ કહે તે ખમવું, તે સાધુતાના ગુણ.

What are the virtues of saintliness? To tolerate. If someone says, ‘You are so nice.’ Is that tolerance? No. To tolerate insults such as, ‘You are a senseless fool!’ is a virtue of true saintliness.

***

મોટા કહે ‘આમ’ તો ‘આમ.’ – એમ સરળ પ્રકૃતિ રાખવી. તે મોક્ષમાંથી ન પડે. ધાર્યું છોડાવે ને ખોટું લાગે તે કો’ક દી પડી જાય.

When the Satpurush commands, ‘Do this’, then do it. Thus, have such a flexible nature. Such a devotee never falls from the path of moksha. When you are made to give up your wishes and you feel hurt, then some day you may fall from the path of moksha.

***

મોટાપુરુષમાં મનુષ્યભાવ આવે ત્યાં લગી વિકાર ટળે નહીં. દિવ્યભાવ રહે તો વિકાર ટળે.

As long as one attributes human qualities (manushyabhav) to the Satpurush, one’s own base instincts are not destroyed. Divine perception (divyabhav) leads to destruction of base instincts.

***

અતિશય સેવા શું? મોટાપુરુષને નિર્દોષ જાણવા તે. આપણું ધાર્યું સત્પુરુષ છોડાવે તેમાં તેઓ નિર્દોષ ન સમજાય, આપણા ધાર્યા ભેગા ભળી જાય તો નિર્દોષ સમજાય!

What is the highest seva? It is to know the Satpurush as flawless. When he makes us give up our wishes, then we do not understand the Satpurush to be flawless. But if he agrees with our wishes, then we understand him to be flawless!

***

મોટપ શું? હૈયામાં શાંતિ. માણસ માને તે મોટપ નહીં. કોઈનો હું અવગુણ લેતો નથી, એમ એના હૈયામાં ટાઢું રહે.

What is greatness? Peace in the heart. True greatness is not what man believes it to be. One who does not look at other’s faults experiences peace in his heart.

***

અતિશય મોટપ પામ્યો એટલે શું? દાસનો દાસ રહે તે.

What is the highest level of greatness? To behave as the servant of a servant.

***

દેહનો અવગુણ આવે છે? દસ વાર ખાડે (શૌચ) જવું પડે તોય ન આવે. દેહ જેવા સાધુને જાણવા. અવગુણ કોઈનો જેવાનો - ઝેર પીવાનો રસ્તો ન લેવો.

Do you ever see the faults of your own body? Even if you have to empty your bowels ten times, you see no fault. Similarly, perceive the Satpurush as one’s body. Never see anothers’ faults – do not take this poisonous path.

***

મહારાજ સંતદ્વારે - અક્ષરદ્વારે સદા સાકાર છે. ભગવાનના એકાંતિક સંત - અક્ષરધામ, એ ભગવાનનાં ચરણારવિંદ છે.

Maharaj is forever manifest in human form through the Satpurush (Akshar). God’s Ekantik Sadhu (Akshardham) represents the lotus feet of God.

***

જો સત્પુરુષનો અભાવ ન લે ને ગુણ લે તો ગમે તેવો પાપી હોય તોય ધામમાં જાય. સાધન કરવા ગ્યો? ના, અભાવ ન લીધો એટલું જ સાધન.

One who does not perceive flaws in the Satpurush and beholds his virtues, then no matter how grave a sinner he may be, he goes to Akshardham. Has he performed any endeavours? No! Only the endeavour of not seeing flaws.

***

પ્રસંગ શું? આપણને સત્પુરુષ ધખાવીને કાઢે, અપમાન કરે, તોય ન ખસીએ તે પ્રસંગ.

What is prasang? If the Satpurush scolds and throws us out and insults us and still if we do not leave him, that is known as prasang.

***

ભગવાન ને સત્પુરુષની ક્રિયા ગમવી જોઈએ. તો જ ગુણ આવે. ને પછી કહે એમ કરે. સ્વામી કહે, ‘તમે આમ કરો,’ તો તૈયાર થઈ જાય, શંકા ન રહે.

One should like the actions of God and the Satpurush. Only then will one develop virtues and do what they say. If Swami says, ‘Do this,’ then one would get ready to do it instantly without doubting him.

***

બધાએ એકમના થવું ને સંપ રાખવો. એકબીજામાં મનુષ્યભાવ નહીં. ઊંચે સાદે બોલવું નહીં. ગુસ્સો ખરાબ વસ્તુ છે. તે આપણને શોભે નહીં. દુર્વાસાનું ગુસ્સે બગાડ્યું. કોઈ બે વેણ બોલી જાય તો પગે લાગી સહન કરવું. નમી દેવું. દંડવત કરવા.

Everyone should have one thought and be united. Do not see the faults of others. Never speak with a raised voice. Anger is bad and does not befit us. It was anger that ruined Durvasa Rishi. Even when someone insults you, touch his feet and tolerate. Be humble and prostrate to him.

***

સત્સંગની વૃદ્ધિ ત્રણ વાનાંથી થાય. સંપ, સુહૃદભાવ ને એકતા. શ્રીજી મહારાજ સાથે ૫૦૦ પરમહંસ હતા. તેમને સંપ હતો. કોઈનું કોઈ ઘસાતું બોલતો હોય તો કાન ન ધરીએ, કાન ધરીએ તો ડબલ કહેવા આવે. પણ તેને કહી દેવું કે ‘તું બોલીશ નહીં’ તો ફરી ન આવે.

The growth of Satsang lies in three things: samp, suhradhaybhav and ekta – unity, fraternity and solidarity. There were 500 paramhansas with Shriji Maharaj and they were united. Never lend an ear to anyone who talks ill of others. If you do, he will come to talk again. So, tell him, “Don't say another word.” Then he will not come again.

***

એકમના શું? કો’કનો વાંક આપણે વહોરી લેવો જોઈએ. પક્ષ રાખવો જોઈએ. તે એકમના. એકમના એટલે સંપ. એક જણ કહે તો બધા ૫૦૦ માની જાય. શાસ્ત્રી મહારાજના ૫૦ સંતો સ્વામી કહે તેમ કરતા. સ્વામી આમ કહે તો આમ.

What is one-mindedness? It is when one shoulders the blame for another’s mistake. One should also take his side and support him. That is one-mindedness. And one mindedness is samp. If one paramhansa instructed, then all 500 would follow. Shastriji Maharaj’s 50 sadhus would do as he said. Whatever Swami said they obeyed without question.

***

સંગઠનભાવ રાખવો. એકબીજાનો ગુણદોષ ન જોવા. મનદુઃખ ન રાખવું. બાંધછોડ કરી લેવી. મન નોંખુ રાખશો તો અમે કાંઈ કહી શકતા નથી. અમારે પૈસાની જરૂર નથી, સંપની જરૂર છે.

Be united. Do not look at each other’s faults. Do not harbor mental miseries. Be compromising. If your minds are disunited, I am unable to say anything. I do not need money, only unity.

***

ભગવાન ને સત્પુરુષમાં મનુષ્યભાવ ન આવી જાય એ કલ્યાણનું જતન. મનુષ્યભાવ આવી જાય, મન નોંખું પડી જાય તો જતન ગયું.

To preserve one’s liberation (kalyan nu jatan) one should not attribute human traits (manushyabhav) to God and the Satpurush. By attributing human traits to them, or disuniting your mind from them, the preservation of liberation is lost.

***

ગુરુમાં દિવ્યભાવ - નિર્દોષભાવ રાખવો એ ગુરુપૂજન.

True guru-puja lies in believing the guru as divine and faultless.

***

મહારાજની મૂર્તિ અને ગુણાતીત સ્વામીની મૂર્તિ વિના ક્યાંય વૃત્તિ ન રહે તે નિર્વાસનિક.

One whose mind does not rest anywhere other than in the divine murtis of Maharaj and Gunatit Swami is nirvasanik.

***

શુદ્ધભાવે સેવા કરવી. શુદ્ધભાવ એટલે શું? જેવા અક્ષરધામમાં મહારાજ બિરાજે છે તેવા ને તેવા જ અહીં બિરાજે છે, તેમ સમજવું તે શુદ્ધભાવ.

Perform seva with pure feelings. What are pure feelings? To believe that the same Maharaj in Akshardham is present here.

***

મંદિરનો નાનામાં નાનો હરિભક્ત એ આપણા માથાનો મુગટ છે, તેમ સમજવું તે શુદ્ધભાવ.

Pure feelings mean believing even the most junior of devotees of the mandir as being a royal crown fit for our head.

***

નિર્દોષ સમજવા, સર્વજ્ઞ જાણવા અને અંતરાય ન રાખવો - તેમાં અધિક શું? અંતરાય ન રાખે તો સર્વ ગુણ આવે. અંતરાય રાખવો તે, નિર્દોષ ન જાણવા ને સર્વજ્ઞ ન જાણવા તેના કરતાં વધુ ખરાબ છે.

What is best? To see the Sadhu as faultless, to know him to be the allknower, or to not have even the slightest barrier (antaray) between him and you? When there is no barrier, one attains all virtues. Keeping a barrier is worse than not seeing the Sadhu as faultless and not knowing him as the all-knower.

***

ચાર પ્રકારની ઔષધિ. તેમાં સંજીવની વિશેષ. એ (સંજીવની) નિર્દોષબુદ્ધિની ભક્તિ છે. ગુણાતીત બનવા કોઈનો અવગુણ લેવો નહીં. આપણે જાતે ભીડો વેઠવો. નિર્દોષબુદ્ધિની ભક્તિ કરવા અક્ષરધામમાંથી આપણને મોકલ્યા છે. આપણને કોઈ ભીડો આપે તો વેઠવો પણ આપવો નહીં. એ બ્રહ્મની સ્થિતિ છે.

Of the four classes of ayurvedic medicine, Sanjivani is the best. Sanjivani is comparable to devotion with nirdosh-buddhi. To become Gunatit, do not take fault of anyone. We should ourselves bear hardships (bhido). We have been sent from Akshardham to offer devotion with nirdosh-buddhi. We should tolerate hardships given by others, but not cause hardships to others. This is known as the Brahmic state.

***

જેના હૃદયમાં આજ્ઞા ને ઉપાસના રહી હોય તેમાં સુહૃદયપણું રાખવું. વાંક નજરમાં ન આવે તે સુહૃદયભાવ. સો અવગુણમાં એક ગુણને આગળ કરે.

Keep suhradhaybhav with those who have agna and upasana close to their hearts. Suhradhaybhav is to overlook others’ faults. Out of 100 faults, highlight his one virtue.

***

જ્યાં સંત હોય ત્યાં જ ઘર. બાપ એ જ છે. એ જ જીવનપ્રાણ. ત્યાં જ અક્ષરધામ. દેહ ગીરો મૂકવો. પછી આપણે ધણી રહ્યા?

Our true home is where the Sadhu is. He is the father. He is the life-force. Where he is is Aksahrdham. On pawning the body, do we then remain its owner?

***

ગુણાતીત તો એક જ. બીજા કોઈ મેળે માવજીભાઈ થઈ શકે નહીં.

There is only one Gunatit. None can become like him.

***

ભગવાનના મહિમાનો વિચાર તે ધ્યાન. આજ્ઞામાં ટૂક ટૂક થઈ જાય તે મહિમા. શાસ્ત્રીજી મહારાજ મળ્યા એ પ્રાપ્તિ.

To contemplate on God’s glory is dhyan. To obey his commands implicitly is mahima. To have the association of Shastriji Maharaj is prapti.

***

જેવા મહારાજ અક્ષરધામમાં સાકાર બિરાજમાન છે તેવા ને તેવા જ મને પ્રગટ મળ્યા છે, તેમાં મનુષ્યભાવ – દેહભાવ નથી, - તેવી સમજણ તે નિર્દોષબુદ્ધિ, પછી તેની આજ્ઞા પાળે તે ભક્તિ.

Nirdosh buddhi is understanding that the form of Maharaj presiding in Akshardham is the same as the form manifest here before me, and there is no human trait or flaw in Him. Thus, obey Him with this understanding.

SECTION