સૂનૃત

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે લખેલ

સત્સંગી સાધક પર એક પત્રપ્રસાદી

A Letter of Blessings from

Yogiji Maharaj to a Devout Satsangi

 

 


 

 

શ્રીજી સ્વામી સત્ય છે.

શુક્રવાર તા. ૨૮-૩-’૪૧

 

પાંચ વાર્તા સંબંધી વચનામૃતોમાંથી વાર્તાની નોંધ:-

કરવું - સંત-સમાગમ (મન-કર્મ-વચને)

જાણવું – જડ-ચૈતન્યનો વિવેક

મૂકવું – પંચ વિષય, દેહાભિમાન, અવળો પક્ષ

સમજવું – ભગવાનનું સ્વરૂપ

રાખવું – બ્રહ્મ થઈને પરબ્રહ્મ

ભગવાનની ભક્તિમાં વિઘ્ન ત્રણ મોટા, તેની નોંધ: 

મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન, વચનામૃત છે. પ્ર. ૮:

 (૧) પોતાના દોષ ન ઓળખાય.

 (૨) ભગવાનના ભક્ત થકી મન નોંખું પડી જાય.

 (૩) ભગવાનના ભક્ત થકી બેપરવાઈ થઈ જાય.

મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન: વચ. છેલ્લા પ્ર. ૫મું. માહાત્મ્યે યુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન?

શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે શુક-શનકાદિક જેવા જે મોટા પુરુષ, તેની સેવા ને પ્રસંગ તેમાંથી માહાત્મ્યે યુક્ત ભક્તિ જીવના હૃદયમાં ઉદય થાય છે. માહાત્મ્ય વગરની ભક્તિ ક્ષયરોગવાળી. જેમ દશ વરસની કન્યાને ક્ષયરોગ લાગુ પડે તે જુવાન થયા પહેલાં મરી જાય છે. તેમ માહાત્મ્ય વિનાની ભક્તિ મોળી પડી જાય છે. વચનામૃત સા. ૫મું.

 

Shriji Swami is the Truth

Friday 28-3-1941

Five principles noted from the Vachanamrut:

  • To Do – spiritual association of the holy Sadhu (through thought, word and deed).

  • To Know – discrimination between body and soul. (The distinction between animate and inanimate.)

  • To Renounce – the panchvishays; egotism; and wrong partisanship.

  • To Understand – the form of God.

  • To Keep – Parabrahma, after becoming brahmarup.

A note on three big obstacles in one’s devotion to God based on Muktanand Swami’s question in Vachanamrut Gadhada III-8:

  1. Not recognising one’s own faults.

  2. Disuniting one’s mind from God’s choicest devotee.

  3. Disregardful of God’s choicest devotee.

In Vachanamrut Gadhada III-5, Muktanand Swami asks: By what means does devotion to God with a full understanding of His glory develop?

Shriji Maharaj replies that by serving and profoundly associating with great sadhus such as Shuk and the Sanaks, devotion to God with a full understanding of His glory arises in the jiva. Devotion to God devoid of God’s glory is like tuberculosis. Just as a ten-year old girl affected by tuberculosis will die before reaching youth, devotion devoid of God’s glory will slacken. (Vachanamrut Sarangpur-5.)

 

મુદ્દો - ૧

નીર્દોષ બુધી દરેકમાં રાખવી તે જ આપણી સેવા છે. ગ. મ. ૨૮ના વચનામૃતમાં ભક્તના ભક્ત થાવું. ગ. પ્ર. ૫૮: પાકો હરિભક્ત કેને જાણવો? હરિભક્ત, તેના દાસનો દાસ થઈને રહેવું.

ગ. મ. ૬૨: ત્રણ અંગમાંથી એક અંગ રાખીને દેહ મુકીને ધામમાં જાવું. આત્મનિષ્ટાની [સ્થિતિ] ઉત્તમ, પતિવ્રતાપણું, દાસત્વપણું.

દાસત્વપણામાં ૪ કલમ સમજવાની આવે છે:

(૧) ઇષ્ટદેવનાં દર્શન ગમે.

(૨) ઇષ્ટદેવ પાસે રહેવું ગમે.

(૩) ઇષ્ટદેવની ક્રિયા ગમે.

(૪) પોતાના ઇષ્ટદેવનો સ્વભાવ ગમે.

આ ચાર કલમ સમજવાની છે. આ મુદ્દા સમજીને જીવમાં ઉતારવા.

 

Principle One

Service, Humility and Attaining God’s Abode

Seva is to perceive everyone as faultless. According to Vachanamrut Gadhada Section II-28 one should become a devotee of a devotee. And with reference to Vachanamrut Gadhada Section I-58: Who can be known as a true devotee? Answer: One who lives as the servant of a devotee’s servant!

Vachanamrut Gadhada Section II-62 teaches: One goes to dham after death only after developing one of the three virtues:

  • Uttam Atmanishtha (The highest realisation – “I am the atma and not the body, and within me God resides eternally.”)

  • Pativratapanu (Utmost faithfulness, as a wife is loyal to her husband.)

  • Dasatvapanu (Total, loving surrender and obedience to God and His holy Sadhu.)

One should understand the four attributes of dasatvapanu:

  1. To like the darshan of God.

  2. To like living near God.

  3. To like the actions of God.

  4. To like the nature of God.

These four attributes have to be understood and imbibed in one’s jiva.

 

બીજો મુદ્દો

એક બીજાની ખટપટ ન કરવી. તે કોકની વાત બીજાને કરવી ને બીજાની વાત કોકને કરવી. તે સ્વભાવ સાધુતાના માર્ગમાં ખામી રાખે. માટે જેને મોક્ષ જોયતો હોય તેમને તે સ્વભાવ મુકવો.

 

Principle Two

Avoid Gossip

Do not engage in gossip about others, that is, talking about (faults of) someone to others and about others (faults) to someone else. Such a habit leaves a deficiency on the path of saintliness. Therefore, one who desires moksha should give up such a nature.

 

ત્રીજો મુદ્દો

સ્વામી જાગા સ્વામી કેતા જે અવગુણ લેવાનું મન થાય તો પોતાના દેહનો, પોતાના સ્વભાવનો ને પોતાની જાતિનો અવગુણ લેવો પણ બ્રહ્મસ્વરૂપ એકાંતીક ભગવાનના ભક્તનો અવગુણ ન લેવો.

Principle Three

See One’s Faults

Jaga Swami used to say that if you feel like looking at faults, then see fault in one’s own body, one’s own base nature and one’s own caste; but never see fault in the ekantik Sadhu of God.

 

ચોથો મુદ્દો

સહનશક્તિ એ જબરો ગુણ છે. કોક શબ્દ આપણને કટાક્ષથી કહે તો સામું ન બોલતા સહન કરવું. તેમને ક્ષમા(નો) ગુણ કહે છે. તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે, ને આનંદના ફુવારા છુટે છે અને મોટા જીવમાંથી રાજી થાય છે. ત્યારે સ્વામી મુળ અક્ષરબ્રહ્મ કે’તા જે દેહ પડી ગીયો એટલે શું થીયું? એ તો સાધુ થાવું ને સાધુતા શીખવી ને મરી ગીયા એટલે થઈ રહ્યું ને કરવું બાકી કાંઈ ન રહ્યું એમ ન સમજવું.

સ્વામી જાગા ભક્ત સ્વામી કે’તા જે પરક્રીયા ને પારકો આકાર ને પારકા દોષ જીવમાં ઘાલવા નહિ. એમ સ્વામી કે’તા. ક્યાંક વાત થાતી હોય ને પોતાના અંગમાં મળતી આવતી હોય તેટલી ગૃહણ કરતી ને બીજીને ત્યાગ કરવી જે બીજા ભક્તને અરથે છે ને મારે અરથે નથિ, એટલે તેમનો અવગુણ આવ્યો ન કે’વાય.

Principle Four

Tolerance, Forgiveness...

Tolerance is a powerful virtue. If someone speaks sarcastically, do not retaliate but tolerate. This is called the virtue of forgiveness. By forgiving, one experiences fountains of joy and eternal peace within one’s heart; and the holy Sadhu is pleased from the depth of his soul. Swami Mul Aksharbrahma (Gunatitanand Swami) used to say, “So what if the body dies? Do not understand death as the end of it all with nothing more to do, but one has to become a sadhu and learn saintliness.”

Swami Jaga Bhakta used to say that we should not dump another’s habits, improper forms and faults in our souls.

From spiritual discourses, accept those teachings which correspond to one’s inclinations and do not accept other teachings – regarding them to be for the benefit of other devotees and not for oneself. This does not amount to having seen fault with the speaker.

 

પાંચમો મુદ્દો

ઝાઝો સમુહ હોય ને કોઈ વાત થાતી (હોય) ને આપણાથી તે મોટા હોય તે વખતે વાત સાંભળેલી (સાંભળી) લેવી. પણ હેત થાય ત્યારે વાત કરવી. પેલું હેત કરાવવા શીખવું. હેત કરાવ્યા પછી વાત બેસે. માટે હેત થીયા પછી પોતાનો સિદ્ધાંત કેવો.

Principle Five

Mutual Affection

When there is a large gathering and someone senior to us is discoursing, then at that time we should listen and accept whatever is said. Only after developing mutual affection can we point out the differences. So, first learn how to develop an affectionate bond. Once there is affection, the message will be accepted. Therefore, only after establishing affection should we voice our beliefs.

 

છઠ્ઠો મુદ્દો

સુહૃદપણાનો મોટો ગુણ શીખવો. સુહૃદપણું એટલે એકબીજાની ક્રીયા સંપથી કરી લેવી. સેવા એકબીજાની કરી લેવી. કોઈ કહે તે ખમવું ને બીજાને તે વાત જણાવવી પણ નહીં—મુને ફલાણે આમ કહ્યું. અહોહો, મારા મોટાં ભાગ્ય જે આવા કેનારા ક્યાંથી મળે! એમ કહેનારાનો ગુણ લેવો. સુહૃદપણું હશે તો જબરા ગુણો આવશે. સ્વામીનું વાક્ય છે. માટે અવશ્ય સુહૃદપણું રાખવું.

Principle Six

Virtues of Assistance, Service and Tolerance

Imbibe the great virtue of suhradpanu. Suhradpanu is to help each other in a spirit of unity. Help and serve one another. If someone scolds you, tolerate and never tell another about it. And also think, “O, how fortunate am I to have been told off by someone!” Thus, see virtue in whoever scolds you. If you have suhradpanu, you will develop great virtues. Swami has promised this. So definitely develop suhradpanu.

 

૭મો મુદ્દો

કથાવાર્તાનું વ્યસન રાખવું, કથાવાર્તાના વ્યસન હોય તો કર્યા વિના રહેવાય જ નહિ. મોટા વાતું કરતા હોય ને પોતે હાજર ન હોય તો હૃદયમાં બળતરા થવી જોઈએ. જ્યારે કથા સાંભળીએ ત્યારે શાંતિ થાય. માટે શબ્દ ઝીલવા શીખવું. એકે શબ્દ વૃથા જાવા દેવો નહિ. નવિન નવિન વાતો યાદ રાખવી. તો જ શ્રુત કહેવાય. માટે ખરા શ્રુત થાવું.

આટલા સાત મુદ્દા જીવમાં ઉતારી, સમજી, કેફ રાખવો. વાત તો ઘણી થઈ, પણ ટુંકામાં આટલું સમજવાનું. મોટા વાતુ કરતાં હોય ત્યારે વાત સાંભળવી ને એકમને થઈને વચમાં કોઈ પણ ડાપણથી બોલવું નહિ. અધર વચન ઝીલી લેવાં.

બોલો, સ્વામિનારાયણની જય.

બોલો, મૂળ અક્ષર સ્વામીની જય.

બોલો, શાસ્ત્રીજી મહારાજની જય.

Principle Seven

Spiritual Discourses

Have an addiction for spiritual discourses. If one is so addicted, one will not be able to live without them. If someone senior is talking and you are not present, your heart should burn with a feeling of loss. Listening to spiritual discourses gives tranquility. So, learn how to grasp the discourses. Do not allow even one word to go in vain. Remember new and fresh sermons. Only then can you be called a listener. So become a true listener.

Understand and imbibe these seven principles in your life and remain elated. A lot has been said, but in short, one should understand this much: when seniors are speaking, listen with concentration, but do not interrupt by passing wise remarks. Eagerly grasp their words of wisdom.

***

દા. સાધુ જ્ઞાનજીવનદાસ,
મંગળવાર, તા. ૧-૪-’૪૧.

થોડા બોલા થાવું, વાણી જે વાપરવી તે દુધની પેઠે વાપરવી પણ પાણીની પેઠે ન વાપરવી. બોલ્ય બોલ્ય ન કરવું. ઘટે તેટલું બોલવું. સત્ય, હીત ને પ્રીય લાગે તેવું વચન બોલવું. એટલે સૌને આપણામાં હેત થાય, એવું અંગ રાખવું. આટલો પાઠ કરવાથી શાંતિ રહેશે.

શુરવીર થાવું જેથી ઇન્દ્રિયું અંતઃકરણ થર થર કંપતા ફરે ને ખોટો ઘાટ પણ ન થાય. (વચ.) છે. પ્ર. ૨ રાત દિવસ વાંચ્યા જ કરવું. આટલી કલમ યાદ રાખવી. પૂજ્ય ભગતજી મહારાજ, પૂજ્ય સ્વામી જાગા ભક્ત, પૂજ્ય અદાશ્રી ને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને સંભારવા. દરરોજ સ્મૃતી રાખવી.

Speak less. Use words sparingly, as you would use milk and not as you would use water. Do not talk on and on. Speak only as required. Speak that which is truthful, good and in a likeable manner. Make this a habit so that all develop affection for you. By reading this you will attain peace.

Be brave so that your senses and mind tremble with fear and no bad thoughts arise. Read Vachanamrut Gadhada Section III-2 day and night. Remember all these principles. Recall the memories of Pujya Bhagatji Maharaj, Pujya Swami Jaga Bhakta, Pujya Adaji and Pujya Shastriji Maharaj daily. Reflect daily.

***

દા. જ્ઞાનજીવનદાસ,
ચૈત્ર સુદી ૪, વાર મંગળવાર (તા. ૧-૪-’૪૧)

કોઈ વાળે ત્યારે આપણે વેગમાં હોઈએ તો પણ વળી જવું એ ગુણ જબરો છે. પણ પોતાનો એકડો સાચો રાખવો નહિ. એક વાત શીખવાની છે—કટ વળી જાવું. પોતાનો બ્રહ્મસ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા દેવો નહિ. કામ-ક્રોધના ઘાટ થાય ત્યારે જ્ઞાને કરીને દબાવી દેવા.

જો ભુંડો ઘાટ કર્યો તે તારા ભૂક્કા કરી નાંખીશ રાજ્યનીતીનું વચનામૃત ગ. મ. ૧૨ વાંચવું. પછી એક પણ સંકલ્પ ન થાય સાંખ્યવિચાર કરવા શીખવો. દેહ, લોક, ભોગ ખોટા સમજી લેવા. આવો વિચાર સવારમાં કરવો—હું ગુણાતીત છું ને મારા જીવમાં સ્વામીશ્રીજી સાક્ષાત્ બેઠા છે. પ્રત્યક્ષ બ્રહ્મ-સ્વરૂપ પોતાને માનવો. એ જ વિનંતી ભુલચુક સુધારી વાંચશો.

When you are overwhelmed by a wilful mood, and someone explains to you to refrain, then to comply is a great virtue. But never cling obstinately to your own view. One thing must be learnt: to accept instantly.

Never let the joy of your brahmaswarup realization wane for even a second. When thoughts of anger and passion arise, suppress them with spiritual knowledge.

Threaten your mind, “If you entertain vulgar thoughts I will blow you to pieces.” Read Vachanamrut Gadhada II-12 which describes how to rule a kingdom (the body is the soul’s kingdom). Then you will never even have a single bad thought. Learn to think of the world and its attractions as perishable. Understand this body, the world and its pleasures to be perishable. Meditate every morning, “I am Gunatit and Swami and Shriji are manifest within my soul.” Believe yourself to be brahmaswarup. This is my only request. Please correct any mistakes while you read.

Das Gnanjivandasji

Chaitra sud 4, Tuesday.

SECTION