જીવન ભાવના

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની

જીવન ભાવના

Brahmaswarup Yogiji Maharaj’s Life-Feelings

 


 

 

આપણે ક્યાં નેતા છીએ? આપણે તો સેવક છીએ. આપણી મોટપ તે વાસણ ઊટકવામાં—એમ નીચા પ્રકારની સેવા કરવામાં છે.

I am not a leader! I am a servant. My importance lies as a dishwasher – in doing menial seva.

***

મને નાનામાં નાના સત્સંગીનો અભાવ કોઈ દી’ આવે નહીં. ઇ દેખાય જ નહીં! દેખાવા દઉં નહીં. બ્રહ્મની મૂર્તિ દેખું. માયિકભાવ આવે નહીં. ચૈતન્યમૂર્તિ સમજું.

The faults of even the most junior of devotees never arise in my mind. I do not see such things! I do not allow myself to see such faults. I see them all as murtis of Brahma. Never do I feel they are worldly. I believe them to be divine.

***

મને સેવા કરવાનું બહુ મન થાય છે. પણ કોઈ કરવા દેતું નથી. (વૃદ્ધાવસ્થાનાં ઉદ્‌ગારો)

I intensely desire to do seva. But no one allows me to do so. (Words spoken in old age.)

***

મને કીર્તન-ભક્તિ પહેલેથી જ બહુ પ્રિય. એ મારું અંગ. કોઈ કીર્તન ગાય તો મને બહુ મજા પડે.

From the beginning I have loved kirtan bhakti. It is my habit. I enjoy it immensely when anyone sings kirtans.

***

આપણે તો સેવા કરીએ પણ શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામીનું નામ આગળ આવે એમાં હું બહુ રાજી.

I prefer doing seva and I am greatly pleased if the names of Shastriji Maharaj and Pramukh Swami gain popularity.

***

શાસ્ત્રીજી મહારાજની જયંતી ઊજવવાની હોય તો હું માથું આપી દઉં! મારી જયંતી ઊજવે તે મને ગમે નહીં. હું તો વાસણ ઊટકવામાં તૈયાર, ટોકણી ખમવામાં તૈયાર. મારે તો પહેલેથી જ સેવકધર્મ, ગુરુધર્મ નહીં. ગુરુ થવું ગમે જ નહીં, સેવક થવું ગમે. મેં ટોકણી બહુ ખમી... ૪૦ વર્ષ ધોકા ખાધેલા, તે ખમવાને સ્વભાવ પડી ગયો છે...

I would give my all to celebrate Shastriji Maharaj’s birthday. I don’t like my birthday being celebrated. I am ever ready to wash dishes and tolerate scoldings. From the beginning I’ve lived as a servant, not a guru. I dislike being a guru, but enjoy being a servant. I have tolerated much scolding. For 40 years I’ve suffered beatings, so I am now used to tolerating.

***

અમે સં. ૧૯૬૯માં શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા. સં. ૨૦૦૭માં સ્વામી ધામમાં ગયા. ત્યાં સુધી સ્વામીની એકધારી આજ્ઞા પાળી રાજી કર્યા.

I came to Shastriji Maharaj in the Samvat year of 1969 (1913 CE). In Samvat year 2007 (1951 CE) Swami returned to Akshardham. Till the end I obeyed Swami’s commands unfailingly (consistently) and thus pleased him.

***

મને તો એક રોટલો ખાવા મળે તો તે ખાઈને સૂઇ રહું પણ શાસ્ત્રી મહારાજની સંસ્થા વધે તે માટે દાખડો કરું.

Even if I get just a rotlo to eat, I would eat it (be complacent from activity); but I would put in effort for the growth of Shastriji Maharaj’s Sanstha.

***

મને તો મારી જયંતી ઊજવે એ ન ગમે. મને તો પૂજાવાનો અંકૂર પણ નહીં. કોઈ હાર પહેરાવે તે ન ગમે. દંડવત કરે, જય બોલાવે તે ન ગમે... આ હું નિષ્કપટભાવે કહું છું...

I dislike my birthday being celebrated. I do not desire one bit to be worshipped. I dislike being garlanded. I dislike people prostrating to me, calling my Jais... I am saying all this to you in honest revelation.

***

અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે.

I have a constant darshan of God.

***

અમે બધા સદ્‌ગુરુઓની ખૂબ સેવા કરી અને રાજીપો મેળવ્યો છે. દેહને ઘસી નાંખ્યો છે.

I have served all the sadgurus immensely and earned their blessings. I have worn out my body.

***

શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે. પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી. તે સ્વામી અતિશય રાજી થયા છે. ને અત્યારે દર્શન દે છે ને સુખ આવે છે.

I have always acted according to the wishes of Shastriji Maharaj, but not according to the calling of my own mind. So, Swamishri has become extremely pleased. And today he gives darshan and I experience bliss.

***

મેં બધાનું સાચવ્યું છે. બધાની સેવા કરી છે. કોઈનું અપમાન નથી કર્યું. કોઈનો તિરસ્કાર નથી કર્યો. એટલે બધાને મારા ઉપર હેત થાય ને..! મેં કોઈની પાસે માંગ્યું નથી. ઠાકોરજી માટે સેવા કરાવી છે, પણ મારા માટે, દેહ માટે કાંઈ માગ્યું નથી...

I have cared for all and served everybody. I have never insulted anybody, never scorned anyone. That’s why everyone is so affectionate towards me. Never have I asked for anything from anyone. For Thakorji I have asked, but never for myself.

***

અમારે તો સત્સંગ વધે એ જ આરામ.

For me, rest lies in the growth of Satsang.

***

મારી કાંઈ ભૂલ થઈ હોય તો મને કહેવી, તો હું સુધારું. કોઈ મને મારી ભૂલ દેખાડે તે મને ગમે, જેથી આપણે સુધરાય. પણ માન આપે તે ન ગમે, અપમાન કરે તો રાજી.

If I err, then please tell me so that I can improve. I like it when someone points out my mistakes, so that I can improve! I do not like being honored but insult pleases me.

***

અમને શાસ્ત્રીજી મહારાજ ‘જોગી’ કહીને બોલાવે તે એકદમ કાંટો ચઢી જાય કે મને શાસ્ત્રીજી મહારાજે બોલાવ્યો! અને કાગળ લખતો હોઉં તો પેન મૂકી દઉં અને જમતો હોઉં તો કોળિયો મૂકી દઉં...

Whenever Shastriji Maharaj called out ‘Jogi’, it instantly filled me with great joy that ‘Shastriji Maharaj has called me!’ And if I were writing, I’d drop the pen; and if I were eating, I’d put down the morsel...

***

હું ધારું તો જમું નહીં, હંમેશાં ઉપવાસ કરું. જો હું ધારું તો સૂઉં નહીં, જો હું ધારું તો... એમ દિવ્યભાવમાં વર્તું. પણ તો પછી તમે વૃદ્ધિ કેમ પામો? તમને સેવા મળે અને તેથી સંસ્કાર વધે અને વૃદ્ધિ પમાય એ માટે અમે તમને સેવા આપીએ છીએ.

If I choose I can stop eating and fast always. If I so will, I can avoid sleep. And if I so will... and thus live divinely. But then how will you progress? To enable you to get seva, become virtuous and progress, I grant you my personal seva.

***

મને ૫૦ વરસ સત્સંગમાં થયાં. કોઈ દિવસ કોઈ સત્સંગી—નાનામાં નાનો હોય, થાથા થાબડા જેવો હોય, કાંઈ ન આવડતું હોય, તેનો પણ અભાવ આવ્યો નથી. વિરોધી હોય, ગમે તેવો હોય તો પણ અભાવ આવ્યો નથી.

For 50 years I have been in Satsang. Never, in any satsangi – however mindless or incapable he may be – have I taken his faults. Whatever his nature, even if he is hostile to me, I have not felt ill-will for him.

***

વિદેશયાત્રાએથી પાછા પધાર્યા બાદ લીંબડીમાં સ્વાગતયાત્રા પછી એક નિવૃત્ત સ્ટેશન માસ્તર સદાશંકરભાઈ સ્વામીશ્રીને પગે લાગવા આવ્યા. ગદ્‌ગદ થતાં તેઓ કહે: “આપ તો હવે યુગપુરુષ છો. આપને વંદન કરવા આવ્યો છું...” “ના ભાઈ ના. હું તો દાસ છું...” તરત ઊભાં થતાં થતાં સ્વામીશ્રી બોલી ઊઠ્યા.

After a welcome back procession in Limdi, following Yogiji Maharaj’s 1970 tour of Britain and Africa, Sadashankarbhai, a retired railway station master bowed before Swamishri. Then he said with profound feelings, “You are now an epoch-maker, I have come to pay homage to you.”

Swamishri, on getting up, replied immediately, “No, no! I am just a servant.”

***

હવે લંડનમાં બોર્ડિંગ હાઉસ થઈ જાય તો ચાર્ટર્ડ પ્લેન કરીને લંડન જવું છે. બીજા પ્લેનમાં બૈરાં ભેગું બેસવું નથી. ધન કરતાં ધરમ વધે. ધન ભલે જાય પણ ધરમ ન જાય શ્રીજી મહારાજ ને અમારા ગુરુ શાસ્ત્રી મહારાજનો આ સિદ્ધાંત હતો. તે પ્રમાણે કરવું.

Dharma is greater than any amount of money. It does not matter if money is lost, but dharma should not be sacrificed. This was the principle of Shriji Maharaj and our guru Shastriji Maharaj. We should live in this way.

***

સારંગપુરમાં સ્વાગતયાત્રા પછી કહે, “સંત સ્વામી ઠેઠ સડક સુધી સામા આવ્યા. ગાડામાં બેસાડ્યા.”

“તમે કેમ આ બધું કર્યું?” સ્વામીશ્રીએ સંત સ્વામીને પૂછ્યું.

“તમે દૂર દેશથી (વિદેશથી) આવ્યા તેથી કરવું પડે ને!”

“અક્ષરધામથી આવ્યા છીએ, તે ક્યાં દૂર દેશ છે?!” સ્વામીશ્રીએ સહજભાવે સ્પષ્ટતા કરી.

After the welcoming procession in Sarangpur, Swamishri said, “Sant Swami came all the way to the road to receive us with a cart.”

Swamishri then asked Sant Swami, “Why did you do this?”

He answered, “We did it to honour you, as you have just returned from distant lands!”

“We have come from Akshardham. Is that a distant land?” Swamishri thus spontaneously clarified his true divinity.

***

ખાંભડામાં સામૈયા પછી સ્વામીશ્રી કહે, “અમે અહીં દશ વરસ ઝોળી ઘરોઘર માગેલી છે. બધાં ઘરનાં ફળિયાં પાવન કરેલાં છે. અધમણની ઝોળી જેની થાતી, તેનું સામૈયું તે થાતું હશે?! ક્યાં મેરુ ને ક્યાં શેર?!

After a procession in Khambhda, Swamishri revealed, “For ten years I begged for alms at every home in this village. The courtyard of each house has been sanctified. For one who could barely gather 10kg of grains, how can one have a procession for him! What is an ounce compared to the Mt. Meru!

“અમે ને માનત સ્વામી ઝોળી અહીં માગતા ને તાવડી સારંગપુર હાલતી. માંડ અધમણ લોટ થતો. આવી દશા તેદુ અમારી હતી. સામૈયાની દશા તો જિંદગીમાંય હોય નહીં!”

“Manat Swami and I begged for alms here and the cooking was done in Sarangpur. We would hardly get 10kg of flour. Such were our circumstances in those days.”

***

બોટાદ સ્વાગતસભામાં સ્વામીશ્રી કહે, “તમે જે આદરભાવ આપ્યો તે સ્વામિનારાયણ ભગવાનનો છે, અમારો નથી. અમે દાસ ભક્ત છીએ, વાસણ ઉટકનારા છીએ. પણ તમે સ્વામિનારાયણ ભગવાનનું સન્માન કરો છો, તે ના ન પાડીએ.”

In a welcome assembly arranged at Botad, Swamishri said, “The honours you have offered belong to Bhagwan Swaminarayan, and not me. I am merely a servant-devotee, a dishwasher. But because you are honoring Bhagwan Swaminarayan, I can not say no.”

***

ગઢપુર સત્કાર સભામાં સ્વામીશ્રી કહે, “ગ્રામપંચાયતે સ્વાગત કર્યું તે સ્વામિનારાયણ ભગવાન ને દાદા ખાચરનું આ સન્માન છે. અમે કર્તા નથી પણ શ્રીજી મહારાજ ભગવાન કર્તા છે. આપણે તે તેના હમેલિયા – નોકર છીએ.”

During a welcoming assembly in Gadhada, Swamishri said, “The welcoming by the local authority here is an honour to Bhagwan Swaminarayan and Dada Khachar. I am not the doer but God, Shriji Maharaj, is. I am His slave – a servant.”

***

મહુવા સ્વાગતયાત્રા પછી સ્વામીશ્રી કહે, “દાક્તર સાહેબ આઇ. પી. મહેતાએ આભાર બધાનો માન્યો પણ શ્રીજીમહારાજ તમારો આભાર અક્ષરધામમાંથી માને છે.”

SECTION