નિવેદન

પ્રમુખસ્વામી મહારાજનો આશીર્વાદ પત્ર

યોગીજી મહારાજની લાક્ષણિક શૈલીમાં બ્રહ્મરૂપ થવાના અનાદિના સિદ્ધાંતો અત્રે તેમના જ શબ્દોમાં મૂક્યા છે. અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીથી તત્સ્વરૂપ બનેલા મોક્ષના દ્વારરૂપ સત્પુરુષોના જીવનમાં આ મુદ્દાઓ સિદ્ધ થયેલા સાક્ષાત્ દેખાય છે. તે સિદ્ધાંત અનુસાર આ મુદ્દાઓ આપણા વર્તનમાં ઉતારી વર્તવા પ્રયત્ન કરીએ ત્યારે જ આપણે બ્રહ્મરૂપ થવાના માર્ગે ચાલ્યા કહેવાઈએ. આ રીતે વર્તવું એ જ આપણી સાધના અને યોગ છે. આશા છે કે દરેક વાચકો આ મુદ્દાઓને જીવનમાં ઉતારી બ્રહ્મરૂપ થવાના માર્ગે આગળ વધશે તો આ પ્રયત્ન સાર્થક થયો ગણાશે.

શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસના

(પ્રમુખસ્વામી મહારાજના)

આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ

 

BLESSINGS BY PRAMUKH SWAMI MAHARAJ

The eternal principles for becoming brahmarup have been presented here in Yogiji Maharaj’s original and unique style.

Aksharbrahma Gunatitanand Swami and his successors are the gateway to moksha and they reflect these principles in their lives.

Only by endeavouring to live by these principles can one be said to be treading the path of becoming brahmarup. To act in this way is our sadhana and yoga.

It is hoped that every reader will live by these principles and progress on the path of becoming brahmarup. Then this effort will be considered a success.

Jai Swaminarayan.

With blessings,

Shastri Narayanswarupdas

(Pramukh Swami Maharaj)

 

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો આશીર્વાદ પત્ર

તા. ૭-૨-૧૯૬૪. 
સંવત ૨૦૨૦ના મહા વદી બીજી નોમ.
 વાર શુક્રવાર સવારના ૮॥ વાગ્યે.

દા. સાધુ જ્ઞાનજીવનદાસજીના ઘણા હેતથી સ્વામીનારાયણ વાંચશો. આ જે કલમો લખી છે તો તેમનું યથાર્થ પાલન કરવું તો જ સ્વામીશ્રીજી તથા સ્વામી શાસ્ત્રીજી મહારાજ ઘણા જ રાજી થશે. તમને સ્વામી પોતાની સમીપે બેસાડશે. પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજનાં વચન જીવમાં ધારવાં, તો જ અખંડ શાંતી ને સુખ રહેશે. તો આ કલમ બધી સંપ, સુહૃદયભાવ અને એકતાની છે. તે જીવનમાં ઉતારવી. બોલો સાક્ષાત સ્વામીનારાયણ ભગવાનની જય, બોલો પૂજ્ય સ્વામી શાસ્ત્રીજી મહારાજની જય.

A LETTER OF BLESSINGS BY YOGIJI MAHARAJ

Date: 7-2-1964. Samvat 2020. Maha vad 9.

Friday. 8.30 a.m.

Please accept the affectionate Jai Swaminarayan of servant Sadhu Gnanjivandas.

Only by total observance of the guidelines written here will Swami-Shriji and Swami Shastriji Maharaj be truly pleased. And Swami will seat you near him.

Behold these words of Pujya Swami Shastriji Maharaj in your soul. Only then will you have eternal peace and happiness. These guidelines all relate to samp, suhradhaybhav and ekta. They should be imbibed in one’s life.

Swaminarayan Bhagwanni Jai. Pujya

Swami Shastriji Maharajni Jai.

SECTION