share

॥ સ્વામીની વાતો ॥

અક્ષરધામ - માહાત્મ્યશ્લોકાઃ

 

કમુખં રસકં વમુખં નિગમં સગુણં હ્યગુણં દશકેન યુતઃ ।

નિખિલાણ્ડગણો યદિતો વિવરં તદનેકજડાજડધામ નુમઃ ॥૧॥

અર્થ: ઉપનિષદોમાં કહેલાં આનંદરૂપ મુખ્ય જે છ ઐશ્વર્યોના નિરંતર સુખવાળા, વામદેવઋષિની માફક પરબ્રહ્મની સાથે મુખ્ય તાદાત્મ્યના આવેશવાળા, દિવ્ય ગુણવાળા, માયાએ રહિત, દશ-દશ ગુણવાળાં આવરણોથી યુક્ત જગત-સંતાન રૂપ સર્વે બ્રહ્માંડોના સમુદાય જેના (રોમ)છિદ્રમાં રહેલા છે, સાકાર-નિરાકાર અનેક રૂપવાળા અને જડ-ચેતનોના સ્વામી, પરબ્રહ્મના અક્ષરધામરૂપ, શ્રીગુણાતીતાનંદ સ્વામીજીને હું પ્રણામ કરું છું. ॥૧॥

 

તનુજસ્ય મહાપુરુષાનિલયં કચરન્ધ્રમિતં મહતાં ચ સતામ્ ।

તદનેક-મહાક્ષર-કોટિપદં ન લયં પ્રતિપત્તિ મહાપ્રલયે ॥૨॥

અર્થ: સૂક્ષ્મ પદાર્થોમાં રોમચ્છિદ્રથી પણ અત્યંત સૂક્ષ્મ, મહાન પદાર્થોમાં મહાપુરુષાદિ જેમાં લીન છે એવા અત્યંત મહાન, અનેક મહા અક્ષર મુક્તોની કોટિઓના આધાર અને જ્ઞાનપ્રલયમાં પણ નિત્ય સ્થિર રહેલા એવા બ્રહ્મધામરૂપ શ્રીગુણાતીત સ્વામીને હું પ્રણામ કરું છું. ॥૨॥

 

સગુણાદ્યમિતૈશ્ચ ભગૈઃ સહિતં પુરુષોત્તમદાસ્યમિતં હિ પરમ્ ।

પ્રણમામિ ગુણાત્પરનામધરં ક્ષરતારહિતં મમ ચેષ્ટતરમ્ ॥૩॥

અર્થ: મૂર્તિમાન, અસંખ્ય ઐશ્વર્યવાળા, શ્રીપુરુષોત્તમના દાસભાવવાળા, ક્ષરભાવથી રહિત, મને અત્યંત પ્રિય એવા, પરધામરૂપ શ્રીગુણાતીતાનંદ સ્વામીજી નામવાળા અક્ષરબ્રહ્મ-ધામને હું પ્રણામ કરું છું. ॥૩॥

 

- શ્રી અચિંત્યાનંદ વર્ણી

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading