TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૧૭૧ થી ૧૭૧
એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખડો, કેમ જે, કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે. ને એક તો ફળિયામાં ઘોડો ફરેવીને યજ્ઞ કરી લે. તેમાં શું કહ્યું જે, “ઇન્દ્રિયું-અંતઃકરણ તેને વશ કરવાં એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. અને વળી, ચોસઠ લક્ષણ સાધુનાં કહ્યાં છે૧ તે શીખવાં એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે ને ચોસઠ લક્ષણવાળા સાધુમાં જોડાવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે.”
૧. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, ૫. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત, ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭]
For one who performs (an Ashwamedh) yagna and rides a horse throughout the world it is very difficult, since if someone captures the horse the yagna will remain incomplete. While another, who rides the horse in the compound, completes the yagna. The meaning of this is, “Controlling the senses and inner faculties is like riding the horse throughout the world. While, believing oneself as brahmarup is like riding the horse in the compound. Also, imbibing the 64 qualities of a sadhu is like riding the horse throughout the world. But, associating with a sadhu who has the 64 qualities1 is convenient, like riding the horse in the compound.”
1. The 64 qualities of a sadhu (as mentioned in the Satsangijivan/Harigita: 1/25-37) are, one who:
1. Is compassionate,
2. Is forgiving,
3. Wishes the betterment of all jivas,
4. Tolerates cold, heat, etc.,
5. Does not look at the flaws in others’ virtues,
6. Is tranquil,
7. Does not have an enemy,
8. Is devoid of jealousy and animosity,
9. Is free of ego and envy,
10. Honors others,
Ek to yagna kare te ākhī pṛuthvīmā ghoḍo ferave temā bahu dākhaḍo, kem je, koīk bāndhe to yagna adhūro rahe. Ne ek to faḷiyāmā ghoḍo farevīne yagna karī le. Temā shu kahyu je, “Indriyu-antahkaraṇ tene vash karavā e to pṛuthvīmā ghoḍo feravvā jevu chhe, ne potāne brahmarūp mānavu e to faḷiyāmā ghoḍo feravvā jevu chhe. Ane vaḷī, chosaṭh lakṣhaṇ sādhunā kahyā chhe1 te shīkhavā e to pṛuthvīmā ghoḍo feravvā jevu kaṭhaṇ chhe ne chosaṭh lakṣhaṇvāḷā sādhumā joḍāvu e to faḷiyāmā ghoḍo feravvā jevu sugam chhe.”
1. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit, 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37]