TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૧૩ થી ૩૧૩
પાંડવે યજ્ઞ કર્યો તેમાં ભગવાન પણ ભેળા હતા, તો પણ નોળિયો સોનાનો થયો નહીં ને ઋષિના ચાર શેર સાથવાના યજ્ઞમાં સોનાનો થયો,૧ એમ સત્પાત્રની સેવાનું ફળ છે.
૧. મહાભારત કાળમાં મુદ્ગલ ઋષિ નામના એક પવિત્ર ઋષિ શિલોંછવૃત્તિ (ખળા કે બજારમાં પડેલ અનાજના કણ કણ વીણીને ખાવાની વૃત્તિ) ધરાવતા હતા. તેઓ છ મહિના ભૂખ્યા રહી તપ કરતા. અનાજ પાકે ત્યારે ખેતરમાંથી દાણા વીણી ભેગા કરીને અતિથિને સાથવો જમાડતા. એક વાર અતિથી તરીકે આવેલા દુર્વાસાને મુદ્ગલ ઋષિએ ભાવથી પારણાં કરાવ્યાં. દુર્વાસાએ જમી લીધા પછી પૃથ્વી પર ઢોળી દીધેલા એંઠા સાથવામાં એક નોળિયો આળોટ્યો. મુદ્ગલ ઋષિના ભાવથી જમાડાયેલા આ એંઠા સાથવામાં આળોટતાં નોળિયો અડધો સોનાનો થઈ ગયો. ત્યાર પછી કેટલાંય વર્ષો બાદ પાંડવોએ રાજસૂય યજ્ઞ કરીને એકવીસ હજાર બ્રાહ્મણોને જમાડ્યા. આ નોળિયો બ્રાહ્મણોએ જમીને છાંડેલા અન્નમાં આળોટ્યો પરંતુ તેનું બાકીનું અર્ધું શરીર સોનાનું થયું નહીં. ત્યારે નોળિયાએ કહ્યું, “મુદ્ગલ બ્રાહ્મણના ચાર શેર અનાજ જેટલું તારા રાજસૂય યજ્ઞનું પુણ્ય નથી.” અર્જુને શ્રીકૃષ્ણને આ વાત કરી. પ્રભુ કહે, “મારો એક ચાંડાળ ભક્ત મારામાં વૃત્તિ જોડીને ભજન કરે છે. તે ભૂખ્યો રહી ગયો છે. તેને લાવીને ભાવથી જમાડો તો યજ્ઞ પૂરો થશે અને શંખ વાગશે.” પછી તે શ્વપચને શોધી લાવ્યા, પણ છેટે બેસાડીને અવજ્ઞાપૂર્વક જમાડ્યો. તેથી શંખ ન વાગ્યો. પ્રભુ કહે, “મને જેવા ભાવથી જમાડો છો તેવા ભાવથી તે શ્વપચ ભક્તને જમાડો.” તે પ્રમાણે કર્યાથી શંખ પણ વાગ્યો અને તેના એંઠા અન્નમાં આળોટવાથી નોળિયો પણ સોનાનો થઈ ગયો.
When the Pandavs performed a yagna, God was with them, yet the mongoose did not turn golden. And in the yagna by Mudgal Rishi, in which he offered two kilos of parched corn, it turned golden. Thus, this is the fruit of offering service to the deserving.1
1. During the Mahabharat era, Mudgal Rishi was a pure, devout rishi who possessed the shilonchh vrutti – the ability to pick up individual grains from the storage area in the farm and eat them. He fasted for six months without eating anything. When the crops ripened, he would collect grains from the fields and feed any guests. Once, he fed Durvasa. A mongoose rolled in the grains spilt by Durvasa while eating. Since they had been affectionately served by Mudgal Rishi, the mongoose turned half golden. Then, many years later, the Pandavs performed a Rajasuya Yagna and fed 21,000 Brahmins. This mongoose rolled in the grains spilt by these Brahmins, but its remaining half did not become golden. So, the mongoose commented, “Your Rajasuya Yagna does not even carry the merit equal to Mudgal Rishi’s few grams of food.” Arjun narrated this to Shri Krishna. He said, “A Chāndāl devotee of mine is meditating on me and is offering worship. He has remained hungry.” So, the Pandavs found him and sitting him at a distance, fed him. But still the conch of victory (success) did not sound. Shri Krishna said, “Feed him with the same feelings you feed me.” When this was done, the conch sounded and by rolling in his spilt grains, the other half of the mongoose turned golden.
Pānḍave yagna karyo temā Bhagwān paṇ bheḷā hatā, to paṇ noḷiyo sonāno thayo nahī ne hruṣhinā chār sher sāthavānā yagnamā sonāno thayo,1 em satpātranī sevānu faḷ chhe.
1. Mahābhārat kāḷmā Mudgal Ṛuṣhi nāmnā ek pavitra ṛuṣhi shilonchhavṛutti (khaḷā ke bajārmā paḍel anājnā kaṇ kaṇ vīṇīne khāvānī vṛutti) dharāvatā hatā. Teo chha mahinā bhūkhyā rahī tap karatā. Anāj pāke tyāre khetarmāthī dāṇā vīṇī bhegā karīne atithine sāthavo jamāḍtā. Ek vār atithī tarīke āvelā Durvāsāne Mudgal Ṛuṣhie bhāvthī pāraṇā karāvyā. Durvāsāe jamī līdhā pachhī pṛuthvī par ḍhoḷī dīdhelā eṭhā sāthavāmā ek noḷiyo āḷoṭyo. Mudgal Ṛuṣhinā bhāvthī jamāḍāyelā ā eṭhā sāthavāmā āḷoṭtā noḷiyo aḍadho sonāno thaī gayo. Tyār pachhī keṭalāy varṣho bād Pānḍavoe Rājasūya Yagna karīne ekavīs hajār brāhmaṇone jamāḍyā. Ā noḷiyo brāhmaṇoe jamīne chhānḍelā annamā āḷoṭyo parantu tenu bākīnu ardhu sharīr sonānu thayu nahī. Tyāre noḷiyāe kahyu, “Mudgal brāhmaṇnā chār sher anāj jeṭalu tārā Rājasūya Yagnanu puṇya nathī.” Arjune Shrī Kṛuṣhṇane ā vāt karī. Prabhu kahe, “Māro ek chānḍāḷ bhakta mārāmā vṛutti joḍīne bhajan kare chhe. Te bhūkhyo rahī gayo chhe. Tene lāvīne bhāvthī jamāḍo to yagna pūro thashe ane shankh vāgashe.” Pachhī te shvapachne shodhī lāvyā, paṇ chheṭe besāḍīne avagnāpūrvak jamāḍyo. Tethī shankh na vāgyo. Prabhu kahe, “Mane jevā bhāvthī jamāḍo chho tevā bhāvthī te shvapach bhaktane jamāḍo.” Te pramāṇe karyāthī shankh paṇ vāgyo ane tenā eṭhā annamā āḷoṭvāthī noḷiyo paṇ sonāno thaī gayo.