TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૧
વાત: ૭૩ થી ૭૩
ગુરુનું અંગ૧ બોલાવ્યું, તેમાં પ્રશ્ન પૂછ્યો જે, “આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એમ કહ્યું છે પણ કાંઈ પુરુષપ્રયત્નનું તો કહ્યું નથી તે કેમ સમજવું?” ત્યારે તેનો ઉત્તર કર્યો જે, “સર્વે વાત ગુરુ જ કરે છે, ત્યારે અહીં અવાણું છે. અને હમણાં એમ છે જે, સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય, ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય. માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે.”
૧. બ્રહ્માનંદ સ્વામી રચિત મનહર છંદમાં વર્ણવેલ ગુરુમહિમા:
‘ગુરુદેવ જનની જનક રુ સંબંધિ બંધુ, પૂરન અત્યંત સુખ ગુરુહું સે પાયો હૈ, નાસિકા બદન બૈન દિને ગુરુ દિવ્ય નૈન, શોભિત શ્રવન દેકે શબ્દ સુનાયો હૈ; દિયે ગુરુ કર પાવ શીતલતા શિષ્યભાવ, ગુરુરાય પિંડહું મેં પ્રાણ ઠહરાયો હૈ, કહત હૈ બ્રહ્માનંદ કંદ સુખ દયાસિંધુ, ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ.’
“When all faults are overcome, one sleeps in peace. But otherwise if someone scolds, it is not tolerated. Without spiritual wisdom, one becomes mad. Therefore, spiritual wisdom is superior to everything else.”
‘Gurunu Ang’1 bolāvyu, temā prashna pūchhyo je, “Ā ‘Angmā’ to sarve vāt guru ja kare em kahyu chhe paṇ kāī puruṣh-prayatnanu to kahyu nathī te kem samajavu?” Tyāre teno uttar karyo je, “Sarve vāt guru ja kare chhe, tyāre ahī avāṇu chhe. Ane hamaṇā em chhe je, sarve doṣh ṭaḷī jāy to pachhī sukhe sūī rahe, pachhī koīk ṭoke to paṇ na khamāy, ne gnān vinā to unmatt thaī jāy. Māṭe sarva karatā gnān shreṣhṭh chhe.”
1. Brahmānand Swāmī rachit manahar chhandamā varṇavel gurumahimā:
‘Gurudev jananī janak ru sambandhi bandhu, pūran atyanta sukh guruhu se pāyo hai, nāsikā badan bain dine guru divya nain, shobhit shravan deke shabda sunāyo hai; diye guru kar pāv shītaltā shiṣhyabhāv, gururāy pinḍahu me prāṇ ṭhaharāyo hai, kahat hai Brahmānand kand sukh dayāsindhu, gurudev mero ghāṭ dūsaro banāyo hai.’