share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૮૩ થી ૮૩

ભગવાન રાખવામાં બે દુઃખ છે જે, ખાવા ન મળે ને માર પડે, તે તો અમારી વારીમાં હતું. ને હવે અવિદ્યા હતી તે તો નાશ થઈ ગઈ છે, ને મારતા તે પગે લાગે છે ને કેટલાક કુળે સહિત નાશ થઈ ગયા. હવે તો ક્યાંઈ જાયગા નથી એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે. તે માંહોમાંહી વેર કરે છે, ને મળે તે પણ ગરાસિયાની પેઠે મળે છે. ને કોઠારી તથા ભંડારી એ બે સાથે વેર તે કાંઈ સાધુનો મારગ નહીં. સાધુનો મારગ તો ક્ષમાશીલા, ધૈર્યશીલા બોધને નિપુણાઃ। એ સર્વે છે. ને આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ। એ છે, માટે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ તે શ્રેયાંસિ બહુવિઘ્નાનિ। તે સો સો વાતું સાચવીને ભગવાન ભજવા.

શીરાપૂરી ખાય બને રહે પઠિયે,

આવત માંહોમાંહી કે લઠા લઠિયે.

એમ ન કરવું.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.30) / (૬/૮૩)

૧. આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ॥
(સત્સંગિજીવન: ૧/૩૨/૨૮)
શ્રીહરિ ભક્તિમાતાને કહે છે, “હે સતિ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ? કે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય-વાસનાએ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહે રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વેજનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.”

There are two difficulties in keeping God: that food is not received and beatings are suffered. These were in our fate. But now the ignorance that existed has been destroyed. And those who used to beat us now offer respects, while many (who attacked us) have perished, with their families.

Now, there is no place for avidyā (māyā), so it has entered Satsang and causes internal quarrels, such that when [devotees] meet, they meet like landowners (i.e. superficially, they meet but internally, they bear enmity). And the enmity between the kothāri and the bhandāri is not the path of a sadhu. The path of a sadhu is Kshamāshīlā, dhairyashīlā bodhane nipunāhā and Ākuti-chiti-chāpalyarahitā nishparigrahāhā.1 Since we are walking on the path of liberation, there will be many obstacles. So, one should take care to worship God.

Worship and Meditation of God (25.30) / (6/83)

1. Shri Hari says to Bhaktimata, “O Mother! What kind of a sant should aspirants serve? One who has conquered his karma-indriyas and cognitive-indriyas, meaning one who has no desires, who has no possessions that would obstruct ātmā-realization, who is an expert in explaining the nature of the entities, one who identifies himself as the ātmā, and one who wishes the good of all.” (Satsangijivan 1/32/28)

Bhagwān rākhavāmā be dukh chhe je, khāvā na maḷe ne mār paḍe, te to amārī vārīmā hatu. Ne have avidyā hatī te to nāsh thaī gaī chhe, ne māratā te page lāge chhe ne keṭlāk kuḷe sahit nāsh thaī gayā. Have to kyāī jāyagā nathī eṭale satsangmā avidyā āvī chhe. Te māhomāhī ver kare chhe, ne maḷe te paṇ garāsiyānī peṭhe maḷe chhe. Ne koṭhārī tathā bhanḍārī e be sāthe ver te kāī sādhuno mārag nahī. Sādhuno mārag to Kṣhamāshīlā, dhairyashīlā bodhane nipuṇāhā... e sarve chhe. Ne Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā...1 e chhe, māṭe mokṣhane mārge chālyā chhīe te Shreyānsi bahuvighnāni... te so so vātu sāchavīne Bhagwān bhajavā.
Shīrāpūrī khāya bane rahe paṭhiye,
Āvat māhomāhī ke laṭhā laṭhiye.

em na karavu.

Worship and Meditation of God (25.30) / (6/83)

1. Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā;
Bodhane nipuṇā ātmaniṣhṭhāhā sarvopakāriṇah.
(Satsangijīvan: 1/32/28)
Shrī Hari Bhakti Mātāne kahe chhe, “He sati! Mumukṣhuoe kevā santne sevavā joīe? Ke jeo karmendriyo ane gnānendriyonī chapaḷtāe rahit arthāt viṣhay-vāsanāe virahit ātmahitmā virodhī parigrahe rahit, tattvabodh āpavāmā pravīṇ, ātmāmā ja ek niṣhṭhāvāḷā (ātmārām), sarvejanono ā lok-parlokmā upakār karavānā swabhāvavāḷā hoy.”

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading