share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૧

Vat: ૧૯૨ to ૧૯૨

પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહિ, ને તેમાંથી તો જીવ બગડી જાય. ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા. તે ચકલીનું મોત ઢેપલે, ને સત્સંગની મોટપ તો નિશ્ચય વડે છે, પણ સાધને કરીને નથી.

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.2) / (૧/૧૯૨)

૧. નારદજીના ઉપદેશથી ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓનો ત્યાગ કર્યો ને યમુના તીરે તપ કરી વિદ્યાધરોનું આધિપત્ય પ્રાપ્ત કર્યું. ચિત્રકેતુ એક વાર આકાશમાર્ગે નીકળ્યો. નીચે કૈલાસ પર શિવજીના સાથળ પર પાર્વતીને બેઠેલાં જોઈ તે હસી પડ્યો, એમ કે પોતાનો ત્યાગ ને તપ શિવજી કરતાં કેટલાં ઊંચાં છે! પાર્વતીએ ક્રોધાયમાન થઈ શાપ દીધો, તેથી તેને વૃત્રાસુર થવું પડ્યું. શિવજીનો અપરાધ થવાથી અસુર થવું પડ્યું એ સંસ્કાર થયા.

૨. જેમ ચકલી જેવું નાનું પંખી નાની ઢેપલીથી (કાંકરીથી) મરે, તેમ નાના અપરાધે પણ રાજા અસુર થયો.

Even if the great of the past had drawbacks, they should not be talked about. Since, such talks spoil the jiva. The example of Chitraketu, who criticized Shivji, illustrates the misery one has to suffer for such talks.1 A small bird is killed by a small pebble2 and greatness in Satsang is due to absolute faith in God, but not due to mere endeavours.

Firm Faith in the Divine Form of God (43.2) / (1/192)

1. As advised by Naradji, Chitraketu renounced his ten million wives and performed austerities on the banks of the river Yamuna. He attained the kingship of Vidyadhar. Once, Chitraketu was flying in the sky. Below, on Mt. Kailas, he saw Parvatiji seated on Shivji’s lap and laughed, thinking that his renunciation and austerities were greater than Shivji’s. This infuriated Parvatiji, who cursed Chitraketu to take birth as the demon Vritrasur. Thus, by insulting Shivji, he had to suffer.

2. Similarly, even by a small insult, Chitraketu had to take birth as a demon.

Pūrve moṭā moṭā thayā temā koīmā koī prakārno doṣh hoy paṇ te doṣh kahevāy nahi, ne temāthī to jīv bagaḍī jāy. Ne evī vātmā to Shivjīnā ācharaṇmāthī Chitraketune sanskār thayā.1 Te chakalīnu mot ḍhepale,2 ne satsangnī moṭap to nishchay vaḍe chhe, paṇ sādhane karīne nathī.

Firm Faith in the Divine Form of God (43.2) / (1/192)

1. Nāradjīnā updeshthī Chitraketu Rājāe karoḍ strīono tyāg karyo ne Yamunā tīre tap karī vidyādharonu ādhipatya prāpta karyu. Chitraketu ek vār ākāshmārge nīkaḷyo. Nīche Kailās par Shivjīnā sāthaḷ par Pārvatīne beṭhelā joī te hasī paḍyo, em ke potāno tyāg ne tap Shivjī karatā keṭalā ūnchā chhe! Pārvatīe krodhāymā thaī shāp dīdho, tethī tene Vṛutrāsur thavu paḍyu. Shivjīno aparādh thavāthī asur thavu paḍyu e sanskār thayā.

2. Jem chakalī jevu nānu pankhī nānī ḍhepalīthī (kākarīthī) mare, tem nānā aparādhe paṇ rājā asur thayo.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading