share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૧

Vat: ૮૫ to ૮૫

નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું ને છેલ્લી વારે એમાંથી મોત થયું, ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રિયું ભેળી કરી ને છેલ્લી વારે તેમાંથી દુઃખ થયું ત્યારે મૂકી; તે માર્ગ જ એવો છે.

પંચવિષય-વાસના-વ્યસન (8.6) / (૧/૮૫)

૧. નંદ રાજા અતિ લોભી હતા. તેમણે પૃથ્વીમાંનું બધું જ ધન પોતાની પાસે ભેગું કરી દીધું હતું. તેમની પાસે વરાહનું હાડકું હતું. જેના દ્વારા તેઓ સમુદ્રમાં તળિયે જઈ શકતા અને ત્યાં બધું ધન મૂકી આવતા. પરંતુ નારદજીના કહેવાથી તેમની રાણીએ ‘આ હાડકું નંદ રાજાની અગાઉની રાણીનું હાડકું છે’ એમ માની લઈ, તેને ચૂલામાં બાળી દીધું. આ સમાચાર મળતાં નંદ રાજા તરત મૃત્યુ પામ્યા.

૨. એક નિઃસંતાન રાજા. અંગિરા ઋષિએ ત્વષ્ટાદેવની પ્રસાદી મુખ્ય રાણી કૃત-દ્યુતિને ખવડાવી. કરોડો સ્ત્રી પૈકી એક જ સ્ત્રી સંતાનવાળી થઈ. બીજી સ્ત્રીઓને ઈર્ષ્યા આવી કે એ માનીતી થઈ જશે. આથી કુંવરને ઝેર આપી મારી નાખ્યો. રાજા વધુ દુઃખી થયો, નારદજીના ઉપદેશથી સાચું જ્ઞાન થયું. છેવટે બધું છોડી યમુનાતટે તપ કરી સુખી થયો.

King Nand1 hoarded all the wealth of the world and finally died from attachment to it. King Chitraketu2 had ten million wives and finally left them when they brought him misery. This path of attachment to wealth and women is like that.

Material Pleasures-Desires-Addictions (8.6) / (1/85)

1. A greedy king who gathered all the wealth of the world. He had a bone of Varah, by which he could go to the ocean floor to store his wealth. Naradji told king Nand’s queen that it belonged to the previous queen and that he kept it as a reminder of his affection for her. This upset the present queen, who threw the bone in the fire. Hearing this, Nand died instantly of shock.

2. A king of the Yadu lineage. He was childless. Then Angira rishi fed Chitraketu’s senior queen, Krutadyuti, sanctified food from Tvashta Dev. Thus, out of the king’s ten million queens only one bore a son. All the others were jealous so they poisoned and killed the newborn prince. The king was very upset. By the spiritual discourses of Naradji, the king gained spiritual insight and eventually renounced everything to perform austerities on the banks of the Ganga.

Nand Rājāe ākhī pṛuthvīnu dhan bheḷu karyu ne chhellī vāre emāthī mot thayu,1 ne Chitraketu Rājāe karoḍ striyu bheḷī karī ne chhellī vāre temāthī dukh thayu tyāre mūkī;2 te mārg ja evo chhe.

Material Pleasures-Desires-Addictions (8.6) / (1/85)

1. Nand Rājā ati lobhī hatā. Temaṇe pṛuthvīmānu badhu ja dhan potānī pāse bhegu karī dīdhu hatu. Temanī pāse Varāhnu hāḍku hatu. Jenā dvārā teo samudramā taḷiye jaī shakatā ane tyā badhu dhan mūkī āvatā. Parantu Nāradjīnā kahevāthī temanī rāṇīe ‘Ā hāḍku Nand Rājānī agāunī rāṇīnu hāḍku chhe’ em mānī laī, tene chūlāmā bāḷī dīdhu. Ā samāchār maḷatā Nand Rājā tarat mṛutyu pāmyā.

2. Ek nihsantān rājā. Angirā Ṛuṣhie tvaṣhṭādevanī prasādī mukhya rāṇī kṛuta-dyutine khavaḍāvī. Karoḍo strī paikī ek j strī santānavāḷī thaī. Bījī strīone īrṣhyā āvī ke e mānītī thaī jashe. āthī kunvarane zer āpī mārī nākhyo. Rājā vadhu duhkhī thayo, nāradajīnā upadeshathī sāchun jnyān thayun. Chhevaṭe badhun chhoḍī yamunātaṭe tap karī sukhī thayo.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading