share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૩

Vat: ૬૨ to ૬૨

“મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે, જેમ ધૂડધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે તેમ પામર ને વિષયીમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે જે,

“કરું રે ઉપાય હવે એહનો, ડોળી દેશ વિદેશજી;

કોઈ રે ઉગારે મને કાળથી, સોંપું તેને આ શીશજી.

“એમ નિરંતર વર્ત્યા કરે.” વળી સ્વામીએ વાત કરી જે, “ધર્મપુરવાળાં કુશળકુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, ‘હે મહારાજ! તમે કાગળમાં લખ્યું જે, અનિર્દેશથી લિખાવિંત સ્વામી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘આ તમારો દરબાર છે તે નિર્દેશ છે ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે, ને જળ અનિર્દેશ છે; જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે; તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે; વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે; આકાશ નિર્દેશ ને અહંકાર અનિર્દેશ છે; અહંકાર નિર્દેશ ને મહત્તત્ત્વ અનિર્દેશ છે; મહત્તત્ત્વ નિર્દેશ ને પ્રધાનપુરુષ અનિર્દેશ છે; પ્રધાનપુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિપુરુષ અનિર્દેશ છે, પ્રકૃતિપુરુષ નિર્દેશ છે ને એ પ્રકૃતિપુરુષ થકી પર અક્ષરધામ તે અનિર્દેશ છે, ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ.’ એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યાં ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતાં ગયાં. તે આ વાત મહારાજે કહી હતી.”

અક્ષરધામનું સર્વોપરીપણું (36.3) / (૩/૬૨)

૧. ધૂળ ધોઈ ધોઈ તેમાંથી ધાતુ કાઢનારા.

Previously, spiritual aspirants used to search for God and now God searches for spiritual aspirants. Just as a gold panner washes the dirty soil to find gold, similarly, God searches for spiritual aspirants from among the jivas who are ignorant and indulging in worldly pleasures. And spiritual aspirants continually desire moksha:

Karu re upāy have ehano, doli desh videshji;

Koi re ugāre mane kālthi, sopu tene ā shishji.1

Continuing, Swami said, “Kushalkuvarba of Dharampur asked Maharaj a question, ‘O Maharaj, in your letter you have written: Writing from Anirdesh Sahajanandji Maharaj. What is this anirdesh?’ Maharaj replied, ‘This, your darbār, is nirdesh (definable), while compared to it your city is anirdesh (undefinable); earth is definable, while compared to it water is undefinable; water is definable, but compared to it light is undefinable; light is definable, while compared to it wind is undefinable; wind is definable, while compared to it space is undefinable; space is definable and compared to it ahamkār is undefinable; ahamkār is definable and compared to it mahatattva is undefinable; mahatattva is definable and compared to it Pradhān-Purush is undefinable; Pradhan-Purush is definable and compared to it Prakruti-Purush is undefinable; Prakruti-Purush is definable, while Akshardham, which is above Prakruti-Purush, is undefinable. Residing from there I am having this letter written.’ While Maharaj spoke all this, she looked at and focused on his murti and internalized it. This story was narrated by Maharaj.”

Supremacy of Akshardham (36.3) / (3/62)

1. Now I will seek a solution for this (final moksha), by travelling throughout the country and abroad; If someone can save me from (the cycles of birth and death), I’ll surrender my head to him. - Nishkulanand Swami
This couplet describes King Gopichand’s desire to search for a guru who will free him from the bondage of māyā.

“More to mumukṣhu Bhagwānne khoḷatā ne have to Bhagwān chhe te mumukṣhune khoḷe chhe, jem dhūḍdhoyā1 dhūḷmāthī dhātu khoḷe chhe tem pāmar ne viṣhayīmāthī mumukṣhune khoḷe chhe. Ane je mumukṣhu hoy tene to nirantar em vartyā kare je,
“Karu re upāy have ehano, ḍoḷī desh videshjī;
Koī re ugāre mane kāḷthī, sopu tene ā shīshjī.

“Em nirantar vartyā kare.” Vaḷī Swāmīe vāt karī je, “Dharmapurvāḷā Kushaḷ Kuvarbāīe Mahārājne prashna pūchhyo je, ‘He Mahārāj! Tame kāgaḷmā lakhyu je, Anirdeshthī likhāvint Swāmī Sāt Sahajānandjī Mahārāj, te Anirdesh te shu?’ Tyāre Mahārāj bolyā je, ‘Ā tamāro darbār chhe te nirdesh chhe ne ā tamāru shaher chhe te anirdesh chhe. Pṛuthvī nirdesh chhe, ne jaḷ anirdesh chhe; jaḷ nirdesh chhe ne tej anirdesh chhe; tej nirdesh ne vāyu anirdesh chhe; vāyu nirdesh ne ākāsh anirdesh chhe; ākāsh nirdesh ne ahankār anirdesh chhe; ahankār nirdesh ne mahattattva anirdesh chhe; mahattattva nirdesh ne Pradhān-Puruṣh anirdesh chhe; Pradhān-Puruṣh nirdesh chhe ne Prakṛuti-Puruṣh anirdesh chhe, Prakṛuti-Puruṣh nirdesh chhe ne e Prakṛuti-Puruṣh thakī par Akṣhardhām te Anirdesh chhe, tyā rahīne ame kāgaḷ lakhāvīe chhīe.’ Eṭalī vāt karī tyā sudhī mūrti sāmu joī rahyā ne vṛutti palṭāvīne haiyāmā utārtā gayā. Te ā vāt Mahārāje kahī hatī.”

Supremacy of Akshardham (36.3) / (3/62)

1. Dhūḷ dhoī dhoī temāthī dhātu kāḍhanārā.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading