share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૫

Vat: ૨૮૬ to ૨૮૬

એકલશૃંગીને અજ્ઞાન-ઉપશમ હતું, તેથી વિષયમાં બંધાઈ ગયા પણ તેના બાપ વિભાંડક ઋષિને તો જ્ઞાન હતું ને શ્રાપ દેવા જાતા હતા, ત્યાં રસ્તામાં રાજાએ બહુ સન્માન કરાવ્યું ને ચાકરી કરાવી ને વિષયનો જોગ થયો ને એકલશૃંગીના દીકરાને ખોળામાં બેસાર્યો, તેથી રીસ ઊરતી ગઈ ને વિષયમાં બંધાયા. એ તો દૈવની માયાનું બળ જ એવું છે જે, જોગ થયે કોઈ બંધાયા વિના રહે જ નહીં.

(૫/૨૮૬)

૧. હરણીને વેષે ફરતી સ્ત્રીના સંસર્ગે તપોભંગ થયેલા મુનિ વિભાંડકના એકલશૃંગી પુત્ર થાય. મુનિએ પુત્ર જન્મ થતાં જ જંગલમાં અલાયદી પર્ણકુટી બાંધેલી. જેથી કરીને પુત્રને સ્ત્રી જાતિનું ભાન જ ન થાય. એક વાર અંગદેશના રોમપાદ રાજાના રાજ્યામાં દુષ્કાળ પડ્યો. બ્રાહ્મણોએ એકલશૃંગીને રાજ્યમાં લાવવામાં આવે તો વરસાદ થાય એવું કહ્યું. રાજાએ એક વેશ્યાને તૈયાર કરી. તેના હાવ-ભાવ, સ્વાદિષ્ટ ભોજન, અંગસ્પર્શ વગેરેથી એકલશૃંગી વિહ્‌વળ થયા ને રાજ્યામાં ખેંચાઈ આવ્યા. વૃષ્ટિ થઈ. પછી પણ તેઓ તો રાજ્યમાં પરણીને રહ્યા. ત્રણેક વરસ બાદ વિભાંડક શોધતાં ત્યાં આવ્યા ને શાપ આપવા તૈયાર થયા કે પોતાના બે પુત્રોને પુત્રવધૂએ ખોળામાં રમવા મૂકી દીધા. મુનિનો ક્રોધ ઓસરી ગયો.

Ekalshrungi lacked desires because of his ignorance.1 Therefore, he became bound by the vishays (when he came into contact with them); but his father Vibhāndak Rishi possessed gnān and he was going to curse the king. But the king welcomed him, honored him, and served him on the way. When he came into contact with the vishays and when Ekalshrungi’s child (Vibhāndak’s grandson) was placed on his lap, his anger dissipated. This is the strength of God’s māyā. When one comes into its contact, one will not remain without becoming bound.

(5/286)

1. Vibhāndak Rishi raised his son Ekalshrungi in the forest where there was no chance of encountering women. Hence, he did not know the difference between male and female. Because of his relative ignorance, he was said to be free of desires for vishays. In a nearby kingdom, the lack of rain caused a drought. The brāhmins told the king to bring Ekalshrungi Rishi to make it rain. The king sent a prostitute with delicious foods to seduce him. She seduced Ekalshrungi with her movements and delicious foods. Ekalshrungi was drawn to the king’s kingdom and it rained. He then stayed in that kingdom and married. Three years later, his father came looking for him. Hearing what happened, he became angry at the king and was going to curse him. however, the king had his daughter-in-law put her son (and Vibhāndak’s grandchild) in his lap. His anger dissipated. Therefore, Swami makes the contrast between Ekalshrungi and his father here. Ekalshrungi did not have desires because he did not know the distinction between male and female. Once he came into contact with vishays, his desires sprouted. However, his father had gnān; yet when encountering his own grandchild, he succumbed to the vishays.

Ekalshṛungīne agnān-upasham hatu,1 tethī viṣhaymā bandhāī gayā paṇ tenā bāp Vibhānḍak hruṣhine to gnān hatu ne shrāp devā jātā hatā, tyā rastāmā rājāe bahu sanmān karāvyu ne chākarī karāvī ne viṣhayno jog thayo ne Ekalshṛungīnā dīkarāne khoḷāmā besāryo, tethī rīs ūratī gaī ne viṣhaymā bandhāyā. E to daivnī māyānu baḷ ja evu chhe je, jog thaye koī bandhāyā vinā rahe ja nahī.

(5/286)

1. Haraṇīne veṣhe faratī strīnā sansarge tapobhang thayelā muni Vibhānḍaknā Ekalshṛungī putra thāy. Munie putra janma thatā ja jangalmā alāyadī parṇakuṭī bāndhelī. Jethī karīne putrane strī jātinu bhān ja na thāy. Ek vār Angdeshnā Rompād Rājānā rājyāmā duṣhkāḷ paḍyo. Brāhmaṇoe Ekalshṛungīne rājyamā lāvavāmā āve to varsād thāy evu kahyu. Rājāe ek veshyāne taiyār karī. Tenā hāv-bhāv, svādiṣhṭ bhojan, ang-sparsh vagerethī Ekalshṛungī vih‌vaḷ thayā ne rājyāmā khenchāī āvyā. Vṛuṣhṭi thaī. Pachhī paṇ teo to rājyamā paraṇīne rahyā. Traṇek varas bād Vibhānḍak shodhatā tyā āvyā ne shāp āpavā taiyār thayā ke potānā be putrone putravadhūe khoḷāmā ramavā mūkī dīdhā. Munino krodh osarī gayo.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading