share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૪૪ થી ૪૪

સત્યુગમાં મનુષ્યને લાખ વરસની આવરદા ને હજાર વરસનો ખાટલો ને સો વરસ સુધી ડચકાં ખાય ત્યારે જીવ જાય ને આજ તો ત્રીજે ડચકે અક્ષરધામમાં જવાય છે, એવું સુગમ કરી નાખ્યું છે; પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સ્ત્રી, દ્રવ્ય, દીકરા, દીકરી, મેડી, હવેલી, રાજ્યસમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મીને વિષે સુખ મનાય છે. જેમ છોકરાં ધૂળની ઘોલકિયું કરે છે ને ઠીકરાની ગાયું કરે છે ને ચૈયાના ને કાચલિયુંના ઘોડા કરે છે ને સુખ માને છે, તેમ એ પણ સુખ માને છે; પણ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય. જેમ ભાલદેશમાં બ્રાહ્મણ ચાલ્યો જતો હતો તેને સામો રબારી મળ્યો. તેણે પૂછ્યું જે, “મહારાજ, રાજી કેમ થયા છો?” ત્યારે તે બ્રાહ્મણ બોલ્યો જે, “રાજી ન થઈએ? દસ ગાઉ ચાલ્યા આવ્યા છીએ ને જળ પાસે આવ્યાં છે, તે નહાશું-ધોશું ને ટીમણ કરશું.” ત્યારે તે રબારી બોલ્યો જે, “હૈયું ફોડ્ય મા, જોડા પહેરીને ચાલ્યો આવું છું ને પાણી તો ઝાંઝવાનાં બળે છે!” ત્યારે તે બ્રાહ્મણના મનસૂબા સર્વે ખોટા થઈ ગયા. તેમ જ્યારે જ્ઞાન થાય ત્યારે સર્વે ખોટું થઈ જાય અને જે મૃગલાં જેવા જીવ છે તે તો વિષયને સાચા માનીને દોડ્યા કરે છે. જેમ ઝાંઝવાનાં જળને દેખીને મૃગલાં દોડે છે તેમ. અને મનુષ્ય છે તે દેખે છે પણ ખોટાં જાણે છે અને સૂર્યના રથમાં બેઠા છે તેની દૃષ્ટિમાં તો ઝાંઝવાનાં પાણી નથી, તેમ જે જ્ઞાની છે તેની દૃષ્ટિમાં તો પ્રકૃતિનું કાર્ય કાંઈ આવતું નથી.

સાંખ્યજ્ઞાન (27.14) / (૩/૪૪)

૧. નાનાં છોકરાંને રમવાને માટે જમીન સાફ કરી ધૂળની પાળ કરી થતું ઘર, ઘરઘરની રમત.

૨. માટીના વાસણના તૂટેલા ટૂકડા.

૩. એ નામનું ઘાસ. નીચાણવાળી જમીનમાં સતત પાણી ભરાઈ રહેતાં ત્યાં કમર કે છાતી જેવડું આ ઘાસ ઊગે છે. તેને મોર જેવી કલગીનું ઝૂમખું હોય છે. (ઉનાળામાં સૂકાયેલી આ જમીન ખોદતાં નીચે સુગંધીમાન ગાંઠ્યો નીકળે છે. તેને મોથ કહેવાય છે. આ મોથનો વચનામૃતમાં ઉલ્લેખ આવે છે.)

In Satya-yug man has a lifespan of 100,000 years, a deathbed of 1,000 years, and after a hundred years of terminal illness the jiva leaves the body; and today, one can go to Akshardham with the third gasp for breath, that is how easy it has been made. But as long as there is ignorance, happiness is believed to be in women, wealth, sons, daughters, homes, mansions, regal prosperity and royal wealth. Just as children build dirt houses, cows of broken mud pots and horses out of hollow stones and coconut shells, and feel happy about it, similarly, people attribute happiness to the above mentioned things. But when one acquires true spiritual knowledge, everything is negated. In the arid and flat region of Bhāl, a Brahmin was walking along and he met a cowherd, who asked, “O Brahmin, why are you so happy?” Then the Brahmin said, “Why should I not be happy? I have walked twenty miles and finally found some water, so I will wash and bathe and have a snack.” Then the cowherd said, “Do not have such a heartbreaking expectation. I have just walked from there wearing these shoes and the appearance of water there is due to a mirage.” Then all the plans of the Brahmin collapsed. Similarly, when spiritual knowledge is attained everything is negated. The jivas, who are like deer, believe the material pleasures to be true and keep chasing after them – just as a deer sees the water mirage and runs after it. Man also sees the mirage, but knows that it is an optical illusion. And one seated in the chariot of the Sun does not see the mirage of water; similarly, one with knowledge does not attach any importance to worldly objects.

The Knowledge of Sankhya (27.14) / (3/44)

Sat Yugmā manuṣhyane lākh varasnī āvaradā ne hajār varasno khāṭalo ne so varas sudhī ḍachakā khāy tyāre jīv jāy ne āj to trīje ḍachake Akṣhardhāmmā javāy chhe, evu sugam karī nākhyu chhe; paṇ jyā sudhī agnān chhe tyā sudhī strī, dravya, dīkarā, dīkarī, meḍī, havelī, rājyasamṛuddhi ne rājyalakṣhmīne viṣhe sukh manāy chhe. Jem chhokarā dhūḷnī gholakiyu1 kare chhe ne ṭhīkarānī2 gāyu kare chhe ne chaiyānā3 ne kāchaliyunā ghoḍā kare chhe ne sukh māne chhe, tem e paṇ sukh māne chhe; paṇ jyāre gnān thāy tyāre sarve khoṭu thaī jāy. Jem Bhāldeshmā brāhmaṇ chālyo jato hato tene sāmo rabārī maḷyo. Teṇe pūchhyu je, “Mahārāj, rājī kem thayā chho?” Tyāre te brāhmaṇ bolyo je, “Rājī na thaīe? Das gāu chālyā āvyā chhīe ne jaḷ pāse āvyā chhe, te nahāshu-dhoshun ne ṭīmaṇ karashun.” Tyāre te rabārī bolyo je, “Haiyu foḍya mā, joḍā paherīne chālyo āvu chhu ne pāṇī to jhānjhavānā baḷe chhe!” Tyāre te brāhmaṇnā manasūbā sarve khoṭā thaī gayā. Tem jyāre gnān thāy tyāre sarve khoṭu thaī jāy ane je mṛugalā jevā jīv chhe te to viṣhayne sāchā mānīne doḍyā kare chhe. Jem jhānjhavānā jaḷne dekhīne mṛugalā doḍe chhe tem. Ane manuṣhya chhe te dekhe chhe paṇ khoṭā jāṇe chhe ane sūryanā rathmā beṭhā chhe tenī draṣhṭimā to jhānjhavānā pāṇī nathī, tem je gnānī chhe tenī draṣhṭimā to Prakṛutinu kārya kāī āvatu nathī.

The Knowledge of Sankhya (27.14) / (3/44)

1. Nānā chhokarāne ramavāne māṭe jamīn sāf karī dhūḷnī pāḷ karī thatu ghar, ghargharnī ramat.

2. Māṭīnā vāsaṇnā tūṭelā ṭūkaḍā.

3. E nāmnu ghās. Nīchāṇvāḷī jamīnmā satat pāṇī bharāī rahetā tyā kamar ke chhātī jevaḍu ā ghās ūge chhe. Tene mor jevī kalagīnu zūmkhu hoy chhe. (Unāḷāmā sūkāyelī ā jamīn khodatā nīche sugandhīmān gānṭhyo nīkaḷe chhe. Tene moth kahevāy chhe. Ā Mothno Vachanāmṛutmā ullekh āve chhe.)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading