share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૬૯ થી ૬૯

“ગરીબને કલપાવશે તે ભગવાન ખમી નહિ શકે. કેમ જે, ગર્વગંજન ભગવાન છે. તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે.” એ વાત વિસ્તારે કરીને બોલ્યા જે, “આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહિ. અને જે ધીરજવાન પુરુષ છે તેને દુર્જનઃ કિં કરિષ્યતિ?” એમ કહીને વળી બોલ્યા જે, “કોઈ દિવસ લંબકર્ણની જય થઈ નથી ને થાશે પણ નહિ; કેમ જે, કામ-ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે,

“જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે,

જેને જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે.

“અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂછડું ઉઘાડું થાય, એવા છે. ને એવાનો સંગ તો જેમ આંબેથી ઊઠીને બાવળિયે બેસવું એવો છે. ‘કાંઉં કણ ખૂટે વાંદરા બીડ ખાવો,’ એવા પુરુષ છે. માટે,

“દેખી ઉપરનો આટાટોપ, રખે મને મોટા માનો રે;

એ તો ફોકટ ફૂલ્યો છે ફોક, સમજો એ સંત શાનો રે.”

એમ કહીને બોલ્યા જે, “આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે, એમ જાણવું; માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે કહ્યું છે જે, ‘દેહ ધર્યાનું નિમિત્ત તો નથી પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઇચ્છીએ છીએ.’ તે એ તો આપણને શીખવ્યું, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે. માટે સમાગમ કરી લેજો.”

માન (32.14) / (૩/૬૯)

૧. કચ્છી ભાષાની પંક્તિ છે. ગાયોની ચરિયાણ ઘાસવાળી જમીનને બીડ કહેવાય છે. બીડમાં વાંદરિયું ઘાસ થાય છે. તેની નીચે નાની ગાંઠો હોય છે, તેનાં બીજને ચકીમકી કહે છે. ‘કાંઉં કણ ખૂટે વાંદરા બીડ ખાવો’ આ પંક્તિનું યોગીજી મહારાજ આ રીતે નિરૂપણ કરતા કે, “જ્યારે અનાજ ખૂટે, ત્યારે ચોમાસામાં ચકીમકી થાય છે તે ખાઈને પેટ ભરે; તેમ એકાંતિક ન મળે ત્યારે ગમે તેવા ભગવાંધારીને ગુરુ કરે, પણ તેથી ભૂખ ભાંગે નહિ.”

૨. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ ૪૮.

Hurting the meek will not be tolerated by God, since God is the destroyer of vanity. He will manifest through anyone to destroy vanity.

“We should worship God and harbour no worries. What can a wicked person do to one who has patience?” Then he said, “A donkey has never triumphed and will never triumph, since it has been beaten by the evil instincts of lust, anger, etc. Therefore,

Jenu kāme kāpi lidhu nāk, lobhe lai lāj lidhi re,

Jene jibhe roli karyo rānk, māne to fajeti kidhi re.1

“Others are like a peacock which spreads its feathers and exposes its ugly back. So, to seek the company of such a person is like moving one’s seat from under the mango tree to a thorny baval tree. ‘Kāu kan khute vāndra bid khāvo.’2 He is such a person. Therefore,

Dekhi uparno ātātop, rakhe mane motā māno re;

E to fogat fulyo chhe fok, samjo e Sant shāno re.”3

Swami said, “Today, realize that we have received a unique opportunity which is difficult to obtain. Since, the one whom we were to attain after death, we have attained while living. But it is not that we will attain him only after death. And Maharaj has said, ‘Even though there is no reason to take birth, I wish to create some reason and be born in the company of such a Sadhu (Vachanamrut Gadhada II-48).’ This much he has taught us, and such a body has been attained by us. Therefore, keep his company.”

Ego (32.14) / (3/69)

1. Due to lust one’s dignity is lost; greed has taken away one’s reputation; Desire for taste has made one a beggar; and ego has left one worthless.

2. This is a saying from the Kutch region. In the grazing fields for cattle wild grass grows in between the normal grass. Cattle like this wild grass and so the shepherd allows them to eat as much as they want, since whatever food is in their destiny will never run out. Similarly, Swami says that he is like the wild grass, so aspirants can take as much bliss from him as they wish, since it will never run out.

3. Just by seeing someone’s external show and appearance, do not believe him to be great; it is all just for show and so do not believe him to be a genuine sadhu.

“Garībne kalapāvashe te Bhagwān khamī nahi shake. Kem je, garvaganjan Bhagwān chhe. Te game te dvāre pragaṭ thaīne garvane ṭāḷashe.” E vāt vistāre karīne bolyā je, “Āpaṇe to Prabhu bhajī levā, kāī chintā rākhavī nahi. Ane je dhīrajvān puruṣh chhe tene Durjanah kim kariṣhyati? Em kahīne vaḷī bolyā je, koī divas lambakarṇanī jay thaī nathī ne thāshe paṇ nahi; kem je, kām-krodhādike mārī mūkyā chhe, māṭe,
“Jenu kāme kāpī līdhu nāk, lobhe laī lāj līdhī re,
Jene jībhe roḷī karyo rānk, māne to fajetī kīdhī re.

“Ane bījā to jem mor kaḷā pūre ne pūchhaḍu ughāḍu thāy, evā chhe. Ne evāno sang to jem āmbethī ūṭhīne bāvaḷiye besavu evo chhe. ‘Kāu kaṇ khūṭe vāndarā bīḍ khāvo,’1 evā puruṣh chhe. Māṭe,
“Dekhī uparno āṭāṭop, rakhe mane moṭā māno re;
E to fokaṭ fūlyo chhe fop, samajo e sant shāno re.”

Em kahīne bolyā je, “Āj to āpaṇne alabhya lābh maḷyo chhe, em jāṇavu; māṭe jene marīne pāmavā hatā te to deh chhatā ja maḷyā chhe, paṇ marīne pāmavu em nathī. Te Mahārāje kahyu chhe je, ‘Deh dharyānu nimitta to nathī paṇ koīk kāraṇ utpanna karīne ā santnā madhyamā janma dharavo em ja ichchhīe chhīe.’2 Te e to āpaṇne shīkhavyu, paṇ evo deh to āpaṇe ja dharyo chhe. Māṭe samāgam karī lejo.”

Ego (32.14) / (3/69)

1. Kachchhī bhāṣhānī pankti chhe. Gāyonī chariyāṇ ghāsvāḷī jamīnne bīḍ kahevāy chhe. Bīḍmā vāndariyu ghās thāy chhe. Tenī nīche nānī gānṭho hoy chhe, tenā bījne chakīmakī kahe chhe. ‘Kāu kaṇ khūṭe vāndarā bīḍ khāvo’ ā panktinu Yogījī Mahārāj ā rīte nirūpaṇ karatā ke, “Jyāre anāj khūṭe, tyāre chomāsāmā chakīmakī thāy chhe te khāīne peṭ bhare; tem ekāntik na maḷe tyāre game tevā bhagavādhārīne guru kare, paṇ tethī bhūkh bhānge nahi.”

2. Vachanāmṛut Gaḍhaḍā Madhya Prakaraṇ 48.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading