share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૫

વાત: ૩૧૮ થી ૩૧૮

સત્સંગમાં કેટલાક લાંબો પગ કરીને સૂતા નહીં, તથા મટકાં જીતતા તથા ખંજોળવું નહીં તથા પ્રસાદીનું પણ ગળ્યું, ચીકણું ખાધું નહીં તથા સંકલ્પ થાવા દીધા નહીં, એ સર્વે કઠણ વાત છે ને એ રસ્તે કોઈથી ચલાય નહીં, ને તેને મનુષ્ય ન કહેવાય. તો પણ તે જ્ઞાનીની બરોબર ન કહેવાય ને દેશકાળ લાગ્યા ને થાળ બીજે ગયો ત્યારે જેની આગળ ઊંચે શબ્દે બોલાય નહીં તેને વચન કહ્યાં.

(૫/૩૧૮)

૧. શ્રીજીમહારાજને જીવુબા તથા લાડુબા થાળ બનાવીને જમાડતાં પણ જ્યારે ધર્મકુળ આવ્યું ત્યારથી સુવાસિની ભાભી વગેરે ધર્મકુળની સ્ત્રીઓએ શ્રીજીમહારાજ માટે થાળ બનાવવાનું શરૂ કર્યું. આથી જીવુબા-લાડુબા દિલ દુભાયાં. એ વખતે એમણે શ્રીજીમહારાજને વેણ કહ્યાં. આમ, દેશકાળ લાગ્યા.

In Satsang, many did not sleep with their legs straight. Some controlled their blinking and itching (i.e. refrained from blinking and scratching). Some did not eat sweets or oily foods even as prasād, nor did they even desire such items. These people cannot be called human, because these are difficult endeavors for others to follow. Even so, they cannot be equaled to one who is a gnāni; for when the circumstances changed, harsh words were spoken to Maharaj, even though this was not proper.1

(5/318)

1. Jivuba and Laduba prepared Shriji Maharaj’s food in Gadhada. When Shriji Maharaj’s family arrived, Suvasini Bhabhi and other women prepared Maharaj’s food. Therefore, Jivuba and Laduba were hurt. They spoke some harsh words to Shriji Maharaj. Hence, they succumbed to the change in circumstances. Therefore, Swami is saying that even if one is strict in discipline and observance of niyams, if they lack gnān, they will react adversely when encountering unfavorable circumstances.

Satsangmā keṭlāk lāmbo pag karīne sūtā nahī, tathā maṭakā jītatā tathā khanjoḷavu nahī tathā prasādīnu paṇ gaḷyu, chīkaṇu khādhu nahī tathā sankalp thāvā dīdhā nahī, e sarve kaṭhaṇ vāt chhe ne e raste koīthī chalāy nahī, ne tene manuṣhya na kahevāy. To paṇ te gnānīnī barobar na kahevāy ne desh-kāḷ lāgyā ne thāḷ bīje gayo tyāre jenī āgaḷ ūnche shabde bolāy nahī tene vachan kahyā.1

(5/318)

1. Shrījī Mahārājne Jīvubā tathā Lāḍubā thāḷ banāvīne jamāḍatā paṇ jyāre Dharmakuḷ āvyu tyārthī Suvāsinī Bhābhī vagere Dharmakuḷnī strīoe Shrījī Mahārāj māṭe thāḷ banāvavānu sharū karyu. Āthī Jīvubā-Lāḍubā dil dubhāyā. E vakhate emaṇe Shrījī Mahārājne veṇ kahyā. Ām, desh-kāḷ lāgyā.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading