share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૧૨૩ થી ૧૨૩

અહોહો! ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તો એવો ઠરાવ જે,

નેણ કુરંગા નાગરિ, વરું તો વ્રજરાજ, નીકર રહું કુંવારી,

સો માથાં જાતાં રે સોંઘા છોગાળા,

એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમાર?

ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર દેહડો!

એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય, અર્થં સાધયામિ વા દેહં પાતયામિ ત્યારે એ કામ સિદ્ધ થાય છે.

(૬/૧૨૩)

૧. હરણી જેવી આંખોવાળી રુક્મિણી.

૨. ભાવાર્થ: આ ભગવાન એટલા દુર્લભ છે કે તેમના માટે તો સો માથા જતાં કરવા પડે તો પણ ઓછું છે. આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘મારે મંદિર ના’વો રે’ પદમાં ઉલ્લેખાયેલી.

કીર્તન

મારે મંદિર ના’વો રે, કે મોહન શા માટે;

શિર સાટે ઘોળ્યું રે, કે વાલમ તમ માટે. ૧

શું કરશે ધોળ્યા રે, કે જૂઠા સંસારી;

ધરશો મા શંકા રે, કે મનમાં ગિરધારી. ૨

જગજીવન તમને રે, કે સાચા જાણીને;

કોણ માને જગની રે, કે ખોટી વાણીને. ૩

મારે મનડે ભાવ્યા રે, કે મોહન મરમાળા;

સો માથાં જાતાં રે, કે સોંઘા છોગાળા. ૪

તમ સાથે જોડી રે, કે સૌથી તોડીને;

દુરિજન શું કરશે રે, કે મુખડા મોડીને. ૫

શિરસાટે સમજી રે, કે બાંધ્યું છે બેલું;

બ્રહ્માનંદના વ્હાલા રે, કે તમને કેમ મેલું. ૬

One should do this for God and this is my (referring to himself) resolve:

Neṇ kurangā nāgari, varu to Vrajrāj, nīkar rahu kuvārī,1

So māthā jātā re songhā chhogāḷā,2

Ek shirke vāste kyu ḍarat he gamār?3

Ḍolariyā ghoḷyo re ke tam upar dehaḍo!4

When one resolves like that, then God is pleased. Artham sādhayāmi vā deham pātayāmi5 - one succeeds with such preparedness.

(6/123)

1. Rukmini, who has beautiful eyes like a deer, vows to marry only Krishna, otherwise remain unmarried.

2. If one has to die a hundred deaths to attain God, it is still a cheap deal. This line is from Brahmanand Swami’s kirtan: Māre mandir nā’vo re

3. O fool! Why be afraid of giving only one life (for God)?

4. O God! I surrender this body to you.

5. I will achieve my goal or die trying to achieve it.

Ahoho! Bhagwān sangāthe ām karavu te amāro to evo ṭharāv je, Neṇ kurangā nāgari,1 varu to Vrajrāj, nīkar rahu kuvārī, So māthā jātā re songhā chhogāḷā, Ek shirke vāste kyu ḍarat he gamār? Ḍolariyā ghoḷyo re ke tam upar dehaḍo! Evā ṭharāv karavā tyāre Bhagwān rājī thāy, Artham sādhayāmi vā deham pātayāmi tyāre e kām siddha thāy chhe.

(6/123)

1. Haraṇī jevī ānkhovāḷī Rukmiṇī.

2. Bhāvārth: Ā Bhagwān eṭalā durlabh chhe ke temanā māṭe to so māthā jatā karavā paḍe to paṇ ochhu chhe. Ā vāt Brahmānand Swāmīnā ‘Māre mandir nā’vo re’ padmā ullekhāyelī.

Māre mandir nā’vo re, ke Mohan shā māṭe;

Shir sāṭe ghoḷyu re, ke vālam tam māṭe. 1

Shu karashe dhoḷyā re, ke jūṭhā sansārī;

Dharasho mā shankā re, ke manmā Girdhārī. 2

Jagjīvan tamane re, ke sāchā jāṇīne;

Koṇ māne jagnī re, ke khoṭī vāṇīne. 3

Māre manaḍe bhāvyā re, ke Mohan marmāḷā;

So māthā jātā re, ke songhā chhogāḷā. 4

Tam sāthe joḍī re, ke sauthī toḍīne;

Durijan shu karashe re, ke mukhaḍā moḍīne. 5

Shir-sāṭe samajī re, ke bāndhyu chhe belu;

Brahmānandnā vhālā re, ke tamane kem melu. 6

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading