share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૪૬ થી ૨૪૬

જુઓને! શાસ્ત્રમાં પણ કહ્યું છે જે, અંબરીષ, નહુષ, ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવાને સારુ ચક્રવર્તી રાજ ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે. બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વે’વાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વે’વાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભરે?

વ્યવહાર અને પ્રવૃત્તિ (12.24) / (૬/૨૪૬)

૧. એક રાજા. ચ્યવન ઋષિને માછીમારોના હાથમાંથી છોડાવનાર નહુષને ઋષિએ વરદાન આપેલું કે, “તું જેની સામે જોઈશ તેનું તેજ હરાઈ જશે.” એક વાર ઇન્દ્ર સામું જોયું કે ઇન્દ્રપદ તેને મળ્યું. ઇન્દ્રાણીનો સંગ કરવા તેણે પ્રયત્ન કર્યો. ઇન્દ્રાણીએ કહેવરાવ્યું કે, “સપ્તઋષિ તમારી પાલખી ઉપાડે તે રીતે આવો.” નહુષે સાતે ઋષિનું તેજ હણી લીધું. પણ અગત્સ્યની જટામાં રહેલા ભૃગુ ઉપર દૃષ્ટિ નહીં પડતાં ભૃગુનું તેજ હણાયું નહીં. તેથી તેમણે શાપ આપ્યો, “તું સર્પ થા.” દસ હજાર વર્ષ સુધી સર્પના દેહમાં રહ્યો. યુધિષ્ઠિરે મુક્ત કર્યો. પછી પોતાના સાતે પુત્રોને રાજ સોંપી ભગવાન ભજવા નીકળી ગયો. યતિ, યયાતિ, સંયાતિ, રક્ષાયતિ, અશ્વક, વિયાતિ ને મેવજાતિ - સાત પુત્રો.

It is also written in the scripture, “Ambrish, Nahush,1 Bharatji and Chitraketu all renounced their kingdoms and everything else to worship God. The story of determined devotees is like that. If one gets food one should worship God, slowly reduce one’s worldly business and make God the main focus of attention. But, how will one who has kept worldly tasks at the forefront remember God?”

Social Dealings and Activities (12.24) / (6/246)

1. Nahush – a king who saved Chyavan Rishi from the hands of fishermen. The rishi blessed the king, “The luster (i.e. power) of whoever you look at face-to-face will diminish.” Once, the king looked at Indra and attained his throne. He tried to seduce Indra’s queen but she sent a message, “Come with the seven great rishis lifting your palanquin.” So, Nahush went to the seven rishis and diminished their luster. But, Bhrugu, who was residing in Agastya’s matted hair, remained unseen and therefore unaffected. So Bhrugu cursed Nahush to become a snake. Hence, Nahush lived as a snake for 10,000 years and was freed from the curse by Yudhishthir. Then, Nahush passed on his kingdom to his seven sons and left to worship God. His seven sons were: Yati, Yayati, Samyati, Rakshayati, Ashvak, Viyati and Mevjati.

Juone! Shāstramā paṇ kahyu chhe je, Ambarīṣh, Nahuṣh,1 Bharatjī ne Chitraketu emaṇe Bhagwānne bhajavāne sāru chakravartī rāj ne sauno tyāg karyo. Khapvāḷānī vāt em chhe. Bājro maḷe to to Prabhu bhajavā ne dhīre dhīre ve’vār chhe te gauṇ karī devo ne Bhagwān mukhya karī devā. Ā to ve’vār pradhān thaī gayo chhe te Prabhu shu sāmbhare?

Social Dealings and Activities (12.24) / (6/246)

1. Ek rājā. Chyavan Hruṣhine māchhīmāronā hāthmāthī chhoḍāvnār Nahuṣhne Hruṣhie varadān āpelu ke, “Tu jenī sāme joīsh tenu tej harāī jashe.” Ek vār Indra sāmu joyu ke Indrapad tene maḷyu. Indrāṇīno sang karavā teṇe prayatna karyo. Indrāṇīe kahevarāvyu ke, “Saptahruṣhi tamārī pālakhī upāḍe te rīte āvo.” Nahuṣhe sāte hruṣhinu tej haṇī līdhu. Paṇ Agatsyanī jaṭāmā rahelā Bhṛugu upar draṣhṭi nahī paḍatā Bhṛugunu tej haṇāyu nahī. Tethī temaṇe shāp āpyo, “Tu sarp thā.” Das hajār varṣh sudhī sarpnā dehmā rahyo. Yudhiṣhṭhire mukta karyo. Pachhī potānā sāte putrone rāj sopī Bhagwān bhajavā nīkaḷī gayo. Yati, Yayāti, Sanyāti, Rakṣhāyati, Ashvak, Viyāti ne Mevajāti - sāt putro.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading