share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૭

વાત: ૧૦ થી ૧૦

એક સમે શ્રીજીમહારાજે વ્યાપકાનંદ સ્વામીને ગઢડામાં અક્ષર ઓરડીમાં કહ્યું જે, “ઇન્દ્રલોકમાં જઈ આવો.” ત્યારે કહે, “જઈ આવ્યો.” ત્યારે કહ્યું જે, “ગોલોક તથા બ્રહ્મધામને વિષે જઈ આવો.” ત્યારે કહ્યું જે, “જઈ આવ્યો.” ત્યાર પછી ફરી આજ્ઞા કરી જે, “ભૂમાપુરુષ પાસે જઈ આવો.” ત્યારે તે વ્યાપકાનંદ સ્વામી કહે જે, “હજાર માથાનો દૈત્ય માર્ગ રોકીને રહ્યો છે.” ત્યારે મહારાજે કહ્યું જે, “તમે પણ તેવું રૂપ ધરીને તેને જીતીને જાઓ.” પછી તેમ કર્યું. પછી ફરીને કહ્યું જે, “બીજા દસ હજાર માથાનો દૈત્ય આગળ છે.” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “તમે પણ તેથી મોટું રૂપ ધરીને તેને જીતીને જાઓ.” પછી તે તેમ કરીને ભૂમાપુરુષ પાસે ગયા. ત્યારે તે ભૂમાપુરુષે વ્યાપકાનંદ સ્વામીને કહ્યું જે, “પુરુષોત્તમનું પ્રગટપણું પૃથ્વીને વિષે થયું?” ત્યારે તે કહે જે, “થયું.” એ વાર્તા સાંભળીને ભૂમાપુરુષ અતિશે ગદ્‍ગદ કંઠે થઈને રાજી થઈ જતા હવા ને સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડીને અતિશે સુગંધીમાન પુષ્પ-ચંદનાદિકે કરીને તેની આરતી-પૂજા કરતા હવા ને અતિશે આનંદથી શ્રીજીમહારાજના સમાચાર પૂછીને બોલ્યા જે, “મુને પ્રથમ શ્રીજીમહારાજે કહ્યું હતું જે, ‘અમો જ્યારે બ્રહ્માંડમાં પધારશું ત્યાં તમ પાસે સંત મોકલશું.’ તે આજ સત્ય કર્યું.” એવી રીતે પરસ્પર બે જણે શ્રીજીમહારાજના મહિમાની વાર્તા સારી પેઠે કરી. તે પછી તે લોકમાં ચાર ભુજાવાળા મનુષ્ય હતા તેમને વ્યાપકાનંદ સ્વામીએ શ્રીજીમહારાજના મહિમાની વાર્તા કરીને નિશ્ચય કરાવીને તે સર્વે મુક્તને બ્રહ્મપુરને વિષે મોકલી દીધા. પછી સમાધિમાંથી પાછા આવીને શ્રીજીમહારાજને જેમ થયું તેમ વાત કરી દેખાડી. તે વાતને સાંભળી શ્રીજીમહારાજે વિચાર કર્યો જે, “જ્યારે પાદશાહ ગાદીએ બેસે ત્યારે બંદીવાનમાત્રને છોડી મૂકે છે, તેમ અમારે પણ અગણિત જીવનાં કલ્યાણ કરવાં છે.” એમ વિચારીને સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી જે, “તમે જાઓ તે સર્વે નરક કુંડના જીવમાત્રને ચતુર્ભુજરૂપ ધરાવીને ભૂમાપુરુષના લોકમાં મોકલો.” ત્યારે તે સંતે તેમ જ કર્યું. પછી તે સંત પાછા આવ્યા, ત્યારે તે સંત પ્રત્યે શ્રીજીમહારાજ બોલ્યા જે, “હે સંતો! અમો કોઈ દિવસ અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં આવ્યા નથી ને આવશું પણ નહીં. માટે આજ અમારે અગણિત જીવનાં કલ્યાણ કરવાં છે. તે માટે અમો તથા અક્ષરધામ તથા અક્ષરના મુક્ત તથા બીજાં ધામના ભગવાન તથા બીજા ઈશ્વરકોટિ તેણે સહિત અમે આંહીં પધાર્યા છીએ. માટે તે સર્વને અક્ષરધામમાં લઈ જાવા છે.” એવી રીતે સંત આગળ મહારાજે પોતાના મહિમાની વાત કરી.

(૭/૧૦)

Once, in Akshar Ordi, Shriji Mahārāj gave a command to Vyāpkānand Swāmi, “Go to Indra-lok.” Swāmi replied, “I have been there.” Mahārāj said, “Go to Golok and Brahmadhām (i.e. the abode of Brahmā).” Swāmi replied, “I have been there.” Mahārāj commanded again, “Go to Bhumā-Purush (i.e. Vairāj-Purush or Vairāt-Purush).” Vyāpkānand Swāmi replied, “A demon with 1,000 heads is blocking the path.” Mahārāj said, “Take the same form as the demon and defeat him.” Then, Vyāpkānand Swāmi did as told and said, “Now, there is a demon with 10,000 heads.” Mahārāj said, “Assume a form like his again and defeat him.” Vyāpkānand Swami did as told and reached Bhumā-Purush. Seeing Vyāpkānand Swāmi, Bhumā-Purush said, “Has Purushottam manifested on the earth?” Swāmi replied, “Yes.” Pleased upon hearing this, Bhumā-Purush was overjoyed and had Vyāpkānand Swāmi sit on his throne. He performed Swāmi’s ārti and pujan with fragrant flowers and chandan. Then, he asked of Shriji Mahārāj’s news and said, “Shriji Mahārāj had told me in the beginning that when I grace this brahmānd, I will send my sadhu to you. He has fulfilled that promise.” Then, both mutually spoke of Shriji Mahārāj’s greatness. Then, Vyāpkānand Swāmi spoke about Shriji Mahārāj’s greatness to the muktas of that adobe possessing four arms, solidified their conviction of Shriji Mahārāj’s supremacy, and sent those muktas to Brahmapur (i.e. Akshardhām).

Then, Swāmi returned from the samādhi and told Shriji Mahārāj exactly what happened. Hearing this, Shriji Mahārāj thought and decided, “When a new king ascends the throne, he releases all the prisoners. Similarly, I want to liberate countless jivas.” With this wish, he ordered Swarupānand Swami, “Go to the pits of narak, grant all the jivas a chaturbhuj form (i.e. possessing four arms), and send them to the abode of Bhumā-Purush.” Swarupānand Swami did as ordered and returned.

Then, Mahārāj addressed the sadhus, “O sadhus! I have never come to his brahmānd from Akshardhām and will never come again.1 Therefore, I want to liberate countless jivas. Therefore, I - along with Akshardhām, the muktas of Akshardhām, the deities of other abodes, and other ishwars - have come here. And I want to take them all to Akshardhām.” Maharaj spoke of his greatness to the sadhus in this manner.

(7/10)

1. The purport of this statement by Shriji Maharaj is that he came on this earth for the first time and he will remain present through the Satpurush who is Aksharbrahma. If Maharaj remains present on this earth through the Satpurush, then there is no question of him having to come again. Therefore, Maharaj says he will never come again.

Ek same Shrījī Mahārāje Vyāpkānand Swāmīne Gaḍhaḍāmā Akṣhar Orḍīmā kahyu je, “Indralokmā jaī āvo.” Tyāre kahe, “Jaī āvyo.” Tyāre kahyu je, “Golok tathā Brahmadhāmne viṣhe jaī āvo.” Tyāre kahyu je, “Jaī āvyo.” Tyār pachhī farī āgnā karī je, “Bhūmāpuruṣh pāse jaī āvo.” Tyāre te Vyāpkānand Swāmī kahe je, “Hajār māthāno daitya mārg rokīne rahyo chhe.” Tyāre Mahārāje kahyu je, “Tame paṇ tevu rūp dharīne tene jītīne jāo.” Pachhī tem karyu. Pachhī farīne kahyu je, “Bījā das hajār māthāno daitya āgaḷ chhe.” Tyāre Shrījī Mahārāje kahyu je, “Tame paṇ tethī moṭu rūp dharīne tene jītīne jāo.” Pachhī te tem karīne Bhūmāpuruṣh pāse gayā. Tyāre te Bhūmāpuruṣhe Vyāpkānand Swāmīne kahyu je, “Puruṣhottamnu pragaṭpaṇu pṛuthvīne viṣhe thayu?” Tyāre te kahe je, “Thayu.” E vārtā sāmbhaḷīne Bhūmāpuruṣh atishe gadgad kanṭhe thaīne rājī thaī jatā havā ne santne potānā sinhāsan upar besāḍīne atishe sugandhīmān puṣhp-chandanādike karīne tenī āratī-pūjā karatā havā ne atishe ānandthī Shrījī Mahārājnā samāchār pūchhīne bolyā je, “Mune pratham Shrījī Mahārāje kahyu hatu je, ‘Amo jyāre brahmānḍmā padhārshu tyā tam pāse sant mokalshu.’ Te āj satya karyu.” Evī rīte paraspar be jaṇe Shrījī Mahārājnā mahimānī vārtā sārī peṭhe karī. Te pachhī te lokmā chār bhujāvāḷā manuṣhya hatā temane Vyāpkānand Swāmīe Shrījī Mahārājnā mahimānī vārtā karīne nishchay karāvīne te sarve muktane Brahmapurne viṣhe mokalī dīdhā. Pachhī samādhimāthī pāchhā āvīne Shrījī Mahārājne jem thayu tem vāt karī dekhāḍī. Te vātne sāmbhaḷī Shrījī Mahārāje vichār karyo je, “Jyāre pādashāh gādīe bese tyāre bandīvānmātrane chhoḍī mūke chhe, tem amāre paṇ agaṇit jīvnā kalyāṇ karavā chhe.” Em vichārīne Swarūpānand Swāmīne āgnā karī je, “Tame jāo te sarve narak kunḍnā jīvmātrane Chaturbhujrūp dharāvīne Bhūmāpuruṣhnā lokmā mokalo.” Tyāre te sante tem ja karyu. Pachhī te sant pāchhā āvyā, tyāre te sant pratye Shrījī Mahārāj bolyā je, “He santo! Amo koī divas Akṣhardhāmmāthī ā brahmānḍmā āvyā nathī ne āvashu paṇ nahī. Māṭe āj amāre agaṇit jīvnā kalyāṇ karavā chhe. Te māṭe amo tathā Akṣhardhām tathā Akṣharnā Mukta tathā bījā dhāmnā Bhagwān tathā bījā īshvarkoṭi teṇe sahit ame āhī padhāryā chhīe. Māṭe te sarvane Akṣhardhāmmā laī jāvā chhe.” Evī rīte sant āgaḷ Mahārāje potānā mahimānī vāt karī.

(7/10)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading