share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૩

Vat: ૪૨ to ૪૨

“ભગવાનમાં જોડાવું, કાં સાધુમાં જોડાવું.” ત્યારે પૂછ્યું જે, “ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય? ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય?” પછી સ્વામી બોલ્યા જે, “ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનનાં ચિહ્‌ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા, તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યાં વિના રહેવાય નહિ; ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતું તે અહોરાત્રિ કર્યા-સાંભળ્યા વિના રહેવાય નહિ, ત્યારે જાણીએ જે, સાધુમાં જોડાણો છે.” વળી, એમ વાત કરી જે, “જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે.” ત્યારે પૂછ્યું જે, “આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે?” પછી સ્વામી બોલ્યા જે, “એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી ને જો બંધાણો હોય તો જાય નહિ. જેમ આ લીંબડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે બે વેંતનો હતો ને એક મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું ને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઊપડે નહિ. તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચવિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહિ.” એમ કહીને બોલ્યા જે,

“પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ ।

સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥

“એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે ને એમ ન રહેવાય તો ‘મોક્ષદ્વારે દીધાં છે કમાડ, કડી જડી બારણે.’”

દ્રઢ સમાગમ-પ્રીતિ-ભક્તિ-મિત્રતા (19.11) / (૩/૪૨)

૧. તે લીંબડો જૂનાગઢ મંદિરમાં ધર્મશાળાના દરવાજા પાસે બહાર હતો.

૨. કપિલદેવ ભગવાન માતા દેવહુતિને કહે છે, “વિદ્વાનો કહે છે કે વિષયમાં જે અત્યંત આસક્તિ તે જ આત્માને (બંધનકારક) કદી તૂટે નહીં તેવો પાશ છે પણ તે જ આસક્તિ જો સત્પુરુષો ઉપર કરવામાં આવે તો મોક્ષનાં દ્વાર ખુલ્લાં જ છે.” (ભાગવત: ૩/૨૫/૨૦)

Establish rapport with God or his Sadhu. Then, someone asked, “How can one who has established rapport with God be recognized? And how can one who has established rapport with the Sadhu be known?” Then Swami said, “One who has rapport with God cannot live without talking or listening about the physical descriptions, divine actions and natural mannerisms of God, throughout the day and night. And one who has a rapport with the Sadhu cannot live without engaging in his darshan and service or listening to his talks throughout the day and night. Then one knows that one has a rapport with the Sadhu.” Then Swami said, “The extent to which the jiva is attached to the Sadhu is the extent of its good company and the extent to which the jiva is not attached is the extent of its bad company.” Then someone asked, “Even when the jiva is attached to the Sadhu in this way, why does it leave Satsang?” Then Swami said, “The jiva is not attached to the Sadhu in this way, since if it was attached, it would not leave. This neem tree was only two hands tall when we were building this mandir (in Junagadh), and could be uprooted by even one person. But, today, even if all these people of the village get together they cannot uproot it. Similarly, if over the course of many days the jiva has become strongly attached to satsang, it does not fall from satsang due to the temptations of the five types of sense pleasures or instincts, such as, lust, etc.” With this, Swami said,

Prasangamajaram pāshamātmanah kavayo viduhu;

sa eva sādhushu kruto mokshadvāramapāvrutam.1

“For one who can live like this, the gateway to moksha is open. And if one cannot live like this, then the door to moksha is closed, locked and sealed.”

Profound Association-Love-Devotion-Friendship (19.11) / (3/42)

1. Kapildev Bhagwan says to his mother, Devhuti, “If a person maintains profound attachment towards the God-realized Sadhu just as resolutely as he maintains profound attachment towards his own relatives, then the gateway to liberation opens for him.” - Shrimad Bhagvat 3/25/20

“Bhagwānmān joḍāvu, kā Sādhumā joḍāvu.” Tyāre pūchhyu je, “Bhagwānmā joḍāṇo hoy te kem jaṇāy? Ne Sādhumā joḍāṇo hoy te kem jaṇāy?” Pachhī Swāmī bolyā je, “Bhagwānmā joḍāṇo hoy tene Bhagwānnā chih‍na, charitra ne svābhāvik cheṣhṭā, te ahorātri karyā-sāmbhaḷyā vinā rahevāy nahi; ne Sādhumā joḍāṇo hoy tenāthī darshan, sevā ne vātu te ahorātri karyā-sāmbhaḷyā vinā rahevāy nahi, tyāre jāṇīe je Sādhumā joḍāṇo chhe.” Vaḷī, em vāt karī je, “Jeṭalo Sādhumā jīv bandhāṇo chhe teṭalo satsang chhe ne jeṭalo jīv bandhāṇo nathī teṭalo kusang chhe.” Tyāre pūchhyu je, “Āvī rīte Sādhumā jīv bandhāṇo hoy to paṇ te satsangmāthī nīkaḷī kem jāy chhe?” Pachhī Swāmī bolyā je, “Evī rīte Sādhumā jīv bandhāṇo nathī ne jo bandhāṇo hoy to jāy nahi. Jem ā līmbaḍo1 chhe te je divase ame mandir karatā hatā te divase be ventno hato ne ek manuṣhya upāḍe eṭalu ja baḷ hatu ne āj to badhā gāmnā manuṣhya bhegā thāy to paṇ ūpaḍe nahi. Tem ghaṇā divas rahīne satsangmā jīv bāndhyo hoy to panch-viṣhay ke kāmādik doṣhno pāḍyo satsangmāthī paḍe nahi.” Em kahīne bolyā je,
“Prasang-majaram pāsh-mātmanah kavayo viduhu |
Sa ev sādhuṣhu kṛuto mokṣha-dvārama-pāvṛutam ||2

“Em je rahevāy chhe tene mokṣhanu dvār ughāḍu chhe ne em na rahevāy to ‘Mokṣhadvāre dīdhā chhe kamāḍ, kaḍī jaḍī bāraṇe.’”

Profound Association-Love-Devotion-Friendship (19.11) / (3/42)

1. Te līmbaḍo Jūnāgaḍh mandirmā dharmashāḷānā darvājā pāse bahār hato.

2. Kapildev Bhagwān mātā Devhutine kahe chhe, “Vidvāno kahe chhe ke viṣhaymā je atyant āsakti te ja ātmāne (bandhankārak) kadī tūṭe nahī tevo pāsh chhe paṇ te ja āsakti jo satpuruṣho upar karavāmā āve to mokṣhanā dvār khullā ja chhe.” (Bhāgwat: 3/25/20)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading