share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૩ થી ૩

પ્રહ્‌લાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ યુદ્ધ કર્યું પણ ભગવાન જિતાણા નહિ, પછી ભગવાને પ્રહ્‌લાદને કહ્યું જે, “એ યુદ્ધે કરીને તો હું જિતાઉં એવો નથી ને મને જીતવાનો ઉપાય તો એ છે જે, જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું, નેત્રમાં મારી મૂર્તિ રાખવી. એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ કરવી.” એમ કહ્યું છે; પછી એવી રીતે પ્રહ્‌લાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન છ માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો.

ભગવાન અને સાધુની પ્રસન્નતા માટે (34.1) / (૧/૩)

૧. એક વખત ચ્યવન ઋષિ વહેલી સવારે સ્નાન કરવા ગયા ત્યારે તેમને કોઈ અસુરે લઈ જઈ પાતાળમાં વાસુકિ નાગના બંધનમાં રાખ્યા; પણ ઋષિના ભજનથી નાગનું ઝેર ઓછું થતું જણાયું. આથી, નાગે ઋષિને દૈત્યાના રાજા પ્રહ્‎‍લાદને સોંપ્યા. પ્રહ્‎‍લાદે પોતાને મૃત્યુલોકનાં બધાં તીર્થ કરાવવાની શરતે ઋષિને મૃત્યુલોકમાં પહોંચાડ્યા. ત્યાર પછી ઋષિ અને પ્રહ્‎લાદ તીર્થ કરતાં બદરિકાશ્રમમાં આવ્યા. ત્યાં નરનારાયણ ઋષિને ધનુષ્યબાણ સહિત તપ કરતા જોઈ, તે રાખવાનું કારણ પૂછ્યું. ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે, “તારા જેવા દૈત્યને મારવા માટે રાખ્યાં છે.” આમ, ભગવાન તરફથી આવો ઉત્તર મળતાં પ્રહ્‎લાદે યુદ્ધ કર્યું હતું.

Prahladji fought for many days with Narayan, but God was not won over. Then God told Prahlad, “I cannot be won over by such wars. The way to win me over is by singing my bhajans, thinking of me in your mind and cherishing my murti in your eyes. In this way, always remember me.” Then, Prahlad tried this method and God was won over within six months. Thus, to please God, learn this method, which is the best.

To Please God and His Holy Sadhu (34.1) / (1/3)

Prahlādjīe Nārāyaṇ sāthe ghaṇā divas yuddha karyu1 paṇ Bhagwān jitāṇā nahi, pachhī Bhagwāne Prahlādne kahyu je, “E yuddhe karīne to hu jitāu evo nathī ne mane jītvāno upāy to e chhe je, jībhe karīne māru bhajan karavu, manmā māru chintavan karavu, netramā mārī mūrti rākhavī. E prakāre nirantar mārī smṛuti karavī.” Em kahyu chhe; pachhī evī rīte Prahlāde abhyās karyo tyāre Bhagwān chha māsmā vash thaī gayā. Māṭe Bhagwānne rājī karavāne arthe ā upāy sarvoparī chhe te shīkhavo.

To Please God and His Holy Sadhu (34.1) / (1/3)

1. Ek vakhat Chyavan Ṛuṣhi vahelī savāre snān karavā gayā tyāre temane koī asure laī jaī pātāḷmā Vāsuki Nāgnā bandhanmā rākhyā; paṇ Ṛuṣhinā bhajanthī nāgnu zer ochhu thatu jaṇāyu. Āthī, nāge Ṛuṣhine daityānā rājā Prahlādne sopyā. Prahlāde potāne mṛutyuloknā badhā tīrth karāvavānī sharate Ṛuṣhine mṛutyulokmā pahochāḍyā. Tyār pachhī Ṛuṣhi ane Prahlād tīrth karatā Badrikāshrammā āvyā. Tyā Naranārāyaṇ Ṛuṣhine dhanuṣhyabāṇ sahit tap karatā joī, te rākhavānu kāraṇ pūchhyu. Tyāre Bhagwāne uttar āpyo ke, “Tārā jevā daityane māravā māṭe rākhyā chhe.” Ām, Bhagwān tarafthī āvo uttar maḷatā Prahlāde yuddha karyu hatu.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading