share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૨૮ થી ૨૮

હીરો છે તે કોઈ રીતે ફૂટે નહિ પણ તે માંકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહિ પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે; નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં? તો પણ વાસના ટળી નહિ.

સ્વભાવ-વાસના-દૂરગુણો-પાપ (5.3) / (૧/૨૮)

૧. સૌભરિ નામના ઋષિએ ભગવાનને પ્રાપ્ત કરવા માટે જળમાં ઊભા રહીને સાઠ હજાર વર્ષ તપ કરેલું, પણ એક વાર માછલા-માછલીનું મૈથુન જોયું કે તેને પરણવાનો વિચાર થયો અને ત્રીસ હજાર વર્ષના તપના બદલામાં યૌવન ખરીદ્યું. તેના રૂપને જોઈ માંધાતા રાજાની પચાસે પચાસ કુંવરીઓ વરી. બીજાં ત્રીસ હજાર વર્ષનું તપ મૂકી વૈભવ ને સમૃદ્ધિ વસાવ્યાં. છેવટે વિષયસુખ નાશવંત ને દુઃખનું કારણ છે એવું જ્ઞાન થતાં વનમાં ગયા ને સ્ત્રીઓ સહિત તપ કરી મોક્ષને પામ્યા. (ભાગવત: ૯/૬/૩૮)

It is said that a diamond cannot be cut in any way, except by using the blood of a bed bug. Similarly, desires cannot be destroyed in any way except by doing what the great (Sadhu) instructs, imbibing his virtues and admiring his actions. Otherwise, how great were the endeavours of Saubhari1 and others? Yet, their desires were not overcome.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.3) / (1/28)

1. Saubhari rishi performed austerities for 60,000 years by standing in water. One day he saw two fish mating and his latent desire was awakened. He exchanged the fruits of 30,000 years of his austerities for a young, handsome form and then married the 50 daughters of King Mandhata. The other 30,000 years he exchanged for material wealth. Finally, though, he realized that material pleasures were perishable and a cause of misery. Thus, he again began performing austerities and attained moksha, with his wives.

Hīro chhe te koī rīte fūṭe nahi paṇ te mākaḍnā lohīthī fūṭe. Tem vāsanā koī rīte ṭaḷe nahi paṇ moṭā kahe tem kare, teno guṇ āve ne enī kriyā game to tethī ṭaḷe; nīkar sādhan to Saubhari ādiknā kevā?1 To paṇ vāsanā ṭaḷī nahi.

Base Instincts-Worldly Desires-Drawbacks-Sin (5.3) / (1/28)

1. Saubhari nāmnā ṛuṣhie Bhagwānne prāpta karavā māṭe jaḷmā ūbhā rahīne sāṭh hajār varṣh tap karelu, paṇ ek vār māchhalā-māchhalīnu maithun joyu ke tene paraṇvāno vichār thayo ane trīs hajār varṣhanā tapnā badalāmā yauvan kharīdyu. Tenā rūpne joī Māndhātā Rājānī pachāse pachās kuvarīo varī. Bījā trīs hajār varṣhanu tap mūkī vaibhav ne samṛuddhi vasāvyā. Chhevaṭe viṣhaysukh nāshvant ne dukhnu kāraṇ chhe evu gnān thatā vanmā gayā ne strīo sahit tap karī mokṣhane pāmyā. (Bhāgwat: 9/6/38)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading