share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૧

વાત: ૩૬ થી ૩૬

સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમ જે, તેને ભગવાનમાં નિર્દોષબુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો. માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે, કેમ જે, ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું; પણ તેને ઘર મૂકતાં કઠણ પડ્યું. માટે તે કરતાં પણ જડભરતની ને શુકજીની સમજણ અધિક, કેમ જે, એને સ્ત્રી-પુરુષ એવો ભાવ જ નહિ.

(૧/૩૬)

૧. શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓમાં રુક્મિણી અર્થાત્ લક્ષ્મીજીને શ્રીકૃષ્ણ વિષે ભગવાનપણાનો ભાવ હતો. બીજી પટરાણીઓને રિસામણાં - મનામણાં થતાં પણ રુક્મિણીને ભગવાનમાં નિર્દોષબુદ્ધિ હતી. એટલે જ રુક્મિણીના પ્રીતિનાં પુષ્પથી કૃષ્ણ તોળાયા. સત્યભામાએ કૃષ્ણની ભારોભાર સોનું મૂક્યું છતાં નહોતા તોળાયા. છતાં લક્ષ્મીજીમાં સ્ત્રીનો ભાવ વ્યાસજીએ ઉલ્લેખ્યો છે. કૃષ્ણે તેમનું હરણ કર્યું ત્યારે તેમનો ભાઈ રુક્મી કૃષ્ણને પકડી મારવા સેના લઈ પાછળ પડ્યો. યુદ્ધ થયું. ત્યારે રુક્મીને મારવા તત્પર થયેલા શ્રીકૃષ્ણને રુક્મિણી કહે છે, “એ મારો ભાઈ છે, તેને ન મારશો, હે જગત્પતિ! તમને વીનવું છું...” શ્રીકૃષ્ણે તેને મિથ્યા મોહ છોડી દેવા ઉપદેશ દીધો. છતાં દેહાંતદંડ ન કરવા વીનવ્યા એટલે શ્રીકૃષ્ણે રુક્મીનું માથું અને મૂછો મૂંડાવી નંખાવ્યાં ને પછી છોડી મૂક્યો. (શ્રીમદ્‍ભાગવત: ૧૦/૫૨-૫૩)

૨. મથુરામાં કુબ્જાને ઘેર ભગવાન શ્રીકૃષ્ણ પધાર્યા ને ઉદ્ધવને ઘર બહાર ચોકી કરવા રાખ્યા, ત્યારે ઉદ્ધવને સહેજ પણ સંશય ન થયો કે ભગવાને એક કૂબડી સ્ત્રી સાથે એકાંતવાસ કેમ સેવ્યો? ભગવાન તો અગ્નિ જેવા નિર્લેપ છે. એવું ઉદ્ધવને જ્ઞાન હતું ને તેમનામાં સદા નિર્દોષબુદ્ધિ હતી. છતાં પોતાનું અવતાર-કાર્ય પૂરું કરી લીલા સંકેલવાની તૈયારી કરતાં ભગવાન શ્રીકૃષ્ણે ઉદ્ધવજીને કહ્યું, “હવે દ્વારકા ડૂબી જશે ને પ્રલય થશે. માટે ઘર મૂકી સંન્યાસ લઈ બેસી મારું ભજન કરજે.” વારંવાર આ ભાવની આજ્ઞા શ્રીકૃષ્ણે કરી છતાં છેક સુધી સંશયરહિત તેઓ ન થયા. અગિયારમા સ્કંધમાં ૨૯ અધ્યાય સુધી જ્ઞાન આપ્યું ત્યારે બદરિકાશ્રમ જવા તૈયાર થયા. (શ્રીમદ્‍ભાગવત: ૧૧/૭)

૩. ત્રીજા દૃષ્ટાંતમાં જડભરત અને શુકજીની સમજણ રુક્મિણી અને ઉદ્ધવજી કરતાં શ્રેષ્ઠ ગણી, કારણ કે બન્નેએ સંસારનું યથાર્થ સ્વરૂપ જાણી લીધા બાદ ભગવાનમાં સ્નેહ કર્યો હતો.
ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી આખી પૃથ્વીનું રાજ મૂકી વનમાં ભગવાન ભજવા ગયા અને મૃગલીના બચ્ચામાં આસક્તિ થવાથી એનું બંધન થયું. તપ, યોગ, ધ્યાન, ભક્તિ બાજુ પર રહ્યાં. અંતકાળે મૃગમય થવાથી મૃગનો અવતાર તેમને આવ્યો. પૂર્વજન્મનું જ્ઞાન હોઈ દેહ પાડી દીધો ને મૂર્ખ બ્રાહ્મણરૂપે (જડભરત નામે) ગાંડાની જેમ જ રહ્યા. જેથી ક્યાંય બંધન ન થાય. એક વાર જડભરતને ભીલોએ પકડ્યા ને ભદ્રકાળી સામે બલિદાન દેવા લઈ ગયા. એક ભીલ જડભરતના માથા ઉપર ખડ્ગ તોળીને ઊભો રહ્યો, છતાં મૃત્યુનો લેશ પણ ડર રાખ્યા વિના તેઓ સ્થિતપ્રજ્ઞ ભાવે ઊભા છે, કારણ કે તેઓ આત્મારૂપે પોતાને માનતા હતા. ભદ્રકાળી પ્રગટ થયાં ને ભીલોનો નાશ કરી જડભરતની રક્ષા કરી. શુકદેવજીને સ્ત્રી-પુરુષ એવો ભેદ નહોતો. એક વાર સરોવરમાં દેવાંગનાઓ નિર્વસ્ત્ર સ્નાન કરી રહી હતી. શુકજી ત્યાંથી પસાર થયા પણ સ્ત્રીઓએ વસ્ત્ર ધારણ ન કર્યાં. પાછળ વ્યાસજી થોડા સમય પછી ત્યાંથી પસાર થયા ને એ સ્ત્રીઓએ ઝટપટ દોડીને વસ્ત્ર પહેરી લીધાં. વ્યાસજીને આનું રહસ્ય ન સમજાયું. સ્ત્રીઓને પૂછતાં જણાવ્યું, “તવાસ્તિ સ્ત્રીપુંભિદા ન તુ સુતસ્ય વિવિક્તદૃષ્ટેઃ ।” - સ્ત્રી-પુરુષ એવો ભેદ તમારે છે પણ શુકજીને નથી.

Among all, Lakshmiji’s understanding is superior, because she perceived God as without faults.1 However, she still considered herself as a woman. Therefore, Uddhavji’s understanding is greater because he was wise (gnāni) and perceived God as innocent. However, he had difficulty leaving his home.2 Ultimately, Jadbharat’s and Shukji’s understanding is the best because they are aloof of the distinction of male and female.3

(1/36)

1. Among the chief queens of Krishna Bhagwan, Rukmini was the avatār of Lakshmiji. She understood Krishna as God. The other queens would take offense and would have to be pleased. Rukmini, on the other hand, perceived all actions of Krishna as innocent. When Krishna was being weighed on a balance, Satyabhāmā placed gold, yet the gold could not equal the weight of Krishna. Rukmini placed flowers on the scale and the scale lifted up because of her love. Nevertheless, Vyās Bhagwan has revealed Lakshmiji’s understanding. When Krishna abducted her (with her consent), her brother Rukmi chased Krishna to kill him. Krishna and Rukmi fought and Krishna raised his sword to sever his head. Rukmini pleaded with Krishna and said, “He is my brother. Do not kill him. I beseech you, O Lord of all.” Krishna told her to let go of her false attachment, yet she pleaded not to punish him with death. Therefore, Krishna shaved his head and mustache and let him go. Swami says Rukmini considered herself as a woman, implying that she did not possess firm ātma-nishthā, for the ātmā is neither male nor female. (Shrimad Bhagwat: 10/52-53)

2. In Mathurā, Krishna Bhagwan blessed Kubjā’s home. Uddhavji was with Krishna and Krishna asked him to stay at the door to guard the home. Uddhavji had no doubts of Krishna being alone in a house with a woman. Uddhavji had the knowledge that Krishna is God who is forever innocent in all his actions. Nevertheless, when Krishna’s purpose of incarnating on the earth ended and he was determined to return to his abode, he said to Uddhavji, “Now, Dvarika will drown in the ocean. Therefore, renounce your home and worship me.” Krishna gave this order several times, yet he could not accept these words and had difficulty renouncing his home till the end. After Krishna gave him the knowledge mentioned in the Bhagwat (Skandh 11, Adhyay 7-29), then he prepared to go to Badrikashram.

3. In this third example, Swami says Jadbharat’s and Shukji’s understanding is greater than Rukmini’s and Uddhavji’s understanding. The reason is that they understood the nature of the world thoroughly (and developed detachment from it) and developed love for God. Rushabhdev Bhagwan’s son Bharatji renounced the rule of the whole earth and left for the forest to worship God. However, he became attached to a deer and strayed from his devotion to God. He died with the deer in his mind and became a deer in his next life. He retained knowledge of his past life and committed suicide. He was reborn as Jadbharat. He behaved as a foolish man so that he does not become bound to anyone by love. Once, some tribal people captured him to sacrifice his body to their deity. One tribal man was ready to cut his head off, yet Jadbharat stood there fearlessly because he believed his self to be the ātmā. Bhadrakāli Devi appeared and killed the tribe to save Jadbharat.

Shukdevji had no distinction of male or female. Once, heavenly maidens were bathing in a lake. Shukji passed by but the women did not put their clothes on. Vyasji passed by later and the women put their clothes on. Vyasji asked them the reason. They said, “Tavāsti stripumbhidā na tu sutasya viviktadraṣhṭehe.” (You have the perception of male and female but Shukji does not.)

Sarva karatā Lakṣhmījīnī samajaṇ1 adhik kahī, kem je, tene Bhagwānmā nirdoṣh-buddhi, to paṇ temā strīno bhāv kharo. Māṭe te karatā Uddhavjīnī samajaṇ2 adhik chhe, kem je, Uddhavjī gnānī ne tene Bhagavānmā nirdoṣhpaṇu; paṇ tene ghar mūktā kaṭhaṇ paḍyu. Māṭe te karatā paṇ Jaḍ-Bharatnī ne Shukjīnī samajaṇ3 adhik, kem je, ene strī-puruṣh evo bhāv ja nahi.

(1/36)

1. Shrī Kṛuṣhṇanī āṭh paṭarāṇīomā Rukmiṇī arthāt Lakṣhmījīne Shrī Kṛuṣhṇa viṣhe Bhagwānpaṇāno bhāv hato. Bījī paṭarāṇīone risāmaṇā - manāmaṇā thatā paṇ Rukmiṇīne Bhagwānmā nirdoṣh-buddhi hatī. Eṭale ja Rukmiṇīnā prītinā puṣhpathī Kṛuṣhṇa toḷāyā. Satyabhāmāe Kṛuṣhṇanī bhārobhār sonu mūkyu chhatā nahotā toḷāyā. Chhatā Lakṣhmījīmā strīno bhāv Vyāsjīe ullekhyo chhe. Kṛuṣhṇe temanu haraṇ karyu tyāre temano bhāī Rukmī Kṛuṣhṇane pakaḍī māravā senā laī pāchhaḷ paḍyo. Yuddha thayu. Tyāre Rukmīne māravā tatpar thayelā Shrī Kṛuṣhṇane Rukmiṇī kahe chhe, “E māro bhāī chhe, tene na mārasho, he Jagatpati! Tamane vīnavu chhu...” Shrī Kṛuṣhṇe tene mithyā moh chhoḍī devā updesh dīdho. Chhatā dehānt-danḍ na karavā vīnavyā eṭale Shrī Kṛuṣhṇe Rukmīnu māthu ane mūchho mūnḍāvī nankhāvyā ne pachhī chhoḍī mūkyo. (Shrīmad Bhāgwat: 10/52-53)

2. Mathurāmā Kubjāne gher Bhagwān Shrī Kṛuṣhṇa padhāryā ne Uddhavne ghar bahār chokī karavā rākhyā, tyāre Uddhavne sahej paṇ sanshay na thayo ke Bhagwāne ek kūbaḍī strī sāthe ekāntvās kem sevyo? Bhagwān to agni jevā nirlep chhe. Evu Uddhavne gnān hatu ne temanāmā sadā nirdoṣh-buddhi hatī. Chhatā potānu avatār-kārya pūru karī līlā sankelvānī taiyārī karatā Bhagwān Shrī Kṛuṣhṇe Uddhavjīne kahyu, “Have Dvārkā ḍūbī jashe ne pralay thashe. Māṭe ghar mūkī sanyās laī besī māru bhajan karaje.” Vāramvār ā bhāvanī āgnā Shrī Kṛuṣhṇe karī chhatā chhek sudhī sanshay-rahit teo na thayā. Agiyārmā Skandhamā 29 adhyāy sudhī gnān āpyu tyāre Badrikāshram javā taiyār thayā. (Shrīmad Bhāgwat: 11/7)

3. Trījā draṣhṭāntmā Jaḍbharat ane Shukjīnī samajaṇ Rukmiṇī ane Uddhavjī karatā shreṣhṭh gaṇī, kāraṇ ke bannee sansārnu yathārth swarūp jāṇī līdhā bād Bhagwānmā sneh karyo hato.
Hruṣhabhdev Bhagwānnā putra Bharatjī ākhī pṛuthvīnu rāj mūkī vanmā Bhagwān bhajavā gayā ane mṛuglīnā bachchāmā āsakti thavāthī enu bandhan thayu. Tap, yog, dhyān, bhakti bāju par rahyā. Antkāḷe mṛugmay thavāthī mṛugno avatār temane āvyo. Pūrva-janmanu gnān hoī deh pāḍī dīdho ne mūrkh brāhmaṇrūpe (Jaḍbharat nāme) gānḍānī jem ja rahyā. Jethī kyāy bandhan na thāy. Ek vār Jaḍbharatne Bhīloe pakaḍyā ne Bhadrakāḷī sāme balidān devā laī gayā. Ek Bhīl Jaḍbharatnā māthā upar khaḍg toḷīne ūbho rahyo, chhatā mṛutyuno lesh paṇ ḍar rākhyā vinā teo sthitpragna bhāve ūbhā chhe, kāraṇ ke teo ātmārūpe potāne mānatā hatā. Bhadrakāḷī pragaṭ thayā ne Bhīlono nāsh karī Jaḍbharatnī rakṣhā karī. Shukdevjīne strī-puruṣh evo bhed nahoto. Ek vār sarovarmā devānganāo nirvastra snān karī rahī hatī. Shukjī tyāthī pasār thayā paṇ strīoe vastra dhāraṇ na karyā. Pāchhaḷ Vyāsjī thoḍā samay pachhī tyāthī pasār thayā ne e strīoe zaṭpaṭ doḍīne vastra paherī līdhā. Vyāsjīne ānu rahasya na samajāyu. Strīone pūchhatā jaṇāvyu, “Tavāsti stripumbhidā na tu sutasya viviktadraṣhṭehe |” - Strī-puruṣh evo bhed tamāre chhe paṇ Shukjīne nathī.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading