share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૪

વાત: ૧ થી ૧

“યુધિષ્ઠિર રાજાના ઘરમાં ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ રહ્યા હતા તેમ આજ ગૂઢ પરબ્રહ્મ મનુષ્યલિંગ મૂર્તિ આપણા ઘરમાં પણ રહ્યા છે, એમ એક વિચારવું. અને મહિમા એમ વિચારવો જે,

“ત્રિભુવનવિભવહેતવેપ્યકુંઠ-

સ્મૃતિરજિતાત્મસુરાદિભિર્વિમૃગ્યાત્ ।

ન ચલતિ ભગવત્પદારવિન્દા-

લ્લવનિમિષાર્ધમપિ સ વૈષ્ણવાગ્ર્યઃ ॥

“એમ એક વિચારવું અને ભગવાનના મહિમા સામી દૃષ્ટિ કરીએ છીએ તો બહુ જ મોટો લાભ થયો છે, ને સાધુના માર્ગ સામું જોઈએ તો ખોટ્ય પણ ઘણી છે.” વળી, વજ્રની ખીલીનું વચનામૃત વંચાવતી વખતે વાત કરી જે, “ખીલી બે પ્રકારની સમજવી. એક તો ત્રિભુવનવિભવહેતવેપ્યકુંઠ, એટલે અખંડ ભગવાનની સ્મૃતિ કરે. ને બીજો પ્રકાર તો નિષ્ઠા છે. તે સ્મૃતિ તો થાય કે ન થાય પણ નિષ્ઠા ફરે નહિ ને નિષ્ઠા થકી ત્રિભુવનવિભવહેતવેપ્યકુંઠની સ્થિતિ થઈ છે, માટે એ ઠીક છે; ને આપણામાં બહુધા તો નિષ્ઠાની સ્થિતિની ખીલી છે.”

ભગવાનનું દિવ્ય સ્વરૂપમાં નિશ્ચય (43.12) / (૪/૧)

૧. શ્રીમદ્ ભાગવતના સાતમા સ્કંધમાં પંદરમા અધ્યાયમાં નારદજી, યુધિષ્ઠિર વગેરેને કૃષ્ણનો મહિમા કહે છે: ‘યૂયં નૃલોકે બત ભૂરિભાગા’ તમે આ લોકમાં મોટા ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં સાક્ષાત્ પરબ્રહ્મ મનુષ્યરૂપ ધારીને રહ્યા છે!

૨. એક મનુષ્ય ત્રણે લોકના વૈભવ માટે પણ (અર્થાત્ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ) કેવળ એક ભગવાનમાં જ મન રાખતો દેવોને પણ (દુર્લભ હોઈ) શોધવા યોગ્ય ભગવાનનાં ચરણકમળના ભજનથી અર્ધો લવ કે નિમેષ પણ ચલિત થતો નથી, પણ અસ્ખલિત સ્મરણવાળો રહે છે તે ઉત્તમ વૈષ્ણવ છે. (ભાગવત: ૧૧/૨/૫૩)

“In King Yudhishtir’s home, a secret murti of Parabrahman in human form1 resided. Similarly, today the secret murti of Parabrahman in human form is also residing in our home as Shriji Maharaj. Think in this way. And think of one’s own greatness in this way:”

Tribhuvana-vibhava-hetavepya-kuntha-

smrutirajitātmasurādibhirvimrugyāt

Na chalati bhagavatpadārvindā-

Llavanimishārdhamapi sa vaishnāvgryah2

“Think like this and when we understand God’s glory, then we realize what great benefit we have attained. And looking at the path of a sadhu, our loss is also great.” Further, at the time of reading ‘The Iron Nail’ Vachanamrut (Gadhada III-7), Swami said, “Understand the nail (foundation) to be of two types. One is tribhuvana-vibhava-hetavepya-kuntha, that is, in the form of unflinching remembrance of God. And the second type is resolute faith in God. Whether one is able to remember God or not, but resolute faith in God should not waver. Since, through resolute faith in God the state of tribhuvana-vibhava-hetavepya-kuntha has been attained. Therefore, that is good. And, mostly, people have the nail (firm foundation) of resolute faith in God.”

Firm Faith in the Divine Form of God (43.12) / (4/1)

1. Naradji describes the glory of Shri Krishna to Yudhishthir and others Yuyam nruloke bat bhuribhāgā – you are among the most fortunate on this earth since Parabrahman Shri Krishna lives in your house like an ordinary human being. - Shrimad Bhagvat 7/15

2. A person, who, even if he attains the kingdom of the three worlds, yet focuses his mind on God and does not waver even for a moment from the feet of God, and remains totally focused is the best devotee because even gods find this difficult - Shrimad Bhagvat 11/2/53

“Yudhiṣhṭhir Rājānā gharmā gūḍh Parbrahma manuṣhyaling mūrti rahyā hatā1 tem āj gūḍh Parbrahma manuṣhyaling mūrti āpaṇā gharmā paṇ rahyā chhe, em ek vichārvu. Ane mahimā em vichārvo je,
“Tribhuvan-vibhavahet-vepyakunṭha-
Smṛutir-jitātma-surādibhir-vimṛugyāt |
Na chalati Bhagwatpadāravindā-
Llavanimiṣhārdhamapi sa vaiṣhṇavāgryah ||2

“Em ek vichārvu ane Bhagwānnā mahimā sāmī draṣhṭi karīe chhīe to bahu ja moṭo lābh thayo chhe, ne Sādhunā mārg sāmu joīe to khoṭya paṇ ghaṇī chhe.” Vaḷī, Vajranī Khīlīnu Vachanāmṛut vanchāvatī vakhate vāt karī je, “Khīlī be prakārnī samajavī. Ek to Tribhuvan-vibhavahet-vepyakunṭha, eṭale akhanḍ Bhagwānnī smṛuti kare. Ne bījo prakār to niṣhṭhā chhe. Te smṛuti to thāy ke na thāy paṇ niṣhṭhā fare nahi ne niṣhṭhā thakī Tribhuvan-vibhavahet-vepyakunṭhanī sthiti thaī chhe, māṭe e ṭhīk chhe; ne āpaṇāmā bahudhā to niṣhṭhānī sthitinī khīlī chhe.”

Firm Faith in the Divine Form of God (43.12) / (4/1)

1. Shrīmad Bhāgwatnā Sātmā Skandhamā Pandarmā Adhyāymā Nāradjī, Yudhiṣhṭhir vagerene Kṛuṣhṇano mahimā kahe chhe: ‘Yūyan nṛuloke bat bhūribhāgā’ tame ā lokmā moṭā bhāgyashāḷī chho ke tamārā gharmā sākṣhāt Parbrahma manuṣhyarūp dhārīne rahyā chhe!

2. Ek manuṣhya traṇe loknā vaibhav māṭe paṇ (arthāt traṇe loknu rājya maḷe to paṇ) kevaḷ ek Bhagwānmā ja man rākhato devone paṇ (durlabh hoī) shodhavā yogya Bhagwānnā charaṇkamaḷnā bhajanthī ardho lav ke nimeṣh paṇ chalit thato nathī, paṇ askhalit smaraṇvāḷo rahe chhe te uttam Vaiṣhṇav chhe. (Bhāgwat: 11/2/53)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading