કાવ્ય શબ્દ કોષ

Many difficult and archaic words found in Nishkulanand Kavya and Bhaktachintamani have been defined here.

a

અકાજ

ખરાબ કામ

akāj

misdeed

અક્ષરપતિ

અક્ષરના સ્વામી

Akṣharpati

the sovereign of Akshar

અખાડો

કસરત શાળા

akhāḍo

place to exercise (gymnasium)

અગમ

ઇન્દ્રિયાતીત, અગમ્ય

agam

not perceptible to the senses, incomprehensible

અઘમગે

પાપના માર્ગે

aghamage

on the path of sin

અઘવંત

પાપી

aghvant

sinner

અજાડિયો

ખાડો, ખાઈ

ajāḍiyo

ditch

અજાણ

અજ્ઞાની

ajāṇ

ignorant

અજિન

ચામડું

ajin

skin

અજ્ઞાનતમ

અજ્ઞાનરૂપી અંધારું

agnān-tam

darkness of ignorance

અટળ

ન ટળે તેવું

aṭaḷ

something that does not perish

અડવાં

શણગાર વગરના

aḍavā

અણતેડે

તેડ્યા વગર

aṇateḍe

without being invited

અતોલ

અતિશય, ઘણું

atol

extremely abundant

અદોષ

નિર્દોષ

adoṣh

innocent, free of faults

અધર્મસર્ગ

અધર્મથી ઉત્પન્ન થયેલ

adharma-sarg

evolved from adharma

અધિરાજ

સમ્રાટ

adhirāj

અધ્યાસ

અખંડ ધ્યાન, અભ્યાસ

adhyās

constant contemplation of

અનંગ

કામદેવ

anang

deity of love

અનમ્ર

નમ્ર ન હોય તેવું

anamra

not humble

અનિમેષ

સ્થિર, પલકારા વગર

animeṣh

without blinking

અનુપ

ઉપમા ન આપી શકાય તેવું

anup

cannot be compared with

અનુમાન

અટકળ, કલ્પના

anumān

inference

અનુરાગું

પ્રેમવાળો

anurāgu

one with love

અન્નસમા

અન્નથી ટકતા

annasamā

subsisting on food

અપશોષ

પસ્તાવો

apashoṣh

regret

અભયદાન

કલ્યાણ, મોક્ષ

abhay-dān

liberation

અભિલાષા

ઇચ્છા

abhilāṣhā

desire

અમથું

નકામું

amathu

not worthwhile, vain

અમર

દેવ

amar

deities

અમલ

શુદ્ધ, કેફ

amal

1. pure, 2. ecstacy

અમિત

અમાપ

amit

limitless

અમૂલ

કીમતી

amūl

priceless

અમૃત

અમર કરે તેવો રસ

amṛut

potion that grants immortality

અયાચ્યું

માંગ્યા વગરનું

ayāchyu

attained without asking for

અરથ

કામ, સ્વાર્થ માટે

arath

1. lust, 2. for one’s own selfish motive

અલિ

ભમરો

ali

bumblebee

અલાબુ

તુંબડી

alābu

gourd

અલૌકી

અલૌકિક

alaukī

‘other-worldly’ (divine)

અવનિ (અવની)

પૃથ્વી

avani (avanī)

Earth

અવર

બીજો

avar

another

અવરાણું

ઢંકાયેલું

avarāṇu

covered

અવલ

ઉત્તમ, મુખ્ય

aval

the best

અશેષ

સંપૂર્ણ

asheṣh

complete

અસાધ્ય

ઈલાજ ન થાય તેવો

asādhya

incurable

અહોનિશ

રાતદિવસ

ahonish

day and night

અંકિત

છાપવાળું

ankit

something with an imprint

અંગાર

અગ્નિ

angār

fire

અંબર

વસ્ત્ર

ambar

clothes

અંબા

માતા

ambā

અંબાઈ

ખટાઈ ગયેલું

ambāī

become numb from acid

અંબાર

ભંડાર, ઢગલો

ambār

treasury, heaps of

ā

આકડ

અક્કડ, અભિમાની

ākaḍ

1. stiff (unbending), 2. egoistic

આખુ

ઉંદર

ākhu

mouse

આગમ

શાસ્ત્ર

āgam

scripture

આગળે

સન્મુખ, પાસે

āgaḷe

in front of, near

આટાટોપ

બહારનો દેખાવ

āṭāṭop

ostensible, outward display

આઠુંજામ

આઠે પહોર

āṭhu-jām

24 hours a day

આડ

અડચણ, નડતર

āḍ

obstacle

આડો આંક વાળવો

કોઈ ન કરે તેવું કરવું

āḍo ānk vāḷavo

do what no one else is able to

આણી

આ, લાવી

āṇī

to bring upon

આત્યંતિક

સર્વશ્રેષ્ઠ, શાશ્વત

ātyantik

ultimate, eternal

આદ્યકવિ

બ્રહ્મા

ādya-kavi

Brahma

આભડછેટ

અસ્પૃશ્ય

ābhaḍ-chheṭ

untouchable

આયુધ

હથિયાર

āyudh

weapons

આરતશું

પ્રેમથી

āratshu

with love

આરંભ

પ્રયત્ન, શરૂઆત

ārambh

beginning, commencement

આવાસ

નિવાસ

āvās

home, dwelling

આશ

ઇચ્છા

āsh

desire, expectation

આશે

આશય

āshe

desire, expectation

આસમાને

ઉંચે આકાશમાં

āsamāne

in the sky

આંઈ

અહીં

ānī

here

આંટી

ગાંઠ

ānṭī

1. knot, 2. grudge

ઇ, ઉ

i, u

ઇક્ષુ

શેરડી

ikṣhu

sugarcane

ઇંદ્રામણું

સુંદર કડવું લંબગોળ ફળ

indrāmaṇu

a type of oval fruit

ઉચાટ

ચિંતા, ફિકર

uchāṭ

worry, anxiety

ઉજાશ

પ્રકાશ

ujāsh

light

ઉડુ

તારો, ગ્રહ, નક્ષત્ર

uḍu

1. star, 2. planet, 3. constellation

ઉતપાત

તોફાન, આપત્તિ

utapāt

1. mischief, 2. adversity

ઉત્તાપ

સંતાપ, દુઃખ, પીડા

uttāp

affliction, misery, pain

ઉદક

પાણી

udak

water

ઉદારમતિ

સરળ બુદ્ધિવાળા

udār-mati

ઉદ્યમ

પ્રયત્ન મહેનત

udyama

personal endeavor

ઉદ્યોત

પ્રકાશ, તેજ

udyot

light

ઉધારો

વાયદો

udhāro

agreement at a stipulated time, a promise

ઉનમત્તાઈ

અહંકાર

unamattāī

ego

ઉપહાસ

મશ્કરી

upahās

teasing

ઉર

હૃદય

ur

heart

ઉરગ

સાપ

urag

serpent

ઉલટી

સામી

ulaṭī

ઉલ્લાસ

આનંદ

ullās

joy

ઉષ્ણ

ગરમ

uṣhṇa

hot

એ, ઓ

e, o

એકપાડે

સમાન

ek-pāḍe

all the same

એંધાણ

ચિહ્ન, લક્ષણ

endhāṇ

attributes, characteristics

ઓડમાં

ગળામાં

oḍamā

in the neck

ka

કઢાયા

મોટી કડાઈ

kaḍhāyā

a big frying pan

કથી

વાત, કથની

kathī

story, tale

કપિ

વાંદરો

kapi

monkey

કમાડ

બારણું

kamāḍ

door

કરતલ

કરનાર

karatal

one who does

કરી

હાથી, હાથવાળો

karī

1. elephant, 2. one with hands

કલંક

લાંછન

kalank

blemish on one’s reputation

કળ

યુક્તિ

kaḷ

trick, contrivance

કળાશે

ઓળખાશે

kaḷāshe

be able to recognize

કવથાણું

બગડ્યું

kavathāṇu

spoiled

કશ્યા વિના

કસોટી વગર

kashyā vinā

કસાઈ

પશુઓને મારનાર, ખાટકી

kasāī

butcher

કંગાલ

ગરીબ

kangāl

poor

કંથ

પતિ

kanth

husband

કાખ

બગલ

kākh

armpit

કાણ

મરણ પાછળ રોવું તે

kāṇ

to cry after someone dies

કામદુઘા

ઇચ્છા પૂરી કરનારી ગાય

kām-dughā

cow that fulfills one’s wishes

કામની

કામિની, સ્ત્રી

kāmanī

woman

કારાગૃહ

જેલ

kārāgṛuh

jail

કાલાવાલા

કરગરવું, વિનંતી

kālāvālā

implore, request

કાળચવિણો

કાળનો ખોરાક/ભક્ષ્ય

kāḷ-chaviṇo

‘consumed’ (destroyed) by time

કાળપ

કાળાપણું

kāḷap

કાળપાશ

કાળનો ફાંસો

kāḷ-pāsh

the ‘noose’ of time

કાળી કામળીયે

કાળી ધાબડી

kāḷī kāmaḷīye

કાળો કેર

ભારે જુલમ

kāḷo ker

a great tyranny or injustice

કાશ

આડખીલી, નડતર

kāsh

hindrance

કાંકચ

કાચકો, કાંગસિયો

kākach

કાં રે

શા માટે

kān re

why?

કીટ

કીડો

kīṭ

worm

કુક્કર

કૂતરો

kukkar

dog

કુજાત

નીચ જાતિ

kujāt

lower class

કુણ

કોણ

kuṇ

who

કુમતિ

ખરાબ બુદ્ધિ

kumati

impure intellect

કુમુદિની

ચાંદની

kumudinī

કુસકા

ડાંગરના છોડાં

kusakā

stalks of paddy

કૂંપળ

નવું પાંદડું, કુપળ

kūmpaḷ

a new sprouting leaf

કૂડું

કપટવાળું

kūḍu

deceitful

કૂર્મ

કાચબો

kūrma

turtle

કૃચ્છવ્રત

એક વ્રત

kṛuchchh-vrat

a type of vrat

કૃત્ય

કાર્ય

kṛutya

work

કેડ્યાની

પછીની

keḍyānī

after

કેદ

બંધન

ked

bondage

કોચવાઈ

સંકોચાઈ

kochavāī

કોટ

કરોડ

koṭ

millions

કોડ

મનની ઇચ્છા

koḍ

desire of the mind

કોડી

હલકું ચલણ, વીશ

koḍī

a small currency

કોતર

બખોલ

kotar

કોરનું

બાજુનું

kornu

કોશળ

દેશનું નામ

Koshaḷ

a region name

ક્ષુધા

ભૂખ

kṣhudhā

hunger

ક્ષોભ

શરમ, લજ્જા

kṣhobh

embarrassment, shame

kha

ખટદશ

સોળ

khaṭ-dash

sixteen

ખડગ

તલવાર

khaḍag

sword

ખડજ

ખડ, ઘાસ

khaḍaj

grass

ખદ્યોત

આગિયો, તારો

khadyot

1. firefly, 2. star

ખર

ગધેડો

khar

donkey

ખરખરો

પસ્તાવો, બેસણું

kharkharo

1. regret, 2. meeting of mourners (a wake)

ખળ

દુષ્ટ, શઠ

khaḷ

wicked

ખાટ્યો

મેળવ્યો. પ્રાપ્ત કર્યો

khāṭyo

attained

ખાણી

ખાણ

khāṇī

mine

ખાતુ

નામું, લેણદેણનો હિસાબ

khātu

accounting records, ledger

ખાસી

ઉત્તમ, અંગત, અગત્યની

khāsī

the best, most important

ખાંત

હોંશ ઉમંગ

khānt

with hope or enthusiasm

ખિજે

ગુસ્સે

khije

get angry

ખુવાર

અતિ દુઃખી, હેરાન

khuvār

extremely miserable, tormented

ખુવે

ખોવે, ગુમાવે

khuve

to lose

ખેલ

રમત, લીલા, તમાસો

khel

1. a game, 2. divine exploit

ખોયલો

ગુમાવેલો

khoyalo

lost

ખોયા

ગુમાવેલા

khoyā

lost

ખોળ

તપાસ, શોધ

khoḷ

search

ખ્યાતિ

પ્રસિદ્ધિ, કીર્તિ

khyāti

fame

ખ્યાલ

સ્મૃતિ

khyāl

memory

ga

ગદ્ધું

ગધેડું

gaddhu

donkey

ગમ

સૂઝ, ઓળખાણ

gam

1. wit, insight, 2. recognition

ગમાર

મૂર્ખ, અણસમજુ

gamār

fool

ગરક

ડુબેલું, મગ્ન

garak

ગરજુ

ખપવાળા

garaju

one with an interest

ગંગ

ગંગા

Ganga

River Ganga

ગાફલ

અસાવધ

gāfal

careless, aloof

ગાંઠનું

પોતાનું

gānṭhanu

one’s own

ગાંડીવ

અર્જુનનું ધનુષ્ય

Gānḍīv

name of Arjun’s bow

ગીગા

પ્રાણીના શરીર પર પેદા થતો જીવ

gīgā

ગ્રે’જો

ગ્રહજો, ગ્રહણ કરજો

gre’jo

to grasp

gha

ઘટ

હૃદય, મન, શરીર

ghaṭ

1. heart, 2. mind, 3. body

ઘડિ ઘડિયે

વારંવાર

ghaḍi ghaḍiye

repeatedly

ઘણેરું

ઘણું

ghaṇeru

lots

ઘર મારવા

બીજાની સ્ત્રી સાથે ખરાબ સંબંધ રાખવો

ghar māravā

improper relationship with another’s wife

ઘસરકે

ઘસવાથી

ghasarake

ઘા

પ્રહાર

ghā

blow, strike

ઘાત

હત્યા, ખૂન

ghāt

murder

ઘાલવા

ઘર પાયમાલ કરવા, બીજે પરણવા

ghālavā

ઘૂડ

ઘુવડ

ghūḍ

owl

ઘોડા ઘડે

સંકલ્પ કરે

ghoḍā ghaḍe

to make wishes

ઘોળ્યા

જતા કરવા, તજી દેવા, બળ્યું, મૂઉં

ghoḷyā

1. to abandon

cha

ચકવા

એક પક્ષી

chakavā

a type of bird

ચડી

ચઢી

chaḍī

ચતુરધા

ચાર પ્રકારની મુક્તિ

chaturadhā

four types of liberation

ચળ

ચંચળ

chaḷ

listless, overactive

ચળી

પતિત

chaḷī

ચ્હાય

ઇચ્છે

chhāy

desire

ચાહ

હેત

chāh

love

ચીલ

સમડી (સમળી)

chīl

carnivorous bird (like an eagle or vulture)

ચૈતન્ય

આત્મા

chaitanya

atma

ચોખે

સાચે

chokhe

truthfully

ચોટ

નિશાન, ખર્ચ, નજર, ટાંપ

choṭ

1. target, 2. expense, 3. glance

chha

છટા

શોભા

chhaṭā

beauty

છતું

ઉઘાડું

chhatu

exposed

છપાડશે

છુપાડશે

chhapāḍashe

hide, cover up

છળ

કપટ

chhaḷ

deceit

છાદન

ઓઢણું, વસ્ત્ર

chhādan

blanket, clothes

છાપ

ચરણારવિંદ છાતીમાં આપવાં

chhāp

to imprint the feet on the chest

છાંડી

તજી દીધું

chhānḍī

desert, abandon

છિદર

દોષ, ખામી

chhidar

flaws, setbacks

છેક

તદ્દન, સાવ, ઠેઠ

chhek

utterly, totally, till the end

છોયે

છએ (૬)

chhoye

all six

ja

જગજોધ

જગતના યોદ્ધા

jagajodha

soldiers of the earth

જઠરા

જઠરાગ્નિ

jaṭharā

digestive fire

જડશે

પ્રાપ્ત થશે, સમજાવશે

jaḍashe

will attain

જણાણું

દેખાયું

jaṇāṇu

to become visible

જતન

સંભાળ, સાચવણી

jatan

care

જથારથ

યથાર્થ

jathārath

thoroughly

જબર

બળવાન

jabar

powerful

જમકિંકર

યમનો દૂત

Jam-kinkar

the attendants of narak

જમરાય

યમરાજા

Jamarāy

king of narak

જરણા

ધીરજ, શાંતિ

jaraṇā

patience, forbearance

જામની

રાત

jāmanī

night

જાળી

બાળી

jāḷī

જાંગીર

મોટું નગારું

jāngīr

big drum

જિજ્ઞાસુ

જાણવાની ઇચ્છાવાળો

jignāsu

curious

જીરણ

જીર્ણ, ઘર કરી ગયેલો રોગ

jīraṇ

1. degenerated, worn down, 2. chronic disease

જીવિત

જિંદગી, પ્રાણ

jīvit

life

જુગટા

જુગાર

jugaṭā

gambling

જુતે

જોડાય

jute

જૂજવી

જુદી, નોખી

jūjavī

different

જૂઠ

ખોટી

jūṭh

wrong

જેજેકાર

જ્યજ્યકાર

jejekār

જોખમ

કિંમતી વસ્તુઓ

jokham

valuable possessions

જોગ

યોગ, ભેખ

jog

1. contact, 2. renunciation

જોબને

યુવાનીમાં

jobane

in youth

જોર

બળ, શક્તિ

jor

strength

જ્ઞાનબોધ

જ્ઞાન ઉપદેશ

gnān-bodh

instruction on wisdom

જ્યાન

ખોટ, નુકસાન

jyān

loss, damage

za

ઝળમળી

ખૂબ પ્રકાશે

zaḷamaḷī

bright light

ઝષ

માછલું

zaṣh

fish

ઝાળ

જ્વાળા

zāḷ

flame of fire

ઝૂડ

મોટો મગર

zūḍ

alligator

ટ, ઠ, ડ, ઢ

ṭa, ṭha, ḍa, ḍha

ટંકટાણા

ભોજનનો સમય

ṭank-ṭāṇā

meal time

ટિલે

રાજગાદીએ બેસવું

ṭile

to sit on the throne

ટોવા

ટકાવવા

ṭovā

to sustain

ઠરવા

સ્થિર થવા

ṭharavā

to become still or to settle

ઠાઉકો

સારો વિવેકી

ṭhāuko

ઠામ

સ્થાન, ઠેકાણું વાસણ

ṭhām

1. place, 2. utensil

ઠાલો

નાહક, ફોગટ, નકામું

ṭhālo

in vain, worthless

ડગાવો

ડગમગ કરો

ḍagāvo

ડચકાં

છેલ્લો શ્વાસ

ḍachakā

last breath

ડાબલો

ઘોડાની ખરી

ḍābalo

hoof of a horse

ડાભ

તીક્ષ્ણ ઘાસ, ડાભડો

ḍābh

grass with sharp blades

ડુખર

દૂષણ, એક રાક્ષસ

ḍukhar

1. flaw, 2. a demon

ડો’ળીને

બીજાના કામમાં દખલ કરીને

ḍo’ḷīne

to meddle in other people’s work

ડોડ

કોડ, હોંશ, દંભ

ḍoḍ

pretentiousness, hypocrisy

ડોડો

મકાઈનો ડોડો

ḍoḍo

cornstalk

ડોરી

આટાટોપ, દંભી

ḍorī

a hypocrite

ta

તડોવડ

એક સરખાપણું

taḍovaḍ

similarity

તદવત

તેની જેવો

tadavat

like that

તનત્રાસ

શરીરનો ત્રાસ

tan-trās

harassment to the body

તપસી

તપ કરનારો

tapasī

one performing austerities

તપેશ્વર

તપનો સ્વામી

tapeshvar

greatest among one performing austerities

તમ

અંધારું, તમોગુણ

tam

1. darkness, 2. tamogun

તમતમું

બહુ તીખું

tamatamu

extremely spicy hot

તમમાં

તમારામાં

tamamā

in you

તુરુ

ઝાડ

turu

tree

તલસે

ઝંખે

talase

desire

તાકે

નિશાન બાંધે

tāke

to aim

તાજ

ત્યાગ

tāj

renunciation

તાણ

ખેંચ, આગ્રહ

tāṇ

earnest desire,

તાત

પિતા

tāt

father

તાન

લગની

tān

being absorbed in something or someone

તાવડો

મોટી કઢાઈ

tāvaḍo

a big frying pan

તિરસ્કાર

અનાદર, ધિક્કાર

tiraskār

indifference, contempt

તૂપ

ઘી

tūp

ghee

તૃણ

ઘાસ, ખડ

tṛuṇ

grass

તૃપ્તતા

સંતુષ્ટ

tṛuptatā

satisfaction

તેહુનિ

તેમની

tehuni

theirs

તૈયે

ત્યારે

taiye

then

તોય

પાણી

toy

water

તોલ

કીંમત આંકવી, વિચાર કરવો

tol

1. appraisal, 2. to think over

તોળી

વિચાર કરી

toḷī

having thought over

ત્રાસ

દુઃખ

trās

misery

ત્રિયા

સ્ત્રી

triyā

woman

ત્રિશૂળ

ત્રણ અણીવાળું

હથિયાર

trishūḷ

weapon with three prongs

ત્રોડી

ઉખેડી નાંખી

troḍī

da

દગો

છળ, કપટ

dago

deceit

દદામા

નગારું

dadāmā

drum

દમ

શરીરનું તપ

dam

physical austerity

દમ્યા

કાબુમાં રાખ્યા

damyā

to maintain under control

દયું

દીધું

dayu

gave

દર

કાણું

dar

burrow

દર્પ

અભિમાન

darpa

ego

દશ

દિશા

dash

direction

દાઝે

દાઝવાથી, ઈર્ષ્યાથી

dāze

to burn with envy

દાટે

ઢાંકે

dāṭe

to cover up

દાત

દાન

dāt

દાદુર

દેડકો

dādur

frog

દામ

પૈસો

dām

money

દારા

સ્ત્રી

dārā

woman

દારુણ

ભયંકર

dāruṇ

terrible

દિગપાળ

દિશાના રક્ષક દેવ

Digapāḷ

the deity that protects the directions

દિનકર

સૂર્ય

dinakar

sun

દિનેશ

સૂર્ય

Dinesh

Sun deity

દિયે

આપે

diye

to give

દિસો

દેખાવ છો

diso

to appear so

દુઃખદેણ

દુઃખ આપનારા

dukh-deṇ

bring misery

દ્રગે

આંખે

drage

with the eyes

દેશિ(યે)

નક્લ કરવી, રીતભાત

deshi(ye)

to mimic or imitate

દેપ્ય

કામ આવે, ઉપયોગમાં આવે તેવું

depya

useful

દોય

બે

doy

two

દોયલું

દુર્લભ, દુઃખ, મુશ્કેલ

doyalu

very difficult

દોવટે

બમણી રીતે

dovaṭe

દ્રષ્ણપ્રષ્ણ

દર્શન સ્પર્શન

draṣhṇa-praṣhṇa

to see and touch

dha

ધનંજય

અર્જુન

Dhananjay

one name of Arjun

ધાઈ

દોડીને

dhāī

running

ધાન

અનાજ

dhān

grains

ધાયા

દોડ્યા

dhāyā

ran

ધારા

વરસાદની ધારા

dhārā

rain showers

ધાંખના

ઝંખના

dhānkhanā

constant longing

ધુબાકો

ધબ એવો મોટો અવાજ

dhubāko

ધૂડધાણી

પાયમાલ, બરબાદ

dhūḍadhāṇī

devastated, in ruins

na

નઈ

નહિ

naī

નકલ

જૂઠી

nakal

fake

નચિંત

ચિંતા વગર

nachint

worry free

નઠારી

ખરાબ

naṭhārī

bad

નથ(ડી)

નાકનું ઘરેણું, વાળી

natha(ḍī)

nose ring

નમાલા

નકામા

namālā

worthless

નમૂળિયાં

મૂળ વગરના

namūḷiyā

without roots

નરદેવ

રાજા

nardev

king

નરસું

નઠારું

narasu

bad

નામતો

નમાવતો

nāmato

નામું

નમાવવું

nāmu

નાવ

હોડી

nāv

boat

નાસા

નાક

nāsā

nose

નિઃશંક

શંકા વગરનું

nihshank

without doubts

નિદાન

અવશ્ય, છેવટે, પરિણામ

nidān

1. certainly, 2. result

નિરદાવો

ફરીયાદ ન થાય તેવું

niradāvo

complain-free

નિરધાર

નિશ્ચય નિર્ણય

niradhār

resolute decision

નિરભે

નિર્ભય

nirabhe

fearless

નિરવાણ

મોક્ષ, ચોક્કસ

niravāṇ

1. liberation, 2. certain or sure

નિરવિખ

ઝેર વગરનું

niravikh

poison-free

નિરવેદ

વૈરાગ્ય

niraved

renunciation

નિવારવા

રોકવું

nivāravā

to stop

નિહાલ

ન્યાલ

nihāl

fulfilled

નીરનિધિ

સમુદ્ર

nīranidhi

ocean

નેક

ધાર્મિક, પ્રામાણિક, સારી, જરૂર, સાચી

nek

righteous, honest, good

નેહ

સ્નેહ

neh

affection

નોતરું

આમંત્રણ

notaru

invitation

નોર

છેવટ, પરિણામ

nor

conclusion, result

નૌતમ

નવી, નવીન

nautam

new, novel

ન્યારી

જુદી

nyārī

different

pa

પખી

મૂકીને, સિવાય

pakhī

પટ

વસ્ત્ર

paṭ

clothes

પરબારું

બારોબાર, સીધે સીધું

parabāru

directly, straight

પરમાણો

ઓળખો, સાચું માનો

paramāṇo

recognize, believe to be true

પરમાર્થિ

પરોપકારી

paramārthi

benevolent

પરવા

ગરજ

paravā

need arising from self-interest

પરહરવું

છોડવું

parharavu

abandon

પરાં

અળગાં, દૂર, બીજાં

parā

પરિતાપ

પશ્ચાત્તાપ

paritāp

regret, repentance, remorse

પશુપાળ

ભરવાડ, ગોવાળ

pashupāḷ

shepherd, cow herder

પંકસમ

કાદવ સમાન

pank-sam

પંચ

પાંચ

panch

five

પંચાણ

શંખનું નામ

Panchāṇ

a name of a conch shell

પંડ

શરીર

panḍ

physical body

પંડે

જાતે

panḍe

personally

પંથે

માર્ગે

panthe

on the path

પાક

પવિત્ર

pāk

pure, pious

પાગે

પગથી

pāge

with the foot

પાજ

પાળ

pāj

પાડ

સમાન, ઉપકાર

pāḍ

1. same as, 2. benevolence

પાનું

જીંદગી પર્યંતનો સંબંધ, ભાગ્ય

pānu

life-long relationship

પાને

કાગળ

pāne

on paper

પાપણી

પાપવાળી

pāpaṇī

sinful

પાય

પગ

pāy

foot

પારકા

બીજાના

pārakā

others’

પારખું

પરીક્ષા, ઓળખાણ

pārakhu

1. test, 2. recognition

પારાકકૃચ્છ

એક વ્રત

pārāk-kṛuchchh

a type of vrat

પારોઠા

પલાયન કર્યા, દૂર કર્યા, નિર્લજ્જ કર્યા

pāroṭhā

પાવન

પવિત્ર

pāvan

pure, pious

પાસળ

પાસે

pāsaḷ

near

પાંગળો

લંગડો

pāngaḷo

lame

પાંપળાં

દુર્બળ પ્રયત્ન, ફાંફાં

pāmpaḷā

feeble attempts, vain efforts

પિયુ

પતિ, પ્રિયતમ

piyu

beloved

પીયૂષ

અમૃત

pīyūṣh

amrut

પુછ

પૂંછડું

puchha

tail

પુનિત

પવિત્ર

punit

pure, pious

પુરીષ

મળ, વિષ્ટા

purīṣh

mud, feces

પુંજ

ઢગલો

punj

heap

પૂછલી

બિમાર, અશક્ત

pūchhalī

sick, weak

પેખિયા

જોયા

pekhiyā

saw

પેખે

ઓળખે

pekhe

recognize

પેચ

આંટો, વળ

pech

twist

પેજારું

ખાસડું

pejāru

shoes

પેર

જેમ, રીત

per

in the same way

પોથી

શાસ્ત્ર, ગ્રંથ

pothī

scripture

પોપટો

ચણાનો પોપટો

popaṭo

peapod

પોળ

દરવાજો, શેરી

poḷ

gate, small street

પ્યાજ

ડુંગળી

pyāj

onion

પ્યાસ

પ્રબળ ઇચ્છા, તરસ

pyās

1. strong desire, 2. thirst

પ્રજળશે

સળગશે

prajaḷashe

to set on fire

પ્રતીત

પ્રતીતિ, વિશ્વાસ

pratīt

trust, conviction

પ્રમદા

સ્ત્રી

pramadā

woman

પ્રવીણ

હોશિયાર

pravīṇ

clever

પ્રશન

પ્રશ્ન

prashan

question

પ્રહરિ

છોડી

prahari

પ્રાક્રમે

પરાક્રમે

prākrame

પ્રાવૃટ

વર્ષાઋતુ

prāvṛuṭ

the monsoon season

પ્રાસાદ

મહેલ

prāsād

palace

પ્રીછે

ઓળખે

prīchhe

know (someone)

પ્રોક્ષ

પરોક્ષ

prokṣha

not visible before the eyes

fa

ફગવા

હોળીના તહેવારમાં અપાતી બક્ષિસ, ધાણી-દાળિયા

fagavā

ફજિત

બદનામ

fajit

disgraced

ફજેતી

અપકીર્તિ, બદનામી

fajetī

disgraced, infamy

ફંદ

દુઃખ, બંધન, ઢોંગ

fand

1. misery, 2. bondage

ફેરો

આંટો

fero

ફેલી

ઢોંગી

felī

ba

બકવાદ

નકામો લવારો

bakavād

meaningless conversation

બદલામી

કલંક, બદનામી

badalāmī

બદ્ધ

બંધાયેલો

baddha

bound or attached to

બલિહારી

કુરબાની, શાબાશી, વાહ

balihārī

બાધ

દોષ, અડચણ

bādh

flaws, setbacks

બિરુદ

વચન, ટેક

birud

promise, one’s word

બૃહત

વિશાળ, મોટું

bṛuhat

deep, vast

બેડોપાર

વિજય

beḍopār

victory

બોધ

ઉપદેશ

bodh

lesson, instruction

બ્રહ્મવિત

બ્રહ્મને જાણનાર

brahmavit

knower of Brahman

bha

ભગિની

બહેન

bhaginī

sister

ભજી ગઈ

બની ગઈ

bhajī gaī

transpired

ભણક

ભણકારો

bhaṇak

whisper, humming

ભણે

કહે

bhaṇe

speaks

ભરપૂર

પૂષ્કળ

bharpūr

abundant

ભવન

રહેઠાણ

bhavan

dwelling

ભવપાજ

ભવસાગર તરવાનો પૂલ

bhav-pāj

bridge to cross the ocean of births and deaths

ભવફંદ

જન્મમરણનું બંધન

bhav-fand

bondage of births and deaths

ભવભોગ

સંસારના વિષય

bhav-bhog

worldly indulgences

ભાખી

કહી

bhākhī

said

ભાત

છાપ, જુદી રીત

bhāt

different way

ભાદે

ભાદરવામાં

bhāde

in the month of Bhadarvo

ભીતર

અંદર

bhītar

internal

ભોર

પરોઢ, પરોઢિયું

bhor

morning, dawn

ma

મક્ષિકા

માખી

makṣhikā

fly

મટકું

આંખનો પલકારો

maṭaku

blink of an eye

મત

બુદ્ધિ

mat

intellect

મતમમત

પંથનું મમત્ત્વ

mat-mamat

મત્સ્ય

માછલી

matsya

fish

મન માની

મન ગમતી

man mānī

liked by the mind

મનરંજન

મનને આનંદ આપનાર

man-ranjan

entertaining to the mind

મનવાંછિત

મનથી ઇચ્છેલા

man-vānchhit

desired by the mind

મર

ભલે

mar

so what if

મરજાદ

મર્યાદા

marajād

discipline

મરિચી

ઝાંઝવા

marichī

water of a mirage

મરુત

પવન

marut

wind

મર્મ

રહસ્ય

marma

essence, secret

મવાળો

મુવાળો, વાળ

mavāḷo

hair

મહેર

કૃપા

maher

grace

માઘ

મહા મહિનો

māgh

the month of Maha

મારણ

શિકાર, મારી નાખવું

māraṇ

prey, to kill

માહરે

મારે

māhare

me

મીંઢિઆવળ

કડવી વનસ્પતિ

mīnḍhiāvaḷ

મીટે

નજરે (આંખે), અનિમેષ દૃષ્ટિએ

mīṭe

with the eyes, without blinking

મીરાંત

સંપત્તિ

mīrānt

wealth

મુખનું પાણી

આબરુ

mukhnu pāṇī

reputation

મુખોન્મુખ

સન્મુખ

mukhonmukh

face to face

મુનિઇન્દ

શ્રેષ્ઠ મુનિ

muni-ind

the greatest among munis

મુનિરાજ

શ્રેષ્ઠ મુનિ

munirāj

the greatest among munis

મું

મારા

mu

my

મૂકો

મૂંગો

mūko

mute

મૂઠી માંડવી

રમત રમવાની શરૂઆત કરવી

mūṭhī mānḍavī

મૂષો

ઉંદર

mūṣho

mouse

મૃગછાલા

મૃગચર્મ

mṛug-chhālā

deer hide

મો’લ

મહેલ, ધામ

mo’la

palace

મોકળે

મરજીમાં આવે તેમ કરવામાં

mokaḷe

free to do as one pleases

મોક્ષદા

મોક્ષ આપનારા

mokṣhadā

one who grants liberation

મોજ

આનંદ, કૃપા

moj

joy, grace

મોઝાર

મધ્યે, માંહે

mozār

in the midst of

મોડ

પતિવ્રતાપણાનું ચિહ્ન, પાઘ

moḍ

1. the mark of faithfulness to one’s husband, 2. turban

મોડી

નાનો મોડ, મૂડી

moḍī

મોભિસુત

તિલક કુંવર

mobhisut

ya

યતિ

સંન્યાસી

yati

renunciant

યોષિતા

સ્ત્રી

yoṣhitā

woman

ra

રખવાળ

રક્ષણ કરનાર

rakhavāḷ

protector

રખે

જોજો

rakhe

watch out

રજી

ગમી

rajī

liked

રતિ

અનુરાગ, આસક્તિ, થોડું

rati

1. zeal, 2. weakness or attachment for something, 3. slight

રળિયાત

પ્રસન્ન

raḷiyāt

pleased

રંડાપણ

વિધવાપણું

ranḍāpaṇ

widowed

રાજનિધિ

રાજ્યનો ખજાનો

rājanidhi

treasury of a kingdom

રાજસાજ

રાજઠાઠ

rāj-sāj

luxuries of a kingdom

રાય

રાજા

rāy

king

રાંક

ગરીબ

rānk

poor

રીઝવવું

ખુશ કરવું

rīzavavu

to please

રીઝેખીજે

પ્રસન્ન અને ગુસ્સે

rīze-khīje

pleasant and angry

રીતશું

રીતનું

rītashu

રીશ

ક્રોધ

rīsh

anger

રુઝે

મટે

ruze

heal

રુપા

રુપું, ચાંદી

rupā

silver

રુષણું

વૈર

ruṣhaṇu

enmity

રૂદે

હૃદયમાં

rūde

in the heart

રોકડું

સ્પષ્ટ, તરત બતાવાય એવું, દેખીતું

rokaḍu

clear, can easily point to, visible

રોળી

મસળીને

roḷī

રોષ

ક્રોધ

roṣh

fury

la

લકી

થોડું

lakī

small amount

લગાર

થોડું

lagār

small amount

લજામણી

શરમજનક, કદરૂપું

lajāmaṇī

causing embarrassment

લજ્જા

શરમ

lajjā

embarrassment

લપોડ

એક પ્રકારનો શંખ

lapoḍ

a type of conch shell

લહવું

પામવું

lahavu

to attain

લાખું

લાખો

lākhu

hundreds of thousands

લાગ

દાવ

lāg

opportunity

લાહ્ય

બળતરા

lāhya

vexation

લાંછન

કલંક

lānchhan

blemish, tarnished

લાંઠ

શઠ

lānṭh

shrewed, cunning person

લીમ

લીમડો

līm

type of tree

લૂણ

મીઠું

lūṇ

salt

લેખે

હિસાબ, પ્રમાણે, વાસ્તે

lekhe

accounting record

લેલીન

તલ્લીન, એકાગ્ર ચિત્ત

lelīn

engrossed

લોહકમાડ

લોખંડનું બારણું

loh-kamāḍ

metal door

va

વગોવશે

ફજેત ક૨શે

vagovashe

disgrace

વડજમાં

હડફેટમાં, સપાટામાં

vaḍajamā

get caught in a blow, stroke

વડું

મોટું

vaḍu

large

વણતોળી

વજન ન કરી શકાય તેવી, અતિશય

vaṇatoḷī

cannot be weighed, extreme

વણસાડે

બગાડે

vaṇasāḍaḍe

spoil

વનિતા

સ્ત્રી

vanitā

woman

વરતારો

વર્તન

varatāro

conduct

વરતાશે

ઓળખાશે

varatāshe

will be recognized

વરવું

જોડાઈ જવું

varavu

to join with

વરાધ

એક પ્રકારનો રોગ

varādh

a type of disease (similar to bronchitis)

વલકલ

ઝાડની છાલમાંથી બનાવેલું વસ્ત્ર

valakal

clothes made from bark of a tree

વલખાં

ફાંફાં

valakhā

vain efforts

વલખ્યા

ફાંફાં માર્યા

valakhyā

to make vain efforts

વશેક

વધારે

vashek

more

વસાવીશ

ચોક્કસ, સો ટકાની

vasāvīsh

certain, 100%

વસુધા

પૃથ્વી

vasudhā

Earth

વા

અથવા, પવન

1. or, 2. wind

વાધે

વધે

vādhe

grow

વાનિ

ભસ્મ, રાખ

vāni

ashes

વામ

ડાબો, સ્ત્રી

vām

1. left, 2. woman

વામન

ભગવાનનો અવતાર

Vāman

Vaman avatar of God

વામ્યા

દૂર થયા

vāmyā

વાયક

વચન

vāyak

words

વાયદો

મુદત

vāyado

time or term

વારણે

ઓવારણે

vāraṇe

વારિ

પાણી

vāri

water

વારું

સારું

vāru

good

વાલણો

વીંજણો, પંખો

vālaṇo

fan

વાવરી

વાપરી

vāvarī

spend

વાંસે

પાછળ

vānse

following behind

વિકારી

વિકારવાળા

vikārī

blemished, tarnished

વિખ (વિષ)

ઝેર

vikh (viṣh)

poison

વિગત

બાબત

vigat

details

વિઘાત

નાશ

vighāt

destruction

વિત્ત

ધન

vitta

money

વિદારી

નાશ કરે

vidārī

destroy

વિધિ

બ્રહ્મા

vidhi

Brahma (deity)

વિન

વિના

vin

without

વિપરીત

ઊલટું વિરોધી

viparīt

opposing

વિલખી

તલસી, વલવલવું

vilakhī

વિષમ

ભયંકર, અસમાન

viṣham

adverse

વીંટ્યા

યુક્ત

vīnṭyā

with

વેજુ

નિશાન

veju

target

વેલ

લતા, માફાવાળો રથ

vel

વે’લ

વિલંબ

ve’l

delay

વ્યંજન

વર્ણ, અંગ, શાક

vyanjan

1. vegetables

વ્યાળ

વાઘ, સાપ

vyāḷ

1. tiger, 2. snake

વ્યોમ

આકાશ

vyom

sky

શ, ષ

sha, ṣha

શક્કો

શાખ, છાપ

shakko

શમ

મનનું તપ

sham

austerity of the mind

શશી

ચંદ્ર

shashī

moon

શંખાસુર

અસુરનું નામ

Shankhāsur

name of a demon

શાખ

આબરૂ, સાક્ષી

shākh

reputation, witness

શાણા

ડાહ્યા

shāṇā

wise

શિખ

ઉપદેશ

shikh

instruction

શિયું

શું

shiyu

શિરોમણિ

શ્રેષ્ઠ

shiromaṇi

best

શિશનામી

માથું નમાવી

shishanāmī

bowing the head

શિશુ

બાળક

shishu

infant

શીદ

શા માટે

shīd

why

શીલ

ચારિત્ર્ય

shīl

character

શુકાદેલિ

શુકાદિ (પ્રાસ માટે દેલિ વપરાયો છે)

shukādeli

Shuk, etc.

શૂલ

કલંકરૂપી કાંટા

shūl

thorns in the form of blemishes

શેતખાના

સંડાસ, પાયખાનું

shetkhānā

toilet

શ્રવણ

કાન

shravaṇ

ears

શ્રીમુખે

પોતાના મુખે

Shrīmukhe

from one’s mouth

શ્રુતવાન

સાંભળનાર

shrutavān

listener

શ્રેય

કલ્યાણ

shrey

liberation

ષટરસ

છ રસ

ṣhaṭ-ras

six types of tastes

ષટખળ

છ ખળ

ṣhaṭ-khaḷ

sa

સકળ

બધું

sakaḷ

everything

સગડી

જ્વાળા

sagaḍī

flame

સદ્ય

તરત

sadya

immediately

સમરથ

સમર્થ

samarath

capable

સમાસમું

કુશળ

samāsamu

well

સમું

સવળું

samu

સમેત

યુક્ત, બધા

samet

1. with, 2. all

સમે સમે

સમયે સમયે

same same

from time to time

સરાડી

ડૂંડું

sarāḍī

સરે

સિદ્ધ થાય, સુગંધ મારે

sare

1. achieve, 2. give off fragrance

સરેશ

શ્રેષ્ઠ

saresh

best

સહી (સઈ)

નક્કી

sahī (saī)

for sure

સંપન

યુક્ત, વૈભવશાળી

sampan

1. with, 2. wealthy

સાઈ

સાથી

sāī

સાકટમ

બધાને, સામટું

sākaṭam

open to all

સાખ

સાક્ષી

sākh

witness

સાજ

ઉપયોગી સામાન

sāj

useful items

સાટો

બદલો

sāṭo

સાધ્ય

સારું થઈ શકે તેવું

sādhya

curable

સાને

ઇશારે

sāne

glance

સાબદા

તૈયાર

sābadā

ready

સામટો

એક સાથે

sāmaṭo

all at once

સા’ય

સહાય

sā’y

help

સારવા

સફ્ળ કરવા

sāravā

to be successful

સારિયું

સિદ્ધ કર્યું

sāriyu

achieved

સાલ

આડખીલી, નડતર, વર્ષ

sāl

1. obstruction, 2. year

સાંકડે

સંકળાશે

sānkaḍe

સિદ્ધંત

સિદ્ધાંત

siddhant

principle

સિંગ

ચોળાની સિંગ

sing

a type of pea

સિંધુ

સમુદ્ર

sindhu

ocean

સીજાં

બફાવું

sījān

સુખાળા

સુખી

sukhāḷā

happy

સુગમ

સરળ

sugam

easy

સુતદારા

પુત્ર અને સ્ત્રી

sut-dārā

children and wife

સુતારું

સુથાર

sutāru

carpenter

સુધ

ભાન

sudh

awareness

સુધા

અમૃત

sudhā

amrut

સુધો

સીધો

sudho

straightforward

સુરતિ

લગની

surati

passion

સુરરાજ

ઇન્દ્ર

Sur-rāj

Indra

સુરાસુર

દેવ અને દાનવ

surāsur

deities and demons

સુરેશ

ઇન્દ્ર

Suresh

Indra

સૂણી

ફૂલી

sūṇī

સૂતક

અપવિત્રતા

sūtak

impurity

સૂર

સૂર્ય

sūr

sun

સોડ

પડખું, પથારી

soḍ

bedding

સોનરખ

આ નામની નદીની રેતી, સોનુ થતું હોય એવું દ્રવ્ય

sonarakh

the sand of the river Son

સોય

સઘળું, તે

soy

all

સોયલી

સુલભ

soyalī

easy

સોયામણિ

રૂપાળી, શોભાવાળી

soyāmaṇi

beautiful

ha

હજારું

હજારો

hajāru

thousands

હજુર

પાસે

hajur

near

હડકાર

તિરસ્કાર

haḍakār

contempt

હરામી

બદમાશ, ખરાબ દાનતવાળો

harāmī

wicked, deceitful person

હામ

હિંમત

hām

courage

હારદ

હાર્દ, રહસ્ય

hārad

essence

હિમ

બરફ

him

ice, frost

હીણ

અધમ, હલકું, વિનાનું

hīṇ

હીણો

વગરનો

hīṇo

without

હેમંત

હેમંત ઋતુ

Hemant

the Hemant season

હૈયાફૂટ

મૂર્ખ

haiyāfūṭ

fool

ગ્રંથ