॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સંગદીક્ષા ॥

101

सिद्धान्तं सुविजानीयाद् अक्षरपुरुषोत्तमम्।

ब्रह्मविद्यात्मकं दिव्यं वैदिकं च सनातनम्॥ १०१॥

GUJ

બ્રહ્મવિદ્યારૂપ, વૈદિક અને સનાતન એવા દિવ્ય અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને જાણવો. (૧૦૧)

ENG

One should know [and realize] the divine Akshar-Purushottam siddhānt, which is Vedic, eternal and the form of brahmavidyā. (101)

102

जीवस्तथेश्वरश्चैव माया ब्रह्माऽक्षरं तथा।

परब्रह्मेति तत्त्वानि भिन्नानि पञ्च सर्वदा॥ १०२॥

GUJ

જીવ, ઈશ્વર, માયા, અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્ત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું - એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. (૧૦૨-૧૦૩)

ENG

Mumukshus should realize that the five entities – jiva, ishwar, māyā, Aksharbrahman and Parabrahman – are forever distinct, eternal and true. Swaminarayan Bhagwan himself established this clear siddhānt. (102–103)

103

नित्यान्यथ च सत्यानि विज्ञेयानि मुमुक्षुभिः।

स्वामिनारायणेनैवं सिद्धान्तितं स्वयं स्फुटम्॥ १०३॥

GUJ

જીવ, ઈશ્વર, માયા, અક્ષરબ્રહ્મ તથા પરબ્રહ્મ એ પાંચ તત્ત્વો સદાય ભિન્ન છે, નિત્ય છે, સત્ય છે એમ મુમુક્ષુઓએ જાણવું - એમ સ્વયં સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ સિદ્ધાંત કર્યો છે. (૧૦૨-૧૦૩)

ENG

Mumukshus should realize that the five entities – jiva, ishwar, māyā, Aksharbrahman and Parabrahman – are forever distinct, eternal and true. Swaminarayan Bhagwan himself established this clear siddhānt. (102–103)

104

तेषु मायापरौ नित्यम् अक्षरपुरुषोत्तमौ।

जीवानामीश्वराणां च मुक्तिस्तद्योगतो भवेत्॥ १०४॥

GUJ

તેમાં અક્ષર અને પુરુષોત્તમ એ બે સદાય માયાથી પર છે અને જીવો તથા ઈશ્વરોની મુક્તિ તેમના યોગથી થાય છે. (૧૦૪)

ENG

Among these entities, Akshar and Purushottam are the two who are eternally beyond māyā. Jivas and ishwars attain moksha by associating with them. (104)

105

परमात्मा परब्रह्म परं ब्रह्माऽक्षरात् सदा।

ब्रह्माऽपि सेवते तं च दासभावेन सर्वदा॥ १०५॥

GUJ

પરમાત્મા પરબ્રહ્મ સદા અક્ષરબ્રહ્મથી પર છે અને અક્ષરબ્રહ્મ પણ તે પરમાત્માની નિત્ય દાસભાવે સેવા કરે છે. (૧૦૫)

ENG

Paramatma Parabrahman is forever superior to Aksharbrahman. Furthermore, even Aksharbrahman eternally serves Paramatma with dāsbhāv. (105)