॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
॥ સત્સંગદીક્ષા ॥
परमात्मपरब्रह्म-स्वामिनारायणप्रभोः।
ब्रह्माऽक्षरस्वरूपस्य गुणातीतगुरोस्तथा॥ १४१॥
પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખવો. (૧૪૧-૧૪૨)
With discretion, one should always keep the paksh of Paramatma Parabrahman Swaminarayan Bhagwan, the Aksharbrahman Gunatit guru, the divine siddhānt they have imparted and the devotees who have sought their refuge. (141–142)
तदर्पितस्य दिव्यस्य सिद्धान्तस्य च सर्वदा।
भक्तानां तच्छ्रितानां च पक्षो ग्राह्यो विवेकतः॥ १४२॥
પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય પક્ષ રાખવો. (૧૪૧-૧૪૨)
With discretion, one should always keep the paksh of Paramatma Parabrahman Swaminarayan Bhagwan, the Aksharbrahman Gunatit guru, the divine siddhānt they have imparted and the devotees who have sought their refuge. (141–142)
आज्ञां भगवतो नित्यं ब्रह्मगुरोश्च पालयेत्।
ज्ञात्वा तदनुवृत्तिं च तामेवाऽनुसरेद् दृढम्॥ १४३॥
ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું. તેમની અનુવૃત્તિ જાણીને તેને દૃઢપણે અનુસરવું. તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી; સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. (૧૪૩-૧૪૪)
One should always obey the commands of Bhagwan and the Brahmaswarup guru. One should realize their inner wishes and firmly abide by them. Their instructions should be followed without laziness, immediately, and always with joy, enthusiasm, mahimā and an eagerness to please them. (143–144)
तदाज्ञां पालयेत् सद्य आलस्यादि विहाय च।
सानन्दोत्साहमाहात्म्यं तत्प्रसादधिया सदा॥ १४४॥
ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની આજ્ઞાનું સદાય પાલન કરવું. તેમની અનુવૃત્તિ જાણીને તેને દૃઢપણે અનુસરવું. તેમની આજ્ઞા આળસ વગેરે મૂકીને પાળવી, તરત પાળવી; સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી. (૧૪૩-૧૪૪)
One should always obey the commands of Bhagwan and the Brahmaswarup guru. One should realize their inner wishes and firmly abide by them. Their instructions should be followed without laziness, immediately, and always with joy, enthusiasm, mahimā and an eagerness to please them. (143–144)
अन्तर्दृष्टिश्च कर्तव्या प्रत्यहं स्थिरचेतसा।
किं कर्तुमागतोऽस्मीह किं कुर्वेऽहमिहेति च॥ १४५॥
પ્રતિદિન સ્થિર ચિત્તે અંતર્દૃષ્ટિ કરવી કે હું આ લોકમાં શું કરવા આવ્યો છું? અને શું કરી રહ્યો છું? (૧૪૫)
With a composed mind, one should introspect every day: “What have I come to accomplish in this world and what am I doing?” (145)